ETV Bharat / city

વિધાનસભામાં આવતા મુલાકાતીઓ માટે માસ્ક અંગે વિચારણા

author img

By

Published : Mar 6, 2020, 3:59 PM IST

Updated : Mar 6, 2020, 4:34 PM IST

etv bharat
etv bharat

વિશ્વમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકર દ્વારા પણ કોરોના વાયરસને લઈને એડવાઇઝરી જાહેર કરી છે. રાજ્ય સરકારના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસને લઈને તંત્રએ તમામ પગલાં લીધા છે. વિધાનસભામાં જે મુલાકાતીઓ આવે છે તેમને માસ્ક આપવા કે નહીં તે બાબતે રાજ્ય સરકાર વિચારણામાં છે.

ગાંધીનગર: જયંતિ રવિએ વધુમાં જણાવ્યું કે, આ વારસને કારણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આવનારા મહિલા દિવસે પોતાનો કાર્યક્રમ રદ કર્યો છે. કોઈપણ સંજોગોમાં વધારે લોકો એક જગ્યાએ ભેગા ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.

માસ્ક અંગે વિચારણા

આ વખતે ડાકોરમાં પણ જે વિદેશી લોકો ડાકોરમાં દર્શન કરવા આવશે તેમના માટે અલગ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે વિધાનસભાની અંદર મુલાકાતીઓને લઈને વિધાનસભા ગૃહમાં ગરમાગરમી થઈ હતી. જે રીતના કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે અને ગુજરાત વિધાનસભામાં મુલાકાતીઓની હજારોની સંખ્યામાં મુલાકાત લે છે. તે અંગે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ મુદ્દો ઉઠાવીને વિધાનસભાગૃહમાં આવતા લોકોને મુલાકાતીઓ પર પ્રતિબંધ લાગવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

આ ઉપરાંત ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ અધ્યક્ષને પત્ર લખીને મુલાકાતીઓ માટે માસ્કની સુવિધાઓ કરવામાં આવે તે અંગેની પણ રજૂઆત કરી હતી.

Last Updated :Mar 6, 2020, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.