ETV Bharat / city

ગાંધીનગરના તાલુકાઓમાં કોવિડ કેર સેન્ટરો ઉભા કરાશે, 700 બેડની વ્યવસ્થા હશે

author img

By

Published : Apr 17, 2021, 3:54 PM IST

Updated : Apr 17, 2021, 4:47 PM IST

કોરોના કેસમાં વધારો થતા ગાંધીનગર તાલુકાઓમાં નવા કોવિડ કેર સેન્ટરો જલ્દી જ શરૂ કરાશે. જેમાં 700 બેડની વ્યવસ્થા આગામી સમયમાં જલ્દી જ ઉપલબ્ધ કરાવાશે.

corona
ગાંધીનગરના તાલુકાઓમાં કોવિડ કેર સેન્ટરો ઉભા કરાશે, 700 બેડની વ્યવસ્થા હશે

  • આઇસોલેટમાં રહેનારને સુવિધા મળશે
  • આગામી સમયમાં જલ્દી શરૂ થશે કોવિડ સેન્ટર
  • જલ્દી કામ શરૂ કરવા કરાયો આદેશ

ગાંધીનગર : જિલ્લાના ગામડાઓમાં પણ કોરોનાનો પગપેસારો ઝડપી થઈ રહ્યો છે. જેને જોતા ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા આગામી દિવસોમાં ગાંધીનગર તેમજ માણસા, દહેગામ, કલોલ તાલુકાઓમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવશે. આ સેન્ટરોમાં 700 બેડની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી આજુબાજુના ગામડાના લોકો કે જેવો સંક્રમિત થઈ રહ્યા છે તેમને અહીં સારવાર આપવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

સમાજ અને વાડીઓમાં પૂરતી સગવડ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ થશે

તાલુકાઓમાં જુદા જુદા વિસ્તારમાં સમાજ અને વાડીઓની અંદર કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. જો કે આ પહેલા પણ કોરોનાના પહેલાં વેવમાં આ રીતે સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા. જે ફરીથી અત્યારની બેકાબૂ થઇ રહેલી કોરોનાની સ્થિતિને જોઈને ઉભા કરવામાં આવશે.

ગાંધીનગરના તાલુકાઓમાં કોવિડ કેર સેન્ટરો ઉભા કરાશે, 700 બેડની વ્યવસ્થા હશે

આ પણ વાંચો : અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેનશન સેન્ટરમાં 900 બેડના કોવિડ સેન્ટરની તૈયારીઓ શરૂ


હોમ આઈસોલેટ રહેલા લોકોને પૂરતી સારવાર હવેથી આ કોવિડ સેન્ટરોમાં મળી રહેશે

ગ્રામીણ વિસ્તારમાં સંક્રમણ વધી રહ્યું છે. હોમ આઇસોલેટમાં રહેતા લોકોને ગમે ત્યારે હોસ્પિટલની જરૂર પડી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કોવિડ કેર સેન્ટર ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે ટાઈમ જમવા તેમજ બે ટાઈમ નાસ્તા સાથે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, મેડિકલ સ્ટાફ પણ ઉપલબ્ધ રહેશે તેમજ અન્ય પ્રકારની સુવિધાઓ કોવિડને લગતી દર્દીઓને આપવામાં આવશે.

આ પણ વાંચો : બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સીટીમાં 170 બેડનું કોવિડ સેન્ટર શરૂ થશે


108 થકી કોવિડ કેર સેન્ટર સુધી લોકોને પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરાશે

જે લોકો સંક્રમિત થયા છે તેઓ આ સેન્ટરો સુધી પહોંચે માટે 108ને તાકીદ કરવામાં આવશે. સંપર્ક કરતા 108 દ્વારા નજીકમાં ઉભા કરેલા સેન્ટરમાં બેડની વ્યવસ્થા જ્યાં હશે ત્યાં બેડ ફાળવવામાં આવશે. જેથી કોરોના સંક્રમિત દર્દીઓને ઘરેથી કોવિડ કેર સેન્ટર લઈ જવા સુધીની સગવડ તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Last Updated :Apr 17, 2021, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.