ETV Bharat / city

અર્બુદા સેનાનો વિપુલ ચૌધરીને છોડાવવા નિર્ધાર, સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે

author img

By

Published : Sep 28, 2022, 6:51 PM IST

અર્બુદા સેનાનો વિપુલ ચૌધરીને છોડાવવા નિર્ધાર, સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે
અર્બુદા સેનાનો વિપુલ ચૌધરીને છોડાવવા નિર્ધાર, સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે

રાજ્યના પૂર્વપ્રધાન વિપુલ ચૌધરીની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ ( Vipul Chaudhari Arrest Issue) મુદ્દે આજે અર્બુદા સેના આકરે પાણીએ છે. અર્બુદા સેના ( Arbuda Sena ) પ્રવક્તા રાજન ચૌધરીએ જણાવ્યું હતું કે કેસમાં દાખલ થયેલ તમામ ફરિયાદ ખોટી છે અને વિપુલ ચૌધરીની જામીન અરજી ( Bail Plea of Vipul Chaudhari ) ફરી કરવામાં આવશે.

ગાંધીનગર વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે અને ઓક્ટોબર માસના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. ત્યારે વિસનગર વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીના સંભવિત ઉમેદવાર અને રાજ્યના પૂર્વ પ્રધાન વિપુલ ચૌધરીની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ ( Vipul Chaudhari Arrest Issue)કરવામાં આવી છે. ત્યારે આજે અર્બુદા સેના ( Arbuda Sena )ના પ્રવક્તા રાજન ચૌધરીએ જણાવ્યું હતું કે કેસમાં દાખલ થયેલ તમામ ફરિયાદ ખોટી છે અને ટૂંક સમયમાં વિપુલ ચૌધરી જામીન અરજી ( Bail Plea of Vipul Chaudhari )ફરી કરવામાં આવશે.

વિપુલ ચૌધરીની જામીન અરજી ફરી કરવામાં આવશે

અર્બુદા સેનાનો વિપુલ ચૌધરીને છોડાવવા નિર્ધાર જો નીચલી કોર્ટ ચુકાદો વિપુલ ચૌધરી વિરુદ્ધ આવશે તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જામીન અરજી કરવાની તૈયારીઓ અર્બુદા સેના દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે અને ટૂંક સમયમાં ધરપકડ પણ કરવામાં આવશે તેવી પ્રાથમિક ધોરણ માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે.

વિપુલ ચૌધરીના પુત્રે લોન લઈને લંડનમાં મકાન લીધું છે ACB ની તપાસમાં એવું સામે આવ્યું છે કે વિપુલ ચૌધરીએ કરેલા ભ્રષ્ટાચારના પૈસાથી લંડનમાં તેમના દીકરાના નામે ફ્લેટ લેવામાં આવ્યો છે અને આ ફ્લેટ ભ્રષ્ટાચારના પૈસાથી જ ઉભો કરાયો હોવાના તપાસમાં દાવા કરવામાં આવ્યા છે. આ બાબતે અર્બુદા સેનાના પ્રવક્તા રાજન ચૌધરીએ ખુલાસો કર્યો હતો કે વિપુલ ચૌધરીનો પુત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેણે પોતાની કમાણીમાંથી જ આ મકાન લીધું છે. જ્યારે આ માટે લંડનની કાયદેસર બેંકમાંથી લોન પણ લેવામાં આવી છે. હજુ પણ આ લોન હપ્તો પણ ભરવામાં આવી રહ્યો છે અને આજની તારીખે 8,71,499 ડોલરની લોન પણ બાકી છે.

કંપની વિગતો ખોટી અર્બુદા સેનાના પ્રવક્તા રાજન ચૌધરીએ વધુમાં દાવાઓ પર નિવેદન આપ્યું હતું કે ફરિયાદમાં 31 કંપનીઓ વિપુલ ચૌધરી તથા તેમના પરિવારના નામે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાંથી ચાર કંપનીઓનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે બાકીની 27 કંપનીઓના નામ એફઆઇઆરમાં જણાવવામાં આવ્યા નથી અને ફરિયાદમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવવામાં આવ્યો છે. જ્યારે ચાર કંપનીઓમાં દૂધસાગર ડેરી તથા એમાં કોઈ કોન્ટ્રાક્ટર મારફતે આ કંપનીઓમાં કોઈપણ જાતનો આર્થિક વ્યવહાર પણ થયો ન હોવાની જાહેરાત રાજન ચૌધરીએ કરી હતી.

વિપુલ ચૌધરી પર ખોટી ફરિયાદ રાજન ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદમાં બલ્ક કુલરની ખરીદી અંગે પણ દર્શાવવામાં આવ્યું છે ત્યારે બલ્ક ખરીદી જે સહકાર વિભાગના બંધારણો અને નિયમ મુજબ કામગીરી કરવામાં આવતી હોય છે અને સરકારની ગ્રાન્ટ પણ આપવામાં આવતી હોય છે. ત્યારે ફરિયાદમાં કુલર ખરીદી બાબતની પણ ખોટી ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે વિપુલ ચૌધરીની સામે ખોટા મુદ્દાઓ ઉભા કરીને બદનામ કરવાનું આ મોટું રાજકીય ષડયંત્ર હોવાનો આક્ષેપ પણ રાજન ચૌધરીએ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાના મૂડમાં અર્બુદા સેના અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીની જામીન અરજી ( Bail Plea of Vipul Chaudhari )પણ કરવામાં આવી છે. પરંતુ જો આ અરજીમાં નીચલી કોર્ટ દ્વારા વિપુલ ચૌધરી વિરુદ્ધ નિર્ણય આવશે તો અર્બુદા સેના ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી પણ લડી લેવાના મૂડમાં છે. આમ ગમે તે કરીને વિપુલ ચૌધરીની જામીન થાય તેને ધ્યાનમાં લઈને પણ અર્બુદા સેનાએ તમામ તૈયારીની શરૂઆત કરી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.