ETV Bharat / city

ડ્રગ્સ, દરિયો અને ગુજરાત: 10 અંડરકવર ઑપરેશન થકી 5000 કરોડનો માલ જપ્ત

author img

By

Published : Aug 1, 2022, 7:22 PM IST

Updated : Aug 1, 2022, 8:37 PM IST

મિશન ડ્રગ્સ ડેમોલિશનઃ 10 અંડરકવર ઑપરેશન થકી 5000 કરોડનો માલ જપ્ત
મિશન ડ્રગ્સ ડેમોલિશનઃ 10 અંડરકવર ઑપરેશન થકી 5000 કરોડનો માલ જપ્ત

ગુજરાતના દરિયાના કિનારાને ડ્રગ ઘુસાડવા માટેનું (Gujarat Sea Cost Drugs smuggling) કેન્દ્ર માનવામાં આવે છે. પરંતુ, ગુજરાત ATS, કેન્દ્રની તપાસ એજન્સી અને ગુજરાત પોલીસે (Drugs Case Investigation) સમયાંતરે અંડરકવર ઑપરેશન કરીને ડ્રગ્સના મોટા કન્સાઈનમેન્ટ (Drug Consignment) જપ્ત કર્યા છે. જોઈએ આ તમામ અંડરકવર ઑપરેશનની કેસ પાછળી હકીકત. જેને રાજ્યના ગૃહવિભાગે જાહેર કરીને માહિતી આપી છે.

ગાંધીનગર: ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાથી દેશમાં ડ્રગની સપ્લાય (Gujarat Sea Cost Drugs smuggling) કરવામાં આવી રહી છે. જ્યારે ગુજરાતનો દરિયાકિનારો ગેટવે ઓફ ડ્રગ્સ તરીકે પણ (Drugs Case Investigation) ઓળખાતો થયો છે ત્યારે ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ મળીને કુલ 10 જેટલા અંડરકવર (Gujarat ATS Undercover Operation) ઓપરેશન કર્યા હતા. જેમાં ગુજરાત ATS દ્વારા છેલ્લા છ મહિનામાં 422 જેટલા કેસ રજીસ્ટર કરીને 667 ડ્રગ્સ માફિયાઓની ધરપકડ (Drug Consignment) કરવામાં આવી છે. જ્યારે 25,699 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય બજાર કિંમતમાં 5,000 કરોડ રૂપિયાનો માલ પણ જપ્ત કરી લેવાયો છે.

આ પણ વાંચોઃ નદીમા ભારે પાણીની આવક થતા નવા ઉમરપાડાથી જૂના ઉમરપાડાને જોડતો બ્રિજ થયો ધરાશાયી

ગુજરાતની જેલમાં માફિયાઃ ડ્રગ કેસમાં 30 પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા ગુજરાતની જેલમાં બંધ છે. રાજ્યના ગૃહ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સની હેરાફેરી અને ગુજરાતમાં ડ્રગ્સની ઘૂસણખોરી અંતર્ગત 30 પાકિસ્તાની 17 ઈરાની બે અફઘાની અને એક નાઈજરીયનની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં જે ડ્રગ્સ ની ઘોષણ દાણચોરી કરવામાં આવે છે જેનો હિસાબ કરીએ તો કરોડો રૂપિયાના ડ્રગ્સ ભારતમાં વેંચાય છે અને પાકિસ્તાન કમાય છે. આ પૈસાનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃતિઓ માટે કરવામાં આવે છે. જોઈએ આવા ઑપરેશનની સક્ષિપ્ત યાદી....

મિશન ડ્રગ્સ ડેમોલિશનઃ 10 અંડરકવર ઑપરેશન થકી 5000 કરોડનો માલ જપ્ત
મિશન ડ્રગ્સ ડેમોલિશનઃ 10 અંડરકવર ઑપરેશન થકી 5000 કરોડનો માલ જપ્ત

રીટર્ન બેક ફેઈલઃ ગુજરાતી ટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી ભારત પાકિસ્તાન મરીન બોર્ડર પાસે 9 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી, ઇહે અલ હજ નામની બોટમાંથી 280 કરોડ રૂપિયાની કિંમતની 56 kg હેરોઇન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે ડ્રગ માફિયા પોતાની બોટ લઈને પરત પાકિસ્તાન જવાની તૈયારી કરતા હતા. પરંતુ કોસ્ટગાર્ડની ફાયરિંગ સતત હોવાને કારણે તેઓ સફળ થયા ન હતા. આ રીતે સમગ્ર ઑપરેશન પાર પાડ્યું.

