ETV Bharat / city

કેગનો વાયુ પ્રદૂષણ બાબત અહેવાલ, જીપીસીબીની કાર્યવાહી પર કેન્દ્રીય એજન્સીના સવાલ

author img

By

Published : Sep 22, 2022, 4:22 PM IST

Updated : Sep 22, 2022, 5:22 PM IST

કેગનો વાયુ પ્રદૂષણ બાબત અહેવાલ, જીપીસીબીની કાર્યવાહી પર કેન્દ્રીય એજન્સીના સવાલ
કેગનો વાયુ પ્રદૂષણ બાબત અહેવાલ, જીપીસીબીની કાર્યવાહી પર કેન્દ્રીય એજન્સીના સવાલ

કેન્દ્ર સરકારના અન્ય યંત્ર અને મહાલેખા પરીક્ષક દ્વારા એટલે કે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ કેગ દ્વારા સરકારના હવા પ્રદૂષણ નિયંત્રણ અંગેની કામગીરીનો કેગ ઓડિટ અહેવાલ વિધાનસભામાં રજૂ (CAG audit report presented in the Assembly ) કરવામાં આવ્યો હતો જેમાં અનેક ગંભીર સમસ્યાઓ (Central agencies on GPCB action )સામે આવી છે જેમાં કેગના અહેવાલમાં ટિપ્પણી ( Central agencies on GPCB action ) કરવામાં આવી છે.

ગાંધીનગર 14મી વિધાનસભાના અંતિમ ચોમાસુ સત્રના અંતિમ દિવસે વિધાનસભામાં કેગ રીપોર્ટ રજૂ (CAG audit report presented in the Assembly ) થયો છે. કેગ રીપોર્ટમાં (Indian Audit and Accounts Department) રાજ્યમાં હવા પ્રદૂષણને (CAG air pollution report) લઇને ગંભીર સવાલો જોવા મળ્યાં છે. ગુજરાતમાં ઉડતી રાખના નિકાલ કરવાના નિયમોનું અનુપાલન બાબતે અમદાવાદની ટોરેન્ટ પાવર લિમિટેડ ઉડતી રાખના નિયંત્રણ બાબતે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા ચાર સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જેમાં ઉડતી રાખ નદી કિનારાની બાજુમાં હતી અને દિવાલના રક્ષણ વગર નાખવામાં આવી હતી. વરસાદ દરમિયાન આ રાખ નદી કિનારા તરફ ફેલાઈ હતી. ત્યારે વિભાગ દ્વારા જાન્યુઆરી 2020 માં નોટિસ જાહેર કરવામાં આવી હતી. પરંતુ ટોરેન્ટ પાવર લિમિટેડ મંત્રાલયના જાહેરનામાના ઉડતી રાખ નાખવાનું કોઈ ચોક્કસ અનુપાલન રજૂ કર્યું નથી. જ્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ ટોરેન્ટ પાવર લિમિટેડ (CAG Note on Torrent Power Limited ) સામે કોઈ પણ પ્રકારના પગલાં જૂન 2021 સુધીમાં લેવામાં આવ્યા નથી.

કેગમાં અદાણી પાવર લિમિટેડ પર નોંધ અદાણીએ ડિસેમ્બર 2021 સુધીમાં દેખરેખની પ્રણાલી સ્થાપના ન કરી (Note on Adani Power Limited in CAG ) . ઉડતી રાખથી પણ પ્રદૂષણ ફેલાય છે ત્યારે અદાણી પાવર લિમિટેડ વર્ષ 2014 15 અને 2018-19 વચ્ચે નીચાણવાળા વિસ્તારોની પૂરણી કરવા માટે 15.42 લાખ મેટ્રિક ટન ઉડતી રાખનો વપરાશ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી વગર કર્યો હતો. 100 ટકા વપરાશ બતાવ્યો હતો. જ્યારે મથકના પરિષદમાં અને ઉડતી રાખના નિકાલના સ્થળોએ માહિતી મેળવવા અને ડેટાનો અહેવાલ કરવા માટે ઓનલાઇન દેખરેખ બનાવીને સ્થાપના કરવા માટે વિભાગ દ્વારા અદાણી પાવર લિમિટેડને સૂચના માર્ચ 2016 માં આપવામાં આવી હતી. તેમ છતાં પણ ડિસેમ્બર 2021 અદાણી પાવર લિમિટેડ દ્વારા આવી કોઈપણ પ્રણાલીની સ્થાપના કરવામાં આવી ન હતી. જ્યારે કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ દ્વારા પણ વર્ષ 2018-19માં 0.796 લાખ મેટ્રિક તન ઊડતી રાખ નાખી હતી. જેમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાસેથી પરવાનગી લીધી ન હોવાનું કેગના રિપોર્ટમાં સામે આવ્યું છે.

