રાજયના DGP આશિષ ભાટિયા અને મુખ્યસચિવ પંકજકુમારને મળ્યું એક્સ્ટનશન, હવે વિધાનસભા ચૂંટણી સુધી રહેશે યથાવત

author img

By

Published : May 29, 2022, 2:21 PM IST

રાજયના DGP આશિષ ભાટિયા અને મુખ્યસચિવ પંકજકુમારને મળ્યું એક્સ્ટનશન, હવે વિધાનસભા ચૂંટણી સુધી રહેશે યથાવત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે રાજ્યના મુખ્ય 2 વડા એટલે કે મુખ્ય સચિવ અને પોલીસ વડા (Gave Extension To Chief Secretary And Chief Of Police) નિવૃત્ત થઇ રહ્યા હતા, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારના ભલામણ હેઠળ બંને કેડરના અધિકારીને એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે રાજ્યના મુખ્ય 2 વડા એટલે કે મુખ્ય સચિવ અને પોલીસ વડા (Gave Extension To Chief Secretary And Chief Of Police) નિવૃત્ત થઇ રહ્યા હતા, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારના ભલામણ હેઠળ બંને કેડરના અધિકારીને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જેથી મુખ્ય સચિવ પંકજકુમાર અને આશિષ ભાટિયા કે જેઓ પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી ફરજ બજાવી શકશે.

આ પણ વાંચો: AMC જનરલ બોર્ડની બેઠકમાં મકતમપુરા વોર્ડ બન્યો ચર્ચાનો વિષય

DGP આશિષ ભાટિયા 31 જાન્યુઆરીએ નિવૃત થશે : ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા (Gave Extension To Ashish Bhatia) 31 મેના દિવસે નિવૃત્ત થઇ રહ્યા હતા, પરંતુ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા DGPનો કાર્યક્રમ ફરજિયાત 2 વર્ષનો રાખવામાં આવ્યો છે તે નિયમને ધ્યાનમાં લઈને રાજ્યના આશિષ ભાટિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તેઓને 8 મહિના સુધીનો એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 31 મેના રોજ આશિષ ભાટિયા નિવૃત થતા હતા ત્યારે હવે 8 મહિના બાદ તેઓ સત્તાવાર રીતે નિવૃત્ત થશે અને તેઓ હવે 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થશે. 31 જાન્યુઆરી સુધી તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022ના અંતમાં યોજાનારી છે, ત્યારે ચૂંટણી સમયમાં પણ તેઓ BGP તરીકેની ફરજ બજાવશે.

રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર 31 જાન્યુઆરીએ નિવૃત થશે : રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારને પણ 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને તેઓ પણ 31 મેના રોજ નિવૃત્ત થઇ રહ્યા હતા. વર્ષ 2022ની ચૂંટણીના વ્યવસ્થાના ભાગરૂપે તેઓને 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને હવે પંકજકુમાર પણ 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થશે. રાજ્યના મહત્વના 2 અધિકારી DGP અને રાજ્યના મુખ્ય સચિવ બંને 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત જાહેર કરવામાં આવશે. ત્યારબાદ બંને પોસ્ટ ઉપર નવા અધિકારીઓની નિમણૂક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: રાષ્ટ્રીય મેંગો ફેસ્ટીવલમાં 350થી વધુ કેરીની વેરાયટીઓ મળી જોવા

DGP અને CS ક્યારે લીધો હતો ચાર્જ : 31 જુલાઈ 2020 ના દિવસે રાજ્યના DGP તરીકે આશિષ ભાટિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી, આશિષ ભાટિયાએ 1 ઓગસ્ટના રોજ DGP તરીકે ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે રાજયના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારને 27 ઓગસ્ટt 2021ના રોજ મુખ્ય સચિવ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ 1 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર રીતે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તરીકે નો ચાર્જ સંભાળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.