ETV Bharat / city

મહાત્મા મંદિરમાં 850 બેડની કોવિડ હોસ્પિટલ બનશે, 625 ઓક્સિજન બેડ, 225 ICU બેડ હશે

author img

By

Published : May 20, 2021, 8:37 PM IST

મહાત્મા મંદિરમાં 850 બેડની કોવિડ હોસ્પિટલ બનશે, 625 ઓક્સિજન બેડ, 225 ICU બેડ હશે
મહાત્મા મંદિરમાં 850 બેડની કોવિડ હોસ્પિટલ બનશે, 625 ઓક્સિજન બેડ, 225 ICU બેડ હશે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બનનારી કોવિડ હોસ્પિટલનું તૈયારીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, કલેક્ટર, કોર્પોરેશન તંત્ર વગેરે હાજર રહ્યાં હતા. 850 બેડની કોવિડ હોસ્પિટલ બનશે જેમાં 625 ઓક્સિજન બેડ અને 225 ICU બેડ હશે. આ હોસ્પિટલમાં એકપણ નોર્મલ કોરોના દર્દીઓ માટે બેડ નહીં હોય.

  • રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત
  • ગાંધીનગરમાં બનશે 850 બેડની કોવિડ હોસ્પિટલ
  • કોવિડ હોસ્પિટલમાં એકપણ નોર્મલ બેડ નહીં હોય

ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે આગામી દિવસોમાં ટૂંક જ સમયમાં કોરોના દર્દીઓ માટેની કોરોના હોસ્પિટલ શરૂ થશે. હોસ્પિટલ પહેલા 1200 બેડની બનવવાની હતી જે હવે 850 બેડની બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે અત્યારે આ કામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં જુદા જુદા વોર્ડમાં ICU અને ઓક્સિજન બેડ ગોઠવી દેવામાં આવ્યા છે. જેની વિશેષતા એ છે કે તેમાં એક પણ સાદો બેડ નહિં હોય. તમામ ઓક્સિજન અને ICU સહિતના જ બેડ હશે. કોરોનાની બીજી લહેરમાં લોકો માટે ઓક્સિજન અને ICUના બેડની કમી હતી. જેને ધ્યાનમાં રાખી DRDO અને ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ હોસ્પિટલ બનવવામાં આવશે.

કોવિડ હોસ્પિટલમાં એકપણ નોર્મલ બેડ નહીં હોય
કોવિડ હોસ્પિટલમાં એકપણ નોર્મલ બેડ નહીં હોય

આ પણ વાંચોઃ મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલ જુદા-જુદા ફેઝમાં તૈયાર થશે, દર્દીની ડેડ બોડી લઇ જવા ગેટ બનાવાયો

ગાંધીનગર સિવિલના એક્સ્ટન્શનના ભાગરૂપે આ હોસ્પિટલ ચલાવવામાં આવશે

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, ગવર્મેન્ટ હોસ્પિટલ અને DRDOના સહયોગથી આ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. જેનું 15 દિવસથી કામ ચાલી રહ્યું છે. ગાંધીનગર સિવિલના એક્સ્ટનશનના ભાગરૂપે આ હોસ્પિટલ ચલાવવામાં આવશે. જે સુપ્રિન્ટેન્ડેન્ટ નિયતિ લાખાણીની અંડર ચલાવવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર તથા કલેક્ટર સાથેની કમિટી બનશે. જેમની દેખરેખ હેઠળ આ હોસ્પિટલ કાર્યરત રહેશે. જેમાં ICU બેડ, ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

મહાત્મા મંદિરમાં 850 બેડની કોવિડ હોસ્પિટલ બનશે, 625 ઓક્સિજન બેડ, 225 ICU બેડ હશે

તત્કાલિક ધોરણે ICUના તમામ બેડ ગોઠવી દેવામાં આવ્યા

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન અને ICUના બેડ ના મળતા ઘણા એવા દર્દીઓ છે કે જેમને રઝડવાનો વારો આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખી મહાત્મા મંદિર ખાતેના એક્ઝિબિશન હોલમાં ICUના તમામ બેડ ગોઠવી દેવામાં આવ્યા છે. DRDO દ્વારા તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવામાં આવી છે. જેથી હોસ્પિટલ પણ શરૂ થાય અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવે અને જો મોટી સંખ્યામાં સિરિયસ કોરોના પેશન્ટ આવે છે તો તત્કાલ સુવિધા ઉભી થઈ શકે છે. જેથી ICUનું કામ હોસ્પિટલમાં પહેલા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલની જાહેરાત કરાઈ, 5 દિવસ બાદ પણ હજૂ સુધી ઓર્ડર જ નથી મળ્યો

હોસ્પિટલમાં CCTV કેમેરા પેશન્ટની દેખરેખ માટે લગાવવામાં આવ્યા

ICU બેડ લાગેલા છે તેના ઉપરના ભાગે CCTV કેમેરાથી આખા વોર્ડને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. જેથી ICUમાં એડમિટ પેશન્ટનું સતત નિરીક્ષણ પણ CCTVના માધ્યમથી કરી શકાશે તે પ્રકારની ઉત્તમ વ્યવસ્થા પણ હોસ્પિટલમાં દર્દીઓ માટે પહેલાથી જ કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાં એન્ટ્રી ગેટ વચ્ચેના ભાગમાં ગોઠવવામાં આવ્યો છે. જો કે પાછળના ભાગે ઓક્સિજનના બેડ અત્યારથી જ ગોઠવી દીધા છે. ICUને લગતી મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જો કે પાછળના ભાગે ઓક્સિજનના બેડ વોર્ડ પ્રમાણે ગોઠવાયા છે, ઓક્સિજનનો સપ્લાય મળતા જ આ બેડ પણ જલ્દી તૈયાર થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.