Amit Shah in Gandhinagar : રજત તુલામાં મળેલી 120 કિલો ચાંદીનું અમિત શાહે શું કર્યું? જાણો તેમનો મહાકાર્યક્રમ

author img

By

Published : Jul 1, 2022, 10:00 PM IST

Amit Shah in Gandhinagar : 120 કિલો ચાંદીની રજત તુલામાં મળેલી ચાંદીનું અમિત શાહે શું કર્યું? જાણો તેમનો મહાકાર્યક્રમ

આજે અષાઢી બીજે રાજ્યભરમાં ઉત્સવનો માહોલ છે ત્યાં લોકોને વધુ આનંદિત કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહના વરદ હસ્તે ગાંધીનગર જિલ્લામાં (Amit Shah in Gandhinagar )રૂપિયા 120 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત (Amit Shah Various programs on ashadhi bij ) કરવામાં આવ્યાં હતાં. રુપાલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ચાંદીની રજત તુલા કાર્યક્રમ યોજાયો હતો.

ગાંધીનગર- આજે અષાઢી બીજે અમિત શાહે આજે રૂપાલમાં (Amit Shah in Gandhinagar )વરદાયિની માતાજીના મંદિરની સન્મુખ યોજાયેલા સમારોહમાં રૂપાલ અને વાસણ ગામના તળાવોના નવીનીકરણ, કલોલ તાલુકાના બે રેલવે ઓવરબ્રિજ તથા વિશ્વ ઉમિયા ધામને જોડતા માર્ગને ફોર ટ્રેક કરવાના કામનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. અમિત શાહે કુલ રૂપિયા 210 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રૂપાલ ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે, તેનો આયોજનબદ્ધ વિકાસ થાય એ દિશામાં કામ થઈ રહ્યું છે. રૂપાલ સમગ્ર દેશ અને ગુજરાતનું મહત્વનું યાત્રાધામ બનશે. ગાંધીનગર જિલ્લામાં 75 અમૃત સરોવરો તો બનશે જ એ ઉપરાંત બીજા 10 તળાવનું નિર્માણ પણ થશે. આમ ગાંધીનગર જિલ્લામાં કુલ 85 તળાવોનું નિર્માણ (Amit Shah Various programs on ashadhi bij )થશે. તેમણે કહ્યું હતું કે રૂપાલ સુંદર ગામ બનશે. મહત્વનું પ્રવાસનધામ બનશે અને રૂપાલની પલ્લી વિશ્વપ્રસિદ્ધ બનશે એમાં કોઈ બે મત નથી.

અમિત શાહે માતાજીની આરતી ઉતારી હતી
અમિત શાહે માતાજીની આરતી ઉતારી હતી

કેન્દ્રની પ્રસાદ યોજનામાં રૂપાલનો વિકાસ - વરદાયિની માતાજીના મંદિરનો ભારત સરકારે 'પ્રસાદ યોજના'માં સમાવેશ કર્યો છે એમ કહીને તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં રૂપાલનો બેનમૂન (Development of Rupal in Kendra's Prasad Yojana) વિકાસ થશે. ભારતના નકશામાં વરદાયની માતાજીનું મંદિર મહત્વનું સ્થાન લેશે.કાર્યક્રમના મુખ્ય સ્ટેજ પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની 120 કિલોગ્રામ ચાંદીથી રજતતુલા (Union Home Minister Amit Shah Rajat Tula Program in Rupal) કરવામાં આવી હતી. આ તમામ ચાંદીશાહે વરદાયનિ માતાજીના ચરણોમાં અર્પણ કરી હતી રુપાલમાં 120 કિલો ચાંદીથી અમિત શાહની રજત તુલા કરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, દાતાઓએ 120 કિલો ચાંદીનુ જે દાન આપ્યું છે તેનાથી રૂપાલમાં આવેલા જુદા જુદા મંદિરોનો જીર્ણોદ્ધાર કરાશે. અમિત શાહ વરદાયિની માતાજીના મંદિરના ગર્ભગૃહમાં ગયા હતા અને આરતી ઉતારીને માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતાં. તેમણે મંદિર પરિસરની સામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામની પંચવટીમાં કદમ્બનું વૃક્ષ પણ વાવ્યું હતું.

