ST નિગમના કર્મચારીઓના ભથ્થા સાથે ફિક્સ પગાર વધ્યો, હડતાલ : પૂર્ણેશ મોદી

author img

By

Published : Sep 21, 2022, 8:06 PM IST

Updated : Sep 21, 2022, 8:50 PM IST

ST નિગમના કર્મચારીઓના ભથ્થા સાથે ફિક્સ પગાર વધ્યો, હડતાલ : પૂર્ણેશ મોદી

સુરત STના કર્મચારીઓને આજદિન સુધી ગ્રેડ પે ન વધતાં અને મોંઘવારી ભથ્થું ન મળતાં કર્મચારીઓમાં નારાજગી અને GSRTC બસોની સર્વિસ બંધ રાખવાની ચિમકી આપવામાં આવી હતી. જ્યારે આજે આ આંદોલનનો અંત (GSRTC Department employees protest over) આવ્યો છે. ST નિગમના કર્મચારીઓને સરકાર દ્વારા નાણાકીય ફાયદાઓ (Grade Pay and DA benefits by Government) આપવામાં આવ્યા છે.

ગાંધીનગર રાજ્યમાં ST વિભાગના કર્મચારીઓની પડતર માંગને લઈને 23 સપ્ટેમ્બર 2022ના દિવસે GSRTC બસોની સર્વિસ બંધ રાખવાની ચિમકી આપવામાં આવી હતી. 20 સપ્ટેમ્બર 2022ના રોજ રાજ્યના વાહન વ્યવહાર મોદીની આગેવાની હેઠળ ST વિભાગના કર્મચારીઓના ત્રણ મંડળો સાથે મોડી રાત સુધી બેઠકો યોજવામાં આવી હતી. તમામ બાબતે ચર્ચા કરીને હડતાલનો અંત લાવવાનો સફળ પ્રયાસ થયો હતો. સરકાર દ્વારા નાણાકીય ફાયદા પણ કર્મચારીઓને આપવામાં આવ્યા છે.

એસટી નિગમના કર્મચારીઓની જે રજૂઆતો હતી તેને ધ્યાને લઈને ત્રણેય માન્ય યુનિયનોના હોદ્દેદારો સાથે બેઠક બાદ તમામની સહમતીથી માંગણીઓ નો હકારાત્મક ઉકેલ

હકારાત્મક નિર્ણય વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, એસટી નિગમના કર્મચારીઓની જે રજૂઆત હતી. તેને ધ્યાને લઈને ત્રણેય માન્ય યુનિયનોના હોદ્દેદારો સાથે બેઠક બાદ તમામની સહમતીથી માંગણીઓનો હકારાત્મક ઉકેલ તેમજ પગારમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ફિક્સ પગારના કર્મીઓના વેતનમાં રૂપિયા 2,000 સુધીનો વધારો (GSRTC employee Fixed Salary Increased) કર્યો છે. ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ પેની (GSRTC employee Grade Pay Increased) અમલવારી કરીને તે મુજબનું ચૂકવવાનું બાકી એરીયર્સ 01 ઓક્ટોબર 2022 સુધીમાં ચુકવવામાં આવશે. નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની 11 ટકા અસર સપ્ટેમ્બર 2022 અને પેઈડ ઈન ઓક્ટોબર 2022માં અસર આપવામાં આવશે. જ્યારે બાકી 3 ટકા મોંઘવારી ભથ્થાની અસર 01 ફેબ્રુઆરી 2023થી આપવામાં આવશે.

ગ્રેડ પે અને  મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમ
ગ્રેડ પે અને મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમ

ક્યારે ચૂકવવામાં આવશે ભથ્થું આ 11 ટકા મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમ 3 હપ્તામાં ચુકવવા નકકી કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ હપ્તો 24 ઓક્ટોબર 2022 સુધીમાં, બીજો હપ્તો 14 જાન્યુઆરી 2023 સુધીમાં જ્યારે ત્રીજો હપ્તો 25 એપ્રિલ 2023 સુધીમાં આપવામાં આવશે. કર્મીઓને આપવામાં આવતું ખાસ ભથ્થુ, સ્પેશિયલ પે, રાત્રી પાળી ભથ્થુ, કેશ એલાઉન્સ, ધોલાઈ ભથ્થુ, બુટ ભથ્થુ, લાઈન ભથ્થું, રાત્રિ રોકાણ ભથ્થું, આઉટ સ્ટે એલાઉન્સ અને મેળા ભથ્થામાં નોંધપાત્ર સુધારો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિગમના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે નોશનલ, ઈન્ક્રીમેન્ટ અને સુધારેલ ગ્રેડ પે ધ્યાને લઈને તે મુજબ ઓવરટાઈમ ચુકવવામાં આવશે.

હક્ક રજાનું રોકડમાં ચુકવણું વર્ષ 2021 અને 2022ની હક્ક રજાનું રોકડમાં ચુકવણું તેમજ નિવૃત્ત કર્મચારીઓનું ચુકવણું (Retired employees Payment) આગામી 24 ઓક્ટોબર 2022 સુધીમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રાઇવર કમ કંડકટરના સંવર્ગ રદ કરીને ડ્રાઇવર અથવા કંડકટર પૈકી તેમની પસંદગી મુજબ જે તે કક્ષામાં તેઓનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવે છે. વર્ષ 2020-21ના વર્ષના એક્સગ્રેસીયા બોનસનું ચુકવણું (Exgratia Bonus Payment) કરવાનો નિર્ણય તેમજ નિગમ કક્ષાએ નવીન હેલ્પલાઈન નંબર પ્રસિદ્ધ કરીને આ પ્રશ્નોનું નિરાકરણ કરવાનું રહેશે.

Last Updated :Sep 21, 2022, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.