ETV Bharat / city

Doctors strike called off : સરકારે તમામ માગ સ્વીકારી, હપ્તે ચૂકવણી થશે

author img

By

Published : Jan 20, 2022, 3:58 PM IST

Doctors strike called off :  સરકારે તમામ માગ સ્વીકારી, હપ્તે ચૂકવણી થશે
Doctors strike called off : સરકારે તમામ માગ સ્વીકારી, હપ્તે ચૂકવણી થશે

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્ય સરકારે ડૉક્ટર એસોસિએશનની તમામ માગ સ્વીકારી છે. જેને પગલે હડતાળના પગલાંનો સુખદ અંત (Doctors strike called off) આવ્યો છે.

ગાંધીનગર : રાજ્યના ડોક્ટર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી આપવામાં આવી હતી. છેલ્લા નવ વર્ષથી બાકી રહેલ પ્રશ્નનું નિરાકરણ નવી સરકારમાં પણ ન આવતા અને ડૉક્ટરોએ હડતાળ પાડવાની ચીમકી આપી હતી. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે તાબડતોબ સાથે બેઠક (Health Minister Hrishikesh Patel meeting with doctors) યોજીને તમામ પડતર પ્રશ્ન મુદ્દે જાણકારી મેળવી હતી. ત્યારબાદ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે ત્રણ પ્રધાનોની કમિટી તૈયાર કરીને આ મામલે લાવવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્ય સરકારે ડૉક્ટર એસોસિએશનની પર તમામ માગ (Doctors strike called off) સ્વીકારી છે.

31 માર્ચ સુધીમાં રાજ્ય સરકાર સત્તાવાર નોટીફીકેશન પણ જાહેર કરશે

સરકારે કઈ કઇ માગ સ્વીકારી

1. રાજ્યમાં તબીબોને નોન પ્રેક્ટિસ એલાઉન્સ

2. બેઝિક પગાર + નોન પ્રેક્ટીસ એલાઉન્સ

3. તબીબોની એડહોક સેવા વિનયમિત કરવા

4 કેરિયર એડવાંસમેન્ટ સ્કીમનો તબીબી શિક્ષકો લાભ આપવા બાબત

5 ડેન્ટિસ્ટ અને આયુષ શિક્ષકો ને લાભ આપવા બાબત

6. MBBS કરાર આધારિત તબીબોના પગાર ભથ્થાં વધારવા બાબત

7. GMERS ના NPS અને ગ્રેજ્યુએટ લાગુ કરવી

31 માર્ચ સુધીમાં સરકાર GR કરશે

ડોક્ટર એસોસિએશનના આગેવાન અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર રજનીશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સાથે થયેલી બેઠકમાં (Health Minister Hrishikesh Patel meeting with doctors) સુખદ અંત આવ્યો છે રાજ્ય સરકારે તમામ માંગનો સ્વીકાર (Doctors strike called off) કર્યો છે અને આ તમામ માંગ રાજ્ય સરકારે સ્વીકાર કર્યા બાદ 31 માર્ચ સુધીમાં રાજ્ય સરકાર સત્તાવાર નોટીફીકેશન પણ જાહેર કરશે.

આ પણ વાંચોઃ કૃષિ પ્રધાનના અધ્યક્ષ સ્થાને કિસાન સંઘની યોજાઇ બેઠક, પડતર પ્રશ્નો બાબતે થઇ ચર્ચાઓ

સરકારે 3 પ્રધાનોની કમિટી તૈયાર કરી હતી

ડોક્ટર સાથે બેઠક બાદ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં હડતાળની ચીમકી બાદ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇ, પૂર્ણશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી પાટણ પ્રધાનોની કમિટી તૈયાર કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે તમામ પડતર પ્રશ્નો બાબતની ઝીણવટભરી માહિતી આપી હતી અને ત્યાર બાદ તાત્કાલિક ધોરણે તમામ પ્રશ્નોનું નિરાકરણ (Doctors strike called off) લાવવામાં આવ્યું છે.

તબક્કાવાર ચૂકવણું કરવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા તમામ પડતર માગણીઓનો (Health Minister Hrishikesh Patel meeting with doctors) સ્વીકાર કરવામાં આવ્યો છે ત્યારે અમુક રકમ કરજે અને છેલ્લા નવ વર્ષથી ચૂકવવાની બાકી હતી તે રકમ પણ ચૂકવવામાં આવશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા ડોક્ટર્સ અને તબક્કાવાર બાકીનું ચુકવણું (Doctors strike called off) કરવામાં આવશે. આ બાબતે રાજ્યના નાણાં વિભાગ દ્વારા સત્તાવાર નોટીફિકેશન પણ ટૂંક સમયમાં થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચોઃ કેબિનેટ બેઠકમાં કોરાનાની વર્તમાન સ્થિતી અને ડોક્ટરોની હડતાળ અંગે કરવામાં આવી ચર્ચાઓ : રાજ્ય પ્રવક્તા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.