અમિત શાહે હસ્તસ્પર્શ દ્વારા ચાંદીની તુલા સ્વીકારી હતી
અમિત શાહે હસ્તસ્પર્શ દ્વારા ચાંદીની તુલા સ્વીકારી હતી

હું મારા મતવિસ્તારના લોકોના દર્શન કરવા આવ્યો છું - અમિત શાહે (Amit Shah in Gandhinagar )ઉપસ્થિત વિશાળ જનમેદનીને રથયાત્રાની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આજે 145મી રથયાત્રાના મંગલ અવસરે હું આજે સવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની મંગલા આરતી કરીને અત્યારે હું મારા મતવિસ્તારના લોકોના દર્શન કરવા આવ્યો છું. તેમણે કહ્યું હતું કે, એક જમાનો હતો કે રથયાત્રાના દિવસે લોકોના જીવ પડીકે બંધાઈ જતા હતાં. હુલ્લડ થાય, તોફાનો થાય, કર્ફ્યુ નાખવામાં આવે એવા દિવસો આપણે જોયા છે. એવા પણ દિવસો આવ્યા હતા કે તત્કાલીન રાજ્ય સરકારોએ રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હોય. પરંતુ આજે રાજ્ય સરકારના સાથ અને સહકારથી શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથજીના આશીર્વાદ સમગ્ર ભારતની જનતા પર રહે અને આપણે સૌ સુખી, સમૃદ્ધ અને નીરામય રહીએ એવી પ્રાર્થના સાથે તેમણે વરદાયિની માતાજીના ચરણોમાં પ્રણામ કર્યા હતા.

આ પણ વાંચોઃ જગન્નાથ મંદિરમાં અમિત શાહ મંગળા આરતી કરશે, અનેક પ્રોજેક્ટ્સનું પણ ખાતમૂહુર્ત કરાશે

તળાવના નવીનીકરણના કામનું ખાતમુહૂ્ર્ત - અમિત શાહે રૂપાલના તળાવ નવીનીકરણના કામનું (Renovation of Rupal Lake) ખાતમુહૂ્ર્ત કર્યું એ તળાવનું ક્ષેત્રફળ 5577 ચોરસ મીટરથી વધીને 31500 ચોરસ મીટર થશે. તળાવની આસપાસ વૉકિંગ પાથ બનશે. રમત ગમતના સાધનો પણ હશે. વ્યાયામ યોગ જેવી વ્યવસ્થાઓ પણ હશે. ગામના વડીલો બેસી શકે એવી બેઠક વ્યવસ્થા હશે. જ્યારે વાસણ તળાવનું હાલનું ક્ષેત્રફળ વધીને 17192 ચોરસ મીટર થશે. આ બંને તળાવો આગામી સમયમાં પિકનિક સ્પોટ બનશે.શાહે કહ્યું હતું કે, આ તળાવ ગામનો આત્મા બનશે. આ તળાવનું કામ ખૂબ ઝડપથી પૂર્ણ થશે અને આ બંને તળાવોનું લોકાર્પણ કરવા પણ હું આવીશ.

અમિત શાહે કુલ રૂપિયા 210 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું
અમિત શાહે કુલ રૂપિયા 210 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું

અમિત શાહે કર્યાં આ ખાતમુહૂર્ત - અમિત શાહે (Amit Shah in Gandhinagar )પાનસર-ડીંગુચા-વડુ અને લાઘણજ રોડ તથા ગાંધીનગર-વાવોલ-છત્રાલ રોડ પર એમ બે રેલવે ઓવરબ્રિજના કામનું પણ ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જાસપુરથી પલસાણા-કલોલ , વિશ્વ ઉમિયાધામ સંકુલને જોડતા માર્ગને ફોરલેન કરવાના કામનું પણ તેમણે ખાતમુહૂર્ત કર્યું હતું. પાનસર-ડીંગુચા-વડુ-લાંગણજ રેલવે ઓવરબ્રિજ (Railway overbridge development work in Gandhinagar) રૂપિયા 50 કરોડના ખર્ચે નિર્માણ કરાશે અને ગાંધીનગર-વાવોલ-છત્રાલ રેલવે ઓવરબ્રીજ 50 કરોડના ખર્ચે નિર્માણ કરાશે. આ બંને કામ 18 માસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવાનું આયોજન છે.