PUC કેન્દ્રોનું નિયમિત ઓડિટ નહી કેગ દ્વારા વાહનોના ધુમાડાના કારણે હવે પ્રદૂષણ બાબતે રાજ્યની વાહન વ્યવહાર વિભાગની કામગીરી પર ટિપ્પણી (CAG audit report presented in the Assembly ) કરવામાં આવી છે. જેમાં વાહન વ્યવહાર કમિશ્નરે જે પીયૂસી કેન્દ્રો સંચાલન એના પ્રમાણપત્ર જારી કરવામાં સરકારના ધોરણનું પાલન કરતાં ન હોય તેવા 798 માંથી 162 કેન્દ્રને નોટિસ પાઠવવામાં આવી હતી. અથવા તો તેમના પરવાના રદ કરવામાં આવ્યા હતા. જોકે પડવાના જારી કરનાર સત્તાધિકારી દ્વારા પ્રત્યેક પીયુસી કેન્દ્રનો તકની કી ઓડિટ નિયમિત ધોરણે કરવામાં આવતું ન હોવાને પણ (No regular audit of PUC centers ) ટિપ્પણી કરી છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં પીયુસી કેન્દ્રની પ્રતીક ચકાસણીમાં ઓગસ્ટ 2019 સામે આવ્યું હતું કે વાહનો અને દરરોજારી કરવામાં આવેલા પીયુસીની માહિતી ધરાવતું રજિસ્ટર જે ઓછામાં ઓછા એક વર્ષના સમયગાળા માટે રાખવાનું હોય છે તે નિભાવવામાં આવતું નથી, આ ઉપરાંત જાહેર જનતા દ્વારા કુલ 135 જેટલા પેટ્રોલ પંપની ફરિયાદ કરી હતી. જેમાં તપાસ બાદ 11 પેટ્રોલ પંપમાં ભેળસેળ કરેલું પેટ્રોલ વેચતું હોવાનું પણ સામે આવ્યું છે.

અંતિમ સત્રના અંતિમ દિવસે કેગ રીપોર્ટ રજૂ
અંતિમ સત્રના અંતિમ દિવસે કેગ રીપોર્ટ રજૂ

ગુજરાતના ગંભીર પ્રદૂષિત વિસ્તારો વર્ષ 2009-10ના CEPI આંક ના આધારે 6 જગ્યાએ ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારો તરીકે જાન્યુઆરી 2010માં જાહેર કર્યા હતા. જ્યારે કેગ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષ 2018માં વાપી અંકલેશ્વર વટવા અમદાવાદના નારોલ નરોડા ઓઢવ, ભાવનગર અને જૂનાગઢનો CEPI આંકમાં ઘટાડો વર્ષ 2009ની તુલનાએ 3.83 થી 19.18 પોઇન્ટ વચ્ચે થયો હતો. જો કે બરોડા હવે રાજ્યમાં સૌથી વધુ અને રાજકોટ (Severely polluted areas of Gujarat )નો CEPI આંક વર્ષ 2009 ની તુલનાએ અનુક્રમે 22.18 અને 3.86 પોઇન્ટ વધ્યો છે. આ શહેરો જોખમી પ્રદૂષિત વિસ્તારમાંથી ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તાર બન્યા છે. જ્યારે અગાઉ અમદાવાદના ઓઢવ અને નરોડા વિસ્તાર ભાવનગર અને જૂનાગઢને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

હવા પ્રદૂષણની આરોગ્ય પર ગંભીર અસર ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારોમાં આરોગ્ય પર હવા પ્રદુષણની અસરનું આકલન (Serious Health Impact of Air Pollution ) પણ કરવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2012 13થી વર્ષ 2016 17ની દરેક ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારની ત્રણથી પાંચ મોટી હોસ્પિટલોની માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેમાં ઓડિટમાં ( Government comments in CAG report ) ધ્યાનમાં આવ્યું છે કે વર્ષ 2012 13 થી 16 17 દરમિયાન અમદાવાદની 3 હોસ્પિટલ, વાપી વલસાડ 8 હોસ્પિટલ અને અંકલેશ્વરના 4 ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોએ 80,443 દર્દીઓને દમ શ્વાસનળીનો સોજો અને શ્વસનતંત્રના તીવ્રતમ ચેપ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઔદ્યોગિક મંડળોએ તજજ્ઞો દ્વારા ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારમાં આરોગ્ય પર અસરનું આંકલન હાથ ધર્યું હતું. જોકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવું કોઈ આકલન હાથ ધરવામાં આવ્યું ન હતું.

