ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 36 કેસો નોંધાયા, કોવિડ-19એ ફરી વધારી અમદાવાદની ચિંતા

author img

By

Published : Nov 23, 2021, 10:35 PM IST

રાજ્યમાં કોરોનાના નવા 36 કેસો નોંધાયા, કોવિડ-19એ ફરી વધારી અમદાવાદની ચિંતા
રાજ્યમાં કોરોનાના નવા 36 કેસો નોંધાયા, કોવિડ-19એ ફરી વધારી અમદાવાદની ચિંતા

ગુજરાતમાં કોરોના (coronavirus in gujarat) પોઝિટિવ દર્દીઓના કેસો (corona positive cases) આજે 23 નવેમ્બરના રોજ 36 નોંધાયા હતા. 36માંથી 17 કેસો અમદાવાદ કોર્પોરેશન (ahmedabad corporation) વિસ્તારમાં નોંધાયા હતા, જેથી અમદાવાદમાં કોરોના(coronavirus in ahmedabad)ને લઈને ફરી ફફડાટ પેઠો છે. જો કે 40ની નીચે કોરોના પોઝિટિવ કેસો (positive cases of corona) રાજ્યમાં હોવાથી કોરોના પર કંટ્રોલ જોવા મળ્યો છે.

  • છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મૃત્યુ
  • વડોદરા કોર્પોરેશનમાં 6, રાજકોટ, જામનગર કોર્પોરેશનમાં 2-2 કેસો નોંધાયા
  • અમદાવાદમાં કેસો વધતા ફરી ફફડાટ

ગાંધીનગર: કોરોનાની બીજી લહેર (corona second wave) બાદ રાજ્યમાં સતત પોઝિટિવ કેસ (corona positive cases)માં ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો (corona cases) ફરી એકવાર વધી રહ્યા છે. ગુજરાતમાં 23 નવેમ્બરના કોરોના (corona cases in gujarat)ના 36 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે એક દર્દીનું દુ:ખદ મૃત્યુ થયું છે. એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે, તો બીજી તરફ લોકો માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સિંગ (social distancing) જાળવવું વગેરે બાબતમાં પણ બેદરકારી દાખવી રહ્યા છે.

રાજ્યમાં 319 જેટલા કોરોનાના એક્ટિવ કેસ

અમદાવાદ કોર્પોરેશન (ahmedabad corporation)માં 17 કેસો ઉપરાંત અન્ય મહાનગરોમાં સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા છે. વડોદરા કોર્પોરેશન (vadodara corporation)માં 6, રાજકોટ-જામનગર કોર્પોરેશન (jamnagar corporation)માં 2-2 કેસો નોંધાયા છે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 319 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટિલેટર પર અને 313 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,092 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 81,6,856 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો

રાજ્યમાં આજે 5,10,849 લોકોએ વેક્સિન (corona vaccine) લીધી છે. જો કે અત્યાર સુધી 7,79,84,129 ડોઝ આપવામાં આવી છે. જેમાં પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા બાદ વેક્સિનનો બીજો ડોઝ (second dose of corona vaccine) લેનારા લોકોની સંખ્યા વધી રહી છે. લોકો પણ જાગૃત થઈ રહ્યા છે. તેમાં પણ 'હર ઘર દસ્તક' અંતર્ગત પણ લોકોના ઘરે જઈ વેક્સિન આપવામાં આવી રહી છે, જેમાં વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યા બાદ સમય વીતી ગયો છે તેવા અને બાકી રહી ગયેલા લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: એવું તો શું બન્યું કે શિક્ષણપ્રધાન સમક્ષ ભરતી બાબતે રજૂઆત કરવા જતા ઉમેદવાર થયો બેભાન

આ પણ વાંચો: કેબીનેટ પ્રધાન પૂર્ણેશ મોદીની મહત્વની જાહેરાત અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટરની સુવિધા કરાશે શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.