ETV Bharat / city

મુખ્યપ્રધાન નવરાત્રિ પર રૂપાલ માતાજીના મંદિરની મુલાકાતે, મેળો નહીં યોજાય

author img

By

Published : Oct 10, 2021, 1:55 PM IST

મુખ્યપ્રધાને નવરાત્રિ પર્વ પર રૂપાલ માતાજીની પૂજા અને આરતી કરી
મુખ્યપ્રધાને નવરાત્રિ પર્વ પર રૂપાલ માતાજીની પૂજા અને આરતી કરી

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) નવરાત્રિ પર્વ અવસરે આજે રવિવારે ગાંધીનગર નજીકના રૂપાલ વરદાયિની માતાજીના નવરાત્રીના પર્વ પર દર્શન કરી પૂજન કર્યું હતું. આ તકે મુખ્યપ્રધાને દુનિયાભરમાંથી કોરોનાની મહામારી (Corona Virus) જાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.

  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વરદાયિની માતાજીના દર્શન કર્યા
  • રવિવારે વહેલી સવારે મુખ્યપ્રધાન રૂપાલ પહોંચ્યા
  • રૂપાલમાં આ નવરાત્રીમાં માતાજીની પલ્લી નહીં નીકળે

ગાંધીનગર : નવરાત્રીનો પાવન પર, માતાજીની પૂજા આરાધના સમગ્ર જગ્યાએ થઈ રહી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સહિત સમગ્ર દેશ તથા દુનિયા કોરોના મહામારીથી મુક્ત થાય તેમજ ગુજરાતની વિકાસ યાત્રા અવિરત આગળ ધપતી રહે તેવી પ્રાર્થના માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી કરી હતી.

મુખ્યપ્રધાન બન્યા બાદ પહેલીવાર રૂપાલ પહોંચ્યા

રૂપાલમાં નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે, અહીં નવરાત્રીના નવમાં દિવસે માતાજીની પલ્લી નિકળે છે, ત્યારે મુખ્યપ્રધાને ચોથા નોરતે માતાજીની આરતી ઉતારી પૂજા, અર્ચના કરી હતી. મુખ્યપ્રધાન બન્યા બાદ તેઓ પહેલીવાર રૂપાલ પહોંચ્યા હતા અને માતાજીની આરતી ઉતારી હતી. આ નિમિત્તે મંદિરના ટ્રસ્ટીઓ અને ગાંધીનગર જિલ્લા કલેક્ટરે તેમજ અગ્રણીઓએ મંદિર પરિસરમાં મુખ્યપ્રધાનને આવકાર્યા હતા. આ વેળાએ રૂપાલ મંદિર પરિસરમાં સ્થાનિક ગ્રામજનો, અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂપેન્દ્ર પટેલનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું.

વરાત્રિના પાંચમા નોરતે મા સ્કંદમાતાનું પૂજન

નવરાત્રીનો પાંચમો દિવસ સ્કંદમાતાને સમર્પિત છે. જ્યારે કાર્તિકેય તાડકાસુરથી પરેશાન થાય છે. ત્યારે માતા પાર્વતી બાળકની પીડા સહન ન કરી શકતા સ્કંદમાતાનું રૂપ ધારણ કરે છે. આ વિકરાળ રૂપ જોઈને દેવોએ દુર્ગાને સ્કંદમાતાનું નામ આપ્યું. ભક્તો જ્યારે સંકટમાં હોય કે સંતાન સુખ ન હોય ત્યારે સ્કંદમાતાની ઉપાસના કરવી જોઈએ. તેનાથી વાત્સલ્યની પ્રાપ્તિ થાય છે. દેવીની ભક્તિથી બુદ્ધિ પ્રખર બને છે, બુધ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે. સ્કંદમાતાને કેળાંનો ભોગ ધરાવવો જોઈએ. સ્કંદમાતા કમલ અને સિંહ પર બિરાજમાન થાય છે, તે સૂર્ય કંપની અધિષ્ઠાત્રી દેવી છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.