બોર્ડ દ્વારા રકમ જપ્ત કરવામાં આવી પણ જરૂરી પગલાં લેવામાં વિલંબ પર્યાવરણને થયેલા નુકસાનના વર્તન તરીકે પ્રદૂષણ કરનાર ચૂકવેલા સિદ્ધાંત મુજબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દંડ ફટકારે છે. જેમાં ડિસેમ્બર 2020 ની સ્થિતિએ બેંક બાંયધરીના હિસાબે બોર્ડ પાસે 48.72 કલોડની સિલક હતી અને 5.18 કરોડ જેટલા નાણાપુરા પાડવાની મંજૂરી પણ જૂન 2021 પણ આપવામાં આવી હતી. ત્યારે કેક દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે કે જપ્ત કરવામાં આવેલી બેંક બાંહેધરીનો ઉપયોગ માટેની યોજના તૈયાર કરવા માટે ગુજરાત સરકારે લગભગ પાંચ વર્ષનો સમય લીધો હતો અને એ રીતે હવા પ્રદૂષણ ઘટાડવા માટે જરૂરી પગલાં લેવામાં વિલંબ થયો હતો.

ધોરીમાર્ગો હરિયાળા નથી રાજ્યના ધોરીમાર્ગને હરિયાળા બનાવીને હવા પ્રદૂષણ, ધૂળ પ્રદૂષણને રોકી શકાય છે. જ્યારે હરિયાળી બનાવીને પ્રદૂષણમાં ઘટાડો અને નિયંત્રણમાં મદદરૂપ થાય છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગની આજુબાજુમાં મધ્ય ભાગમાં વાવેતર કર્યું જ ન હતું અને જ્યારે ધોરીમાર્ગ પર વાવેતર ફક્ત એક જ માર્ગ પર જોવા મળ્યું છે. ત્યારે કેગ (CAG audit report presented in the Assembly ) દ્વારા એવી પણ સૂચના આપવામાં આવી છે કે રાજ્ય સરકારે રાજમાર્ગને હરિયાળા બનાવવા માટે નીતિ ઘડવી પડશે અને અમલીકરણ એજન્સીઓ દ્વારા તેનું અનુપાલન કરવું જોઈએ.

કેગના AMCની ઝાટકણી કેગના રિપોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ઝાટકણી (CAG audit report presented in the Assembly ) કાઢવામાં આવી છે જેમાં અમદાવાદ શહેરના પીધાણા ખાતે 1982થી ઘન બાંધકામ તોડફોડ અને ઔદ્યોગિક કચરો પીરાણા ખાતે નાખવામાં આવે છે. ત્યારે સમય જતા એકંદરે 95 લાખ મેટ્રિક ટન કચરાએ 3 75 ફૂટ ઊંચા ટેકરા ના રૂપમાં 84 17 જમીન રોકી રાખી છે. આ કચરાના ટકલામાંથી નીકળતું ફરાર ઉત્સર્જન એ શેરી પર્યાવરણમાં બિન મિથાઇલ બાષ્પશીલ કાર્બનિક સંયોજન માટે નોંધપાત્ર સ્ત્રોત છે. જ્યારે કચરો બળવાના કારણે હવાનું પ્રદૂષણ થાય છે અને કેટલાક રસાયણોની વધી ગયેલી સાંદ્રતા હવા ગુણવત્તાના બગાડ ( CAG on AMC )માટે જવાબદાર છે. જ્યારે કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા અમદાવાદ કોર્પોરેશનને ઘન કચરાનો નિકાલ માટે 25 ઓક્ટોબર 2017 પહેલા સૂચના આપી હતી. તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ 2019 સુધી કોઈ જ પગલા લીધા નથી. ત્યારે શિક્ષાત્મક પગલાં તરીકે 75 કરોડ રૂપિયાની રકમ એકાઉન્ટમાં જમા કરવાની સૂચના આપી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2021 સુધીમાં કોર્પોરેશન એ 24,00,000 મેટ્રિક્સ એકઠો થયેલો કચર છૂટો પાડવાની કામગીરી પૂર્ણ કરી હતી અને 14 એકર જ જમીન ખાલી કરી હતી.

કેગના રિપોર્ટમાં સરકારની ટિપ્પણી કેગ દ્વારા સરકારને ટિપ્પણી (CAG audit report presented in the Assembly ) કરવામાં આવી છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રીઢા કસૂરવાર એકમો પાસેથી મળેલા ભંડોળનો ઉપયોગ કરવામાં ધીમું (CAG report Government comments ) છે. પર્યાવરણ ઓડિટ એહવાલ જાહેરમાં નથી અને ઉત્સર્જનના જથ્થાનું પ્રમાણ અને સ્ટેક ઉત્સર્જન ડેટા સામેલ નથી. આમ પર્યાવરણ યોજનાના મૂળ હેતુને પ્રાપ્ત કરે છે. જ્યારે રાજ્ય સરકાર પાસે ધોરી માર્ગને હરિયાણા બનાવવા માટે નીતિવિષયક દરમિયાનગીરીનો પણ અભાવ છે. જ્યારે માનવ સંસાધનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે ગુજરાત પ્રદૂષણની અંદર બોર્ડની દેખરેખ અને નિયમનકારી કામગીરી પર વિપરીત અસર કરે છે.

Last Updated :Sep 22, 2022, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.