ETV Bharat / city

Date Extended for Talati Form : તલાટી પરીક્ષા ફોર્મ ભરવા માટેના ઉમેદવારોને આનંદો! મુદત વધી

author img

By

Published : Feb 14, 2022, 7:30 PM IST

Date Extended for Talati Form :  તલાટી પરીક્ષા ફોર્મ ભરવા માટેના ઉમેદવારોને આનંદો! મુદત વધી
Date Extended for Talati Form : તલાટી પરીક્ષા ફોર્મ ભરવા માટેના ઉમેદવારોને આનંદો! મુદત વધી

રાજ્યમાં તલાટી મંત્રી નોકરી માટે ફોર્મ ભરવાનું ચાલુ છે. ત્યારે સર્વર સમસ્યાથી પરેશાન ઉમેદવારોને રાહત આપતાં સમાચાર (Date Extended for Talati Form) આવી રહ્યાં છે.

ગાંધીનગર : રાજ્યના યુવાનોને વધુ રોજગારી પ્રાપ્ત થાય અને ભૂપેન્દ્ર પટેલની સરકાર તરફથી સત્તામાં આવી છે ત્યારથી તમામ વિભાગોમાં ભરતી મેળાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી મંત્રીની જાહેરાત ((Date Extended for Talati Form) ) કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં 17 લાખથી વધુ યુવાનોએ દાવેદારી (Talati Recritment Form 2022) નોંધાવી છે.

ઉમેદવારો માટે રાહતના સમાચાર આપી રહેલાં શ્રમપ્રધાન

રજિસ્ટ્રેશન 17 ફેબ્રુઆરી, ફી માટે 21 ફેબ્રુઆરી સુધી મુદત વધી

જોકે ચાર દિવસથી સર્વરમાં વધુ ટ્રાફિકના કારણે કોઈ પણ ઉમેદવાર ફોર્મ ((Talati Recritment Form 2022) ) ભરી શકતા ન હતાં. જેની ફરિયાદ રાજ્ય સરકારને પડતા રાજ્ય સરકારે ફોર્મ ભરવામાં (Date Extended for Talati Form) બે દિવસ એટલે કે 17 જાન્યુઆરી સુધી અને ફી ભરવામાં પાંચ દિવસ એટલે કે 21 ફેબ્રુઆરી સુધીની મુદત વધારી છે.

ફોર્મ ભરવાની મુદતમાં વધારો

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની જાહેરાત માટે 28 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ઉમેદવારોએ અરજી કરવાની હતી. પરંતુ છેલ્લા ચાર દિવસથી ઓનલાઈન સાઈટમાં વધારે પડતો ટ્રાફિક હોવાના કારણે કોઈ પણ ઉમેદવાર ફોર્મ (Talati Recritment Form 2022) ભરી શકતા નથી. આ ઉપરાંત કોઈપણ પ્રકારનું કાર્ય થઈ શકતું નથી. જેની સીધી ફરિયાદ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ હતી. જે ધ્યાને લઇને રાજ્યકક્ષાના શ્રમપ્રધાન બ્રિજેશ મેરજા (Labor Minister Brijesh Merja) એક પત્રકાર પરિષદ સંબોધીને આ તમામ તારીખમાં સુધારો જાહેર કર્યો છે. જેમાં ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખે 15 ફેબ્રુઆરી હતી. તેમાં બે દિવસના વધારા સાથે 17 ફેબ્રુઆરી કરવામાં આવી છે અને ફી ભરવાની તારીખ માં 21 ફેબ્રુઆરી સુધીની મુદતમાં એટલે કે પાંચ દિવસનો વધારો (Date Extended for Talati Form) કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Forest Department Recruitment 2022 : 2018ની પડતર ભરતી 2022માં થશે, નવા ઉમેદવારો ફોર્મ નહીં ભરી શકે

2 સર્વર પરથી થઈ રહ્યું છે કામ

બ્રિજેશભાઈ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની એજન્સી nic ના પેજ ઉપર અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. જ્યારે વધુ પડતો ઓનલાઈન ટ્રાફિક થવાના કારણે સાઇટ ((Talati Recritment Form 2022) ) ધીમે ચાલી રહી છે. જેને ધ્યાનમાં લઈને જ ઉમેદવારો માટે અને ઉમેદવારોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બે દિવસ ઉમેદવારી પત્ર ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને ફી ભરવાની મુદતમાં પાંચ દિવસનો વધારો (Date Extended for Talati Form) કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Vidya Sahayak Recruitment 2022 : પાટણમાં વિદ્યાસહાયકની ભરતીમાં ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો

3300 જેટલી જગ્યાઓ પર 17 લાખથી વધુ ઉમેદવારો

રાજ્ય સરકારના પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી મંત્રીની ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ (Talati Recritment Form 2022) કરવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા કુલ 3300 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા (Date Extended for Talati Form) થવાની છે. તેની સામે રાજ્યમાં કુલ 17 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.