આ પણ વાંચોઃ અમૂલની મોટી સિદ્ધિ, એનિમલ હેલ્થ અને રીપ્રોડકટિવિટી માટે કર્યું મોટું કામ

શાકભાજીની આડમાં ડ્રગ્સઃ ગુજરાત પોલીસે ડ્રગ્સ બાબતે એક મહત્વના કેસનો ઉકેલ લાવ્યો હતો. જેમાં મુંબઈના સૌથી મોટો ડ્રગ્સ માફિયાને ગુજરાતના સલાયા બંદર પરથી પકડી લેવાયો હતો. મુંબઈના સૌથી મોટા ડ્રગ્સ માફિયા છેલ્લા 20 વર્ષથી બે રોકટોક શાકભાજી વેચવાની આડમાં ડ્રગ્સનો વ્યાપાર કરતો હતો. માફિયા સઝાદ સિકંદરનું પાકિસ્તાન અને મધુભાઈ પણ કનેક્શન સામે આવ્યું છે. આ ઓપરેશનમાં 63 કિલો હિરોઈન અને 137 કિલો ડ્રગ્સ જપ્ત કરીને કુલ 315 કરોડ રૂપિયાની કિંમતનો માલ જપ્ત થયો હતો.

ડ્રગ પણ ઓનલાઈનઃ ગુજરાત પોલીસના ઓનલાઈન ડ્રગના કારોબારની પણ માહિતી સામે આવી હતી. ગુજરાતમાં તથા અન્ય જગ્યાએ ડ્રગ્સનું વેચાણ ઓનલાઈન થઈ રહ્યું છે. વિદેશથી ડ્રગ્સ મંગાવવા માટે ટોલ બ્રાઉઝર મારફતે ડાર્ક વેબનું ઉપયોગ થઈ રહ્યો હતો. તમામ ખરાબ અને ગેરકાયદેસર કામ ઓનલાઈન માધ્યમથી થવાની ગંધ પોલીસને આવી હતી. આ વેબસાઈટ મારફતે અલગ અલગ કન્સાઇનમેન્ટ થી એક હાઈ પ્રોફાઈલ સલૂન વાળો વ્યક્તિ પોતાના પાંચ મિત્રો સાથે ડ્રગ્સ ના ઈમ્પોર્ટ કરતા હતા જેમાં ઇન્ટરનેટ અને ક્યુઆર કોડની મદદથી ચાલનારા આ સમગ્ર કોભાંડને ફોરેન્સિક ટીમ અને કસ્ટમ સાથે મળીને ગુજરાત પોલીસે ઝડપી હતી જેમાં 100 જેટલી અલગ અલગ જગ્યા ઉપર રેડ પાડીને 250 કિલોના ડ્રગ્સની 10 કરોડની કિંમતનો જથ્થો જપ્ત કરાયો હતો.

આ પણ વાંચોઃ જાણો શું છે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10 ટકા અનામતનો મુદ્દો?

કોડવર્ડને કારણે પકડાયાઃ ગુજરાતી એટીએસસી જખૌબંદર થી 35 નોટિકલ દૂધ ભારત પાકિસ્તાનની બોર્ડર પર એક મોટું ઓપરેશન કર્યું હતું. જેમાં હુસેની બોટની સાથે 6 પાકિસ્તાનના નાગરિકને પકડી લેવાયા હતા. ડ્રગનો આ માલ પંજાબમાં મોકલવાનો હતો. પરંતુ ગુજરાતના દરિયાકિનારેથી ભારત દેશમાં પ્રવેશવાનો હતો. પાકિસ્તાનના સૌથી મોટા માફિયા હાજીઅસન અને હાજી હાસમને આ માલ મોકલ્યો હતો. જ્યારે આ માલને છોડવા માટે પાકિસ્તાનથી બે કોડ આપવામાં આવ્યા હતા. જેમાં હરિ એક અને હરિ 2 આ કોડ ગુજરાત ATSને પ્રાપ્ત થયો હતો. આ કોડ મારફતે જ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને રૂપિયા 385 કરોડની કિંમતના 77 કિલો હિરોઈન ની જપ્તી કરી હતી.

જામનગરમાં તપાસઃ ગુજરાત પીએસને મળેલી માહિતી પ્રમાણે ગુજરાતના મોરબીના ઝિંઝુવાડા ગામની એક દરગાહ પાસે સમસુદ્દીન હુસૈનમિયા એ પોતાના નવા ઘરમાં મોટી માત્રામાં પાકિસ્તાની ડ્રગ્સ રાખ્યું હોવાની વાત મળી હતી. જેમાં રેડ કરીને 118 કિલો હિરોઈનનો જથ્થો પ્રાપ્ત કર્યો હતો. જેની બજાર કિંમત રૂપિયા 5003 કરોડ રૂપિયા હતી. જેમાં ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી છે. જ્યારે આવી તપાસ હજુ મોરબી જામનગર અને દિલ્હીમાં તપાસ કરીને એક નાઈઝીરીયા સહિત કુલ 14 આરોપીઓની ધરપકડ કરી છે..

