ETV Bharat / city

આશા વર્કરો દ્વારા વિરોધ કાર્યક્રમ, વિધાનસભાનો ઘેરાવ કરવા મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચી, શું થયું તે જૂઓ

author img

By

Published : Oct 12, 2022, 2:54 PM IST

આશા વર્કરો દ્વારા વિરોધ કાર્યક્રમ, વિધાનસભાનો ઘેરાવ કરવા મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચી, શું થયું તે જૂઓ
આશા વર્કરો દ્વારા વિરોધ કાર્યક્રમ, વિધાનસભાનો ઘેરાવ કરવા મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચી, શું થયું તે જૂઓ

આશા વર્કર બહેનોના પગાર વધારાથી આંદોલન ( Asha Workers Protest ) પૂર્ણ થયાનું માનવામાં આવ્યું હતું. જોકે આશા વર્કર બહેનોને તેથી સંતોષ નથી, જેથી આશા વર્કરો દ્વારા વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આશા વર્કર બહેનો વિધાનસભા ઘેરાવ સાથે પોતાની માગણી દર્શાવવા ગાંધીનગર ( Asha Workers Protest in Gandhinagar ) આવી હતી.

ગાંધીનગર સામાન્ય ચૂંટણીઓનું ટાણું આવી રહ્યું છે ત્યારે અનેક સંગઠનો દ્વારા સરકારનું નાક દબાવી પોતાના હક સંતોષવાની માગણીઓ સાથે આંદોલન કરાયાં છે. જેમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક આંદોલનો થયા હતા અને રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા તમામ આંદોલનો ઉકેલ લાવ્યા હતાં. જેમાં આશા વર્કરોની માંગ ( Asha Workers Protest ) પણ હતી. રાજ્ય સરકારની કમિટીએ આશા વર્કરોની માગને ધ્યાનમાં લઈને વેતનમાં પણ વધારો કર્યો હતો. પરંતુ રાજ્ય સરકાર સંપૂર્ણપણે શોષણ કરી રહ્યા હોવાનો આક્ષેપ સાથે સંપૂર્ણ માંગ સ્વીકારી ન હોવાની વાતને લઈને આજે 500થી વધુ આશા વર્કરો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ( Asha Workers Protest in Gandhinagar ) પહોંચી હતી.

સરકારે સંપૂર્ણ માંગ સ્વીકારી ન હોવાની વાતને લઈને આંદોલન

વિધાનસભાને ઘેરવા માટે આવ્યાં આશા વર્કરો સત્યાગ્રહ છાવણીથી વિધાનસભાને ઘેરવા માટે આવ્યાં હતાં જેમાં પોલીસે ટીંગાટોળી કરીને તમામ મહિલાઓની અટકાયત કરી છે. ગેટ નંબર 6થી 100 મિટર દૂરથી અટકાયત કરી લેવામાં આવી હતી. આજે સવારે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં અલગ અલગ જગ્યાએ ભેગી થયેલી આશા વર્કર બહેનો ( Asha Workers Protest in Gandhinagar ) પથિકાશ્રમથી મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સચિવાલય વિધાનસભા ગેટ ન.6 નો ઘેરાવ કરવા નીકળ્યાં હતાં.

ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત આશા વર્કર બહેનો ગેટ 6 થી 100 મિટર દૂર આવી પહોંચી ત્યારે ગાંધીનગર પોલીસે મહિલાઓને રોકી હતી. પોલીસે રોકતા આશા વર્કર મહિલાઓએ સૂત્રોચાર કર્યા હતાં. ગાંધીનગર પોલીસ અને આશા વર્કર મહિલા વચ્ચે ચર્ચા થઈ પરંતુ ચર્ચાના અંતે કોઈપણ નિર્ણય આવતા પોલીસે ટીંગાટોળી કરીને તમામ મહિલાઓની ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત ( Gandhinagar Police Detains ) કરવામાં આવી હતી.

શું છે માંગ આશા વર્કર બહેનોના આગેવાન ચંદ્રિકાબેન સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું 'રાજ્ય સરકાર આશા વર્કર બહેનોનું ફક્ત શોષણ જ કરી રહી છે. અગાઉ પણ આંદોલન ( Asha Workers Protest in Gandhinagar )કરવામાં આવ્યું હતું પરંતુ અમારી જે માંગ છે તે સ્વીકારવામાં આવી નથી. જ્યારે હવે આશા વર્કર મહિલાઓને વર્ગ-4નું મહેકમ ઊભું કરી સરકારી ધારા ધોરણ મુજબ લાભ આપવામાં આવે. આશા વર્કર ફેસિલેટર મહિલાઓને સાતમા પગાર પંચ મુજબ લાભ આપવાની બીજી માંગ હતી. તેમજ 40 વર્ષ વટી ચુકેલી મહિલાઓને પેન્શનનો લાભ આપવાની માંગ ફરીથી કરવામાં આવી છે. '

સરકારે શું કરી છે જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પહેલા તમામ આંદોલનો નિબંધ કરવા માટે સરકારની કમિટી દ્વારા આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ચર્ચા થયા બાદ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના નિવાસસ્થાને રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે આશા બહેનો દ્વારા જે માંગણીઓ કરાઈ છે તેેમાં મુખ્યત્વે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા રૂપિયા 3000 માસિક ભથ્થું અપાય છે. એમાં રૂપિયા 2000 નો વધારો કરી આપવા માટે કમિટીએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે. જ્યારે આ માંગણીઓ પર આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે અમારી જે માંગણી છે તે કેન્દ્ર સરકાર હસ્તક છે તેમ કહી સરકાર અમને છેતરી રહી છે. જેથી આંદોલન ચાલુ રાખવાની ( Asha Workers Protest in Gandhinagar ) જાહેરાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.