ETV Bharat / city

અમિત શાહના જન્મ દિવસની ગાંધીનગર ખાતે અનોખી રીતે કરાઈ ઊજવણી

author img

By

Published : Oct 22, 2021, 7:23 PM IST

અમિત શાહના જન્મ દિવસની ગાંધીનગર ખાતે અનોખી રીતે કરાઈ ઊજવણી
અમિત શાહના જન્મ દિવસની ગાંધીનગર ખાતે અનોખી રીતે કરાઈ ઊજવણી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના જન્મદિવસ નિમિત્તે આજે 22 ઓકટોબરે ખાસ સેવા યજ્ઞના કાર્યક્રમનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા અને ભાજપ જિલ્લા પ્રમુખ પણ હાજર રહ્યા હતા ત્યારે અમિત શાહના જન્મદિન નિમિત્તે સ્પેશિયલ બાળકોના હસ્તે અમિત શાહના ફોટા વાળી કેકનું કટીંગ કરવામાં આવ્યું હતું.

વૃદ્ધાશ્રમોના સભ્યો અને શારિરીક અશક્ત બાળકો સાથે જન્મ દિનની ઉજવણી કરાઇ

પાટનગર ગાંધીનગરમાં અમિત શાહના જન્મદિનની કરાઈ ઉજવણી

રાજ્યગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ રહ્યા હાજર

ગાંધીનગર : આજે 22 ઓક્ટોબર ના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો જન્મદિવસ છે. તેને ધ્યાનમાં લઈને ગાંધીનગર જિલ્લા ભાજપ અને શહેર ભાજપ દ્વારા ખાસ સેવાયજ્ઞના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વૃદ્ધાશ્રમના નાગરિકો અને જે બાળકો બોલી કે સાંભળી શકતા નથી અને ગંભીર બિમારીથી પીડાઇ રહ્યા છે તેવા બાળકો સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

બાળકોના હસ્તે કટિંગ કરીને ઉજવણી કરાઈ

અમિત શાહના જન્મ દિવસની ગાંધીનગર ખાતે અનોખી રીતે કરાઈ ઊજવણી

અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા વૃદ્ધાશ્રમમાં શિયાળા નિમિત્તે ધાબળાની ભેટ આપવામાં આવી હતી. ભેટ સ્વિકારતા સમયે વૃદ્ધોએ અમિત શાહને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો પણ હાજર રહ્યા હતા જેમાં જે બાળકો જોઈ કે સાંભળી નથી શકતા તેમજ બોલી શકતા નથી અને HIV પીડિત હોય તેવા બાળકોનો પણ સમાવેશ કરાયો હતો. બાળકોના હસ્તે કટિંગ કરીને ઉજવણી કરાઈ હતી જ્યારે તમામ બાળકોને ભેટ પણ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપી હતી.

આ પણ વાંચો : રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસ નેતાઓની બેઠક પૂરી: તમામ નેતાઓએ નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યો

આ પણ વાંચો : ગુજરાતમાં વીજળી કે કોલસાની જરાય અછત નથી, વાપીમાં નાણા પ્રધાન કનુ દેસાઈનું નિવેદન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.