સ્વચ્છ ગામ બનાવવા અનુરોધ - રૂપાલ સૌથી સ્વચ્છ ગામ બને એ માટે પ્રયત્નો કરવા તેમને ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છ રૂપાલ અભિયાન અંતર્ગત રૂપાલ ગામમાં દરરોજ ડોર-ટુ-ડોર કચરાનું કલેક્શન કરવામાં આવી રહ્યું છે. કેન્સર જાગૃતિ માટે પણ આ વિસ્તારમાં સારા પ્રયત્નો થઈ રહ્યા છે. ગાંધીનગર જિલ્લાનું બિલેશ્વર ગામ આદર્શ ગામ તરીકે સમગ્ર દેશમાં સૌથી પ્રથમ ક્રમે છે આ માટે તેમણે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા. તેમના હસ્તે ગાંધીનગર જિલ્લામાં સ્વચ્છતા માટે રુપિયા 70 લાખના વાહનો આપવામાં આવ્યા હતાં.

રૂપાલ સૌથી સ્વચ્છ ગામ બને એ માટે પ્રયત્નો કરવા તેમને ગ્રામજનોને અનુરોધ કર્યો
રૂપાલ સૌથી સ્વચ્છ ગામ બને એ માટે પ્રયત્નો કરવા તેમને ગ્રામજનોને અનુરોધ કર્યો

આ પણ વાંચોઃ Adarsh Gram Yojana : અમિત શાહે દતક લીધેલું સુવિધાસભર આ ગામ દેશમાં પ્રથમ નંબરે

આરોગ્ય સુવિધાઓનો વિકાસ - ગાંધીનગર જિલ્લામાં (Amit Shah in Gandhinagar ) માર્ચ- 2022થી કેન્સર અભિયાન અંતર્ગત સર્વે, સ્ક્રિનિંગ અને સારવારની શરૂઆત થઈ છે. આ અભિયાન અંતર્ગત પ્રથમ તબક્કામાં કલોલ તાલુકાના 60 ગામોના અને ગાંધીનગરના નવ ગામોના લોકોને આવરી લેવામાં આવ્યા છે. લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને જે દર્દીઓ મળી આવે છે તેને સરકાર તરફથી સારવાર પણ આપવામાં આવી રહી છે. સમયસરની સારવારથી કેન્સરના દર્દીઓનો જીવ પણ બચી શકે છે. શાહે આજે રૂપાલમાં આવા ત્રણ દર્દીઓને રૂબરૂ મળ્યાં હતાં અને તેમના ખબર અંતર પૂછ્યા હતાં. સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર મળી રહે એ માટે પણ પ્રયત્નો થઈ રહ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લા ડેરીના સહયોગથી દર 15 દિવસે સગર્ભા મહિલાઓને મગસના લાડુ આપવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં જોડાવા માટે તેમણે જિલ્લાના નાગરિકોને પણ આહવાન કર્યું હતું.

રુપાલની પલ્લીનું પ્રતીક અર્પણ કરવામાં આવ્યું
રુપાલની પલ્લીનું પ્રતીક અર્પણ કરવામાં આવ્યું

રુપાલની પ્રસિદ્ધ પલ્લીનું પ્રતીક અર્પણ કરાયું - ગામની વયોવૃઘ્ઘ વિવિધ સમાજની 17 બહેનો દ્વારા અમિત શાહને પલ્લીનું પ્રતીક આપી આર્શીવાદ પાઠવ્યા હતાં. તેમજ વિવિઘ સમાજ અને સંગઠનો દ્વારા પણ અમિત શાહનું ફલહાર, સ્મૃતિ ચિહૂન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી વરદાયિની માતાજી સંસ્થાનના પ્રમુખ નિતીનભાઇ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને વરદાયિની માતાજી મંદિરના વિવિઘ વિકાસ કામોની ઝાંખી કરાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.