આ પણ વાંચોઃ અંધશ્રદ્ધાએ 9 વર્ષની બાળકીનો લિધો ભોગ, કારણ જાણીને તમે પણ ચોંકિ જશો

ગુજરાતમાં ડીલેવરીઃ ગુજરાત પોલીસે પોરબંદર થી 180 નોટિકલ માલપુર ભારત પાકિસ્તાનની બોર્ડર પર એક ઓપરેશન કર્યું હતું. જેમાં ગુજરાતી એટીએસ અને 28 કલાક સુધી સતત સમુદ્રમાં રહીને આ ઓપરેશન પાર પાડ્યું હતું જુમમાં નામની બોટમાંથી 150 કરોડની કિંમતના 30 કિલો હિરોઈન ની ચપટી અને સાથે 7 ઈરાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પાકિસ્તાન અને ઈરાની ડ્રગ્સ માફિયા એ કંસાઇનમેન્ટ ભારતીય સીમા પસાર ગુજરાતમાં કન્સાઈમેન્ટ ઉતારવાનું હતું.

બાડમેરથી આવતા હતાઃ ગુજરાતી એટીએસએ રાજસ્થાનને મોટા ડ્રગ્સ નેટવર્ક અને નેતા નાબૂદ કર્યું છે. નુરાખાન અને કાયમખાન કે જેઓ રાજસ્થાનના બાડમેરથી માફિયા હતા. જેઓ ગુજરાતના રસ્તેથી ડ્રગ્સની હેરાફેરી કરવાની તૈયારીમાં હતા. પરંતુ તેઓ ગુજરાતની સરહદમાં પહોંચે તે પહેલા જ ગુજરાત પોલીસે એમને પકડી લીધા હતા. બન્ને આરોપીઓ પાસેથી 20 લાખ રૂપિયા ની કિંમતનું 200 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની સાથે ધરપકડ પણ કરી હતી..

આ પણ વાંચોઃ અમદાવાદમાંથી 6 CNG રીક્ષાની ચોરીનો પાટણ LCBએ ભેદ ઉકેલ્યો

ડ્રગનો ગેટ વેઃ પાકિસ્તાની અને ઈરાનીઓ ગુજરાતના દરિયાકિનારાને ગેટવે ઓફ ડ્રગ્સ તરીકે માને છે. ગુજરાત એટીએસ દ્વારા પણ સરહદ પર ખાસ પ્રકારની સુરક્ષા રાખવામાં આવી છે. જેમાં ગુજરાત પોલીસે ડી આર આઈ ની સાથે મળીને પીપાવાવ પોર્ટ પર રેડ કરી હતી જેમાં સુતરીઓમાં વિટેલા 395 નો જથ્થો ગુજરાત એટીએસ એ જપ્ત કર્યો હતો. જે એક ખાસ ઑપરેશન હતું.

જીપ્સમની બોરીઃ કંડલા પોર્ટ પરથી જીપ્સમની બોરીમાં ડ્રગ્સ અને હેરોઈન મોકલવામાં આવ્યું હતું. જેમાં 250 કિલો ડ્રગ્સ મળ્યું હતું. જેની બજાર આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 1439 કરોડ છે. તે પણ જપ્ત કરવામાં આવ્યું છે. આમ ATSની જાણકારી પર ડી આર આઈ ની મદદથી આ ડ્રગનું કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું હતું.

ડ્રગ્સ, દરિયો અને ગુજરાત: 10 અંડરકવર ઑપરેશન થકી 5000 કરોડનો માલ જપ્ત
ડ્રગ્સ, દરિયો અને ગુજરાત: 10 અંડરકવર ઑપરેશન થકી 5000 કરોડનો માલ જપ્ત

જખૌ પોર્ટ પર માલઃ ભારત અને પાકિસ્તાન મરીન બોટલ લાઈન ઉપર એક મોટું ઓપરેશન પાડવામાં આવ્યું હતું. જેમાં એક પાકિસ્તાની બોટ જે ડ્રગનો જથ્થો લઈને પાકિસ્તાનના ગોધરા એરપોર્ટથી ભારત બાજુ આવી રહી હતી. આ માલ ગુજરાતના જખૌ પોર્ટ પર આવવાનો હતો. ગુજરાત એ.ટી.એસ.એ તેઓને દરિયાની વચ્ચે જ પકડી લેતા શખ્સો ભાગી શક્યા ન હતા. પોતાની જાન બચાવવા માટે તમામ ડ્રગ્સને પાણીમાં નાખી દીધું હતું. પરંતુ તરવૈયાઓની મદદથી ચાર દિવસની મહેનત બાદ 49 કિલો ડ્રગ્સ સમુદ્રમાંથી બહાર કાઢ્યું હતું. જેની કિંમત 245 કરોડ રૂપિયા હતી.

Last Updated :Aug 1, 2022, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.