ETV Bharat / city

ધોરણ 12 સાયન્સનું પરિણામ તો આવ્યું પણ મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા જોવી પડશે રાહ

author img

By

Published : May 12, 2022, 2:17 PM IST

ધોરણ 12 સાયન્સનું પરિણામ તો આવ્યું પણ મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા જોવી પડશે રાહ
ધોરણ 12 સાયન્સનું પરિણામ તો આવ્યું પણ મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા જોવી પડશે રાહ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (Gujarat Board of Secondary and Higher Secondary Education) આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ (Std 12 Science Result Declared) જાહેર કર્યું છે. ત્યારે આ વર્ષે સમગ્ર રાજ્યનું 72.02 ટકા પરિણામ આવ્યું છે. આ અંગે શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ માહિતી આપી હતી.

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (Gujarat Board of Secondary and Higher Secondary Education) આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ (Std 12 Science Result Declared) જાહેર કર્યું છે. જોકે, હજી પણ જે વિદ્યાર્થીએ પરિણામ ન જોયું હોય તે www. gseb.org. વેબસાઈટ પર જોઈ શકશે. આ વખતે રાજ્યનું 72.02 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા આવ્યું છે. તો સૌથી ઓછું 40.19 ટકા પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે.

શિક્ષણ પ્રધાને વિદ્યાર્થીઓને આપી શુભેચ્છા

શિક્ષણ પ્રધાને વિદ્યાર્થીઓને આપી શુભેચ્છા - શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને (Jitu Vaghani on Std 12 Result) શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, કોઈ પણ વિદ્યાર્થીએ પરિણામથી હતાશ ન થવું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, અમરેલીના લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12 ટકા પરિણામ આવ્યું છે. તો સૌથી ઓછું 33.33 ટકા પરિણામ દાહોદના લીમખેડા કેન્દ્રનું આવ્યું છે. જ્યારે 2021માં ધોરણ 12 સાયન્સમાં 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું હતું.

આ પણ વાંચો- GSEB HSC Result 2022: ગુજકેટની પરીક્ષામાં સુરતની વિદ્યાર્થીનીએ રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો

મેડીકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે જોવી પડશે રાહ - શિક્ષણ પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આજે માત્ર ઓનલાઈન પરિણામ જાહેર (Std 12 Science Result Declared) કરવામાં આવ્યું છે. તો એક અઠવાડિયા પછી વિદ્યાર્થીઓને માર્કશિટ આપવામાં આવશે. જોકે, મેડિકલ અને ઈજનેરીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. ઉલ્લેખનીય છે કે, મેડીકલના પ્રવેશ JEE અને નીટ આધારિત થતા હોય છે અને સરકારી ઇજનેરી કોલેજમાં પાંચ ટકા બેઠકો જે JEEના આધારે ભરતી હોવાથી સમગ્ર પ્રવેશ પ્રક્રિયા એકસાથે શરૂ થતી હોય છે.

આ પણ વાંચો- સુરતમાં ફળની લારી ચલાવનારના પુત્રએ ધોરણ 12 સાયન્સના પરિણામમાં મારી બાજી

એપ્રિલમાં લેવાઈ હતી પરીક્ષા- આપને જણાવી દઈએ કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 માર્ચથી 22 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી નોંધાઈ હતી. ધોરણ 12 સાયન્સમાં (Jitu Vaghani on Std 12 Result) રેગ્યુલર 95,982 અને રિપિટર 11,984 સહિત કુલ 1,07,966 વિદ્યાર્થી નોંધાયા હતા. જ્યારે ગુજકેટમાં આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂન મહિનાના પહેલા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. તેવી શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. ત્યારે આગામી સમયમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. તે લોકો માટે રિપિટરની પરીક્ષા માટે ફોર્મ ભરવાની જાહેરાત પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.