લમ્પી વાઇરસ અને 500 કરોડની જોગવાઈ મુદ્દે કોંગ્રેસ આક્ષેપોનો રાઘવજી પટેલે વળતો જવાબ આપ્યો

author img

By

Published : Sep 22, 2022, 9:50 PM IST

લમ્પી વાઇરસ અને 500 કરોડની જોગવાઈ મુદ્દે કોંગ્રેસ આક્ષેપોનો રાઘવજી પટેલે વળતો જવાબ આપ્યો

ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્ર (Gujarat Assembly Monsoon Session) ના અંતિમ દિવસે લમ્પી વાઇરસ અને 500 કરોડની જોગવાઈ મુદ્દે કોંગ્રેસે વિધાનસભામાં હોબાળો ( Congress Allegations on lumpy virus and provision of Rs 500 crore ) મચાવ્યો હતો.જે બાદ કોંગ્રેસ વોક આઉટ કર્યું હતું. કોંગ્રેસ એમએલએ પૂંજા વંશનો આક્ષેપ હતો કે સરકાર લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહી છે.જેનો રાઘવજી પટેલે વળતો જવાબ ( Raghavji Patel Reply ) આપ્યો હતો.

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રમાં અંતિમ દિવસે (Gujarat Assembly Monsoon Session) લમ્પી વાઇરસ અને 500 કરોડની જોગવાઈ મુદ્દે કોંગ્રેસના આક્ષેપોનો ( Congress Allegations on lumpy virus and provision of Rs 500 crore ) પ્રતિઉત્તર આપતાં કૃષિપ્રધાન રાઘવજી પટેલે લમ્પી વાયરસના કેસો મુદ્દે ખુલાસો ( Raghavji Patel Reply ) કર્યો હતો. રાજ્યમાં માત્ર 11,000 પશુઓ જ માત્ર સારવાર હેઠળ છે. જ્યારે અન્ય અસરગ્રસ્ત પશુઓ સ્વસ્થ થયા છે. લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓમાંથી માત્ર 3.5 ટકા પશુઓના જ મૃત્યુ થયા છે.

કોંગ્રેસના એમએલએ પૂંજા વંશને અન્ય રાજ્યોનું ઉદાહરણ આપ્યું

1,52,600 પશુઓ સારવાર બાદ સાજા થયા રાઘવજી પટેલે ( Raghavji Patel Reply ) માહિતી આપી કે રાજ્યમાં અત્યાર સુધી 27 જિલ્લાના 8285 ગામોમાં 1,79,743 પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી હતી. જેમાંથી 1,52,600 પશુઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્ય સરકારે આ તમામ પશુઓને વિનામૂલ્યે સારવાર આપી છે.

લમ્પી વાયરસથી પશુઓના મોતનો આંકડો રાજ્યમાં લમ્પી વાયરસના રોગના કારણે માત્ર 3.5 ટકા પશુઓના મોત (Cattle death toll due to Lumpy virus ) થયાં હોવાનું રાઘવજી પટેલે ( Raghavji Patel Reply ) જણાવ્યું છે. રાજ્ય સરકારના પશુપાલન ખાતા અને દૂધ સંઘ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા લમ્પી વાયરસ સામે પ્રતિરક્ષાના હેતુથી રસી પણ આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા સાત દિવસમાં આઠ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. નવા કેસ અને પશુના મૃત્યુમાં સતત ઘટાડો થયો છે.

કોંગ્રેસ એમએલએ પૂંજા વંશનો આક્ષેપ આ પૂર્વે ગુજરાત વિધાનસભામાં લમ્પી વાયરસ મુદ્દે કોંગ્રેસ ઉઠાવેલો પ્રશ્ન રદ કરી દેવાતા કોંગ્રેસના ધારાસભ્યો વૉકઆઉટ ( Congress walk out ) કરીને ગૃહની બહાર આવી ગયા હતાં. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશનો આક્ષેપ (Allegation of Congress MLA Poonja Vansh) હતો કે તેઓ લમ્પી વાયરસ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા માગતા હતાં. પરંતુ પ્રધાને ચર્ચા કરવાના બદલે અસંમતિ દર્શાવી અને સમય ન ફાળવ્યો. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહી છે. જો સરકારે સમયસર પગલાં લીધા હોત તો ગાયોને બચાવી શકાઈ હોત. લમ્પી વાયરસના કારણે કચ્છ અને જામનગરમાં વધુ ગાયોનાં વધુ મોત ( Congress Allegations on lumpy virus and provision of Rs 500 crore )થયા છે. પૂંજા વંશે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે લમ્પી વાયરસના કારણે જે ગાયોના મોત થયા છે તેમના માલિક પ્રત્યે સંવેદનશીલતા દાખવીને સરકાર સહાય ચૂકવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.