ETV Bharat / city

Gujarat Assembly 2022: વિધાનસભામાં ઉઠ્યો પાકિસ્તાન દ્વારા પકડાયેલ ગુજરાતના માછીમારોનો મુદ્દો

author img

By

Published : Mar 16, 2022, 9:37 PM IST

Gujarat Assembly 2022: વિધાનસભામાં ઉઠ્યો પાકિસ્તાન દ્વારા પકડાયેલ ગુજરાતના માછીમારોનો મુદ્દો
Gujarat Assembly 2022: વિધાનસભામાં ઉઠ્યો પાકિસ્તાન દ્વારા પકડાયેલ ગુજરાતના માછીમારોનો મુદ્દો

ગુજરાત સરકારે કુલ 18 વાર ભારત સરકારના ગૃહ મંત્રાલયને રજૂઆતો કરી છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે અગાઉ સંબોધન કરતા કહ્યું કે, આજના દિવસોમાં 643 માછીમારો અને ઘણી ફિશિંગ બોટો પાકિસ્તાનના કબજામાં છે. આપણા માછીમારોને પાકિસ્તાનની જેલમાં (In a Pakistani prison)ભારે ત્રાસ અને માનવ અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવે છે.

ગાંધીનગર: રાજ્યના 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. ગતવર્ષ 2020માં 166 અને 2021માં 195 મળીને બે વર્ષમાં 358 માછીમારીને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલ(Fishing caught by Pakistan) છે. રાજ્ય સરકારે વર્ષ 2020માં 7 વાર અને 2021માં 11 વાર રજૂઆતો મળી કુલ 18 વાર રજૂઆતો કરીને ભારત સરકારના ગૃહ મંત્રાલયને પુરી પાડી છે.

આપણા માછીમારોને પાકિસ્તાનની જેલમાં ભારે ત્રાસ અને માનવ અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવે છે.
આપણા માછીમારોને પાકિસ્તાનની જેલમાં ભારે ત્રાસ અને માનવ અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવે છે.

આ પણ વાંચો: India Pakistan Water Border : પાકની વધુ એક નાપાક હરકત, પાકિસ્તાને કર્યું વધુ એક બોટનું અપહરણ

દૈનિક 300 રૂપિયાની સહાય - પાકિસ્તાન દ્વારા પકડાયેલ ગુજરાતી માછીમારોના કુટુંબના જીવન નિર્વાહ (livelihood Gujarati fishermen)માટે રાજ્ય સરકાર દ્વારા દૈનિક 300 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આવા માછીમાર કુટુંબી સંખ્યા સને 2020માં 184 અને સને 2021માં 232 છે. રાજ્યના 517 માછીમારો જેલમાં છે. તો પણ સહાય 323 કુટુંબોને જ ચુકવવામાં આવે છે.

આ પણ વાંચો: પાકનું નાપાક કૃત્ય: પાકિસ્તાને 24 કલાકમાં 13 બોટ સાથે 78 માછીમારોનું કર્યું અપહરણ

માત્ર 20 માછીમારોને મુક્ત કરાયા - પાકિસ્તાનની જેલમાં 519 માછીમારો છે. સને 2020 માં 163 અને 2021 માં 195 માછીમારોને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલ છે. તે પૈકી બે વર્ષમાં રાજ્યના માત્ર 20 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે અગાઉ સંબોધન કરતા કહ્યું કે - ગુજરાતનો નદી કિનારો પાકિસ્તાનની સરહદને અડીને આવેલો છે અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી (Pakistan Marine Security)આપણા માછીમારોને માછીમારી બોટ સાથે વારંવાર આ સરહદે લઈ જાય છે. પાકિસ્તાને ગુજરાતમાંથી 10 બોટ અને 60 માછીમારો પકડાયા હતા. આ ઉપરાંત ગુજરાતમાં ત્રણ ઘટનાઓમાં પાકિસ્તાની મરીન સિક્યુરિટીએ 23 માછીમારો સહિત 3 ફિશિંગ બોટને ઝડપી લીધી હતી. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આજના દિવસોમાં 643 માછીમારો અને ઘણી ફિશિંગ બોટો પાકિસ્તાનના કબજામાં છે. આપણા માછીમારોને પાકિસ્તાનની જેલમાં ભારે ત્રાસ અને માનવ અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવે છે. તેથી ગુજરાતના માછીમારોની સુરક્ષા માટે સરકાર યોગ્ય પગલાં ભરવા વિનંતી છે. આ ઉપરાંત સાંસદ શકિતસિંહે સરકારને એવી પણ વિનંતી કરી કે, પાકિસ્તાન દ્વારા તાજેતરમાં પકડાયેલા માછીમારોને તેમની બોટ સહિત વહેલામાં વહેલી તકે પરત લાવવામાં આવે. વિધાનસભામાં દર્શાવેલ અને શક્તિસિંહ ગોહિલે અગાઉ સંબોધનમાં બતાવેલ આંકડાઓમા તફાવત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.