ચૂંટણી પંચની તૈયારી પૂરજોશમાં, મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્યભરના BLOને આપ્યું માર્ગદર્શન

author img

By

Published : Sep 12, 2022, 9:10 AM IST

ચૂંટણી પંચની તૈયારી પૂરજોશમાં, મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્યભરના BLOને આપ્યું માર્ગદર્શન

ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારથિએ રાજ્યભરના બૂથ લેવલ ઓફિસર્સ સાથે બેઠક યોજી હતી. અહીં તેમણે આ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. election commission virtual meeting, gujarat elections

ગાંધીનગર વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના (gujarat elections) બાકી છે. તેવામાં તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો હવે ગુજરાત ચૂંટણી પંચ (gujarat election commission) દ્વારા પણ ચૂંટણીની તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

અપાયું માર્ગદર્શન આ તૈયારીઓ અંતર્ગત ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારથિ (P Bharathi Election commissioner) સહિતના ઉચ્ચ અધિકારીઓએ BISAGના માધ્યમથી રાજ્યભરના બૂથ લેવલ ઑફિસર્સ (booth level officers) અને સુપરવાઈઝર્સ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી તેમને માર્ગદર્શન આપ્યું હતું. જોકે અત્યારે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (Gujarat Voter List Reform Program) ચાલી રહ્યો છે. ત્યારે BLO & Supervisors SATCOM Refresher Training Program અંતર્ગત વિશેષતઃ વિવિધ ફોર્મ્સમાં કરવામાં આવેલા વૈધાનિક સુધારાઓ તેમ જ GARUDA ઍપ્લિકેશન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

100 ટકા સહભાગી હોવી જોઈએ મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારથિએ (P Bharathi Election commissioner) જણાવ્યું હતું કે, મતદાર યાદી ક્ષતિરહિત, સમાવેશી અને 100 ટકા ટકા સહભાગિતાપૂર્ણ હોવી જોઈએ. તે જ ચૂંટણી પ્રક્રિયાનો મુખ્ય આધાર છે. અગાઉ હાઉસ ટૂ હાઉસ વિઝીટ કરી બૂથ લેવલ ઓફિસર્સ (booth level officers) દ્વારા 10,00,000થી વધુ ફોર્મ એકઠાં કરવાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ મહત્વનું કાર્ય યુવા અને મહિલા મતદારોને જોડવાનું છે.

કેમ્પની કામગીરી જરૂરી તેમણે વધુમાં (P Bharathi Election commissioner) ઉમેર્યું હતું કે, 4 સપ્ટેમ્બર અને 11 સપ્ટેમ્બરે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (Gujarat Voter List Reform Program) અંતર્ગત યોજાનારા કેમ્પમાં મહત્તમ કામગીરી થાય તે જરૂરી છે. તો 11 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરનારા નાગરિકોના જ નામનો 12 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ થનારી મતદાર યાદીમાં સમાવેશ (gujarat voter list 2022) કરવામાં આવશે.

કોની રહી ઉત્તમ કામગીરી બૂથ લેવલ ઑફિસર્સની (booth level officers) કામગીરીને બિરદાવતાં મુખ્ય ચૂંટણી અધિકારીએ (P Bharathi Election commissioner) જણાવ્યું હતું કે, મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (Gujarat Voter List Reform Program) અંતર્ગત બૂથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના કાલોલ, બનાસકાંઠા જિલ્લાના દાંતા, પાટણ જિલ્લાના સિદ્ધપુર અને દાહોદના બુથ લેવલ ઓફિસર્સ દ્વારા ઉત્તમ કામગીરી કરાઈ છે. વિધાનસભા મતવિસ્તાર મુજબ ઉત્તમ કામગીરી કરનાર BLO તથા સુપરવાઈઝર્સને પ્રોત્સાહન આપવાની બાબત પણ વિચારણા હેઠળ છે.

ચલાવાશે વિશેષ ઝૂંબેશ તો અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેકે જણાવ્યું હતું કે, મતદાર યાદી (gujarat voter list 2022) સંપૂર્ણ અને ક્ષતિરહિત બને તે માટે અત્યાર સુધી મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (Gujarat Voter List Reform Program) અંતર્ગત ગત 2 રવિવાર ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં 2.5થી વધુ યુવા નાગરિકોએ મતદાર તરીકે નોંધણી માટે અરજી કરી છે અને હવે આગામી 2 રવિવાર તથા બાકીના દિવસો ખૂબ મહત્વના છે. અધિક મુખ્ય નિર્વાચન અધિકારીએ અત્યાર સુધી BLO તથા સુપરવાઈઝર્સ દ્વારા જે નિષ્ઠા અને મહેનતથી કામગીરી કરી છે. તે રીતે આગામી દિવસોમાં પણ મહત્તમ કામગીરી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વિસ્તારના આગેવાનો અને સોસાયટીઓની કમિટીના હોદ્દેદારોની મદદ અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર. કે. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, શહેરી વિસ્તારોમાં કામ કરતાં બૂથ લેવલ ઓફિસર્સે (booth level officers) થોડી અલગ કાર્યપદ્ધતિ અપનાવી વિસ્તારના આગેવાનો અને સોસાયટીઓની કમિટીના હોદ્દેદારોની મદદ લઈ મહત્તમ નાગરિકો સુધી જરૂરી માર્ગદર્શન કે મેસેજ પહોંચાડી શકાય છે. આ ચૂંટણીમાં શહેરી નાગરિકોની સહભાગિતા વધે તે માટે ચૂંટણી પંચ (gujarat election commission) દ્વારા મહત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે બુથ લેવલ ઓફિસર્સની ભૂમિકા મહત્વની બની જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.