ETV Bharat / city

ભાડે મુકવાના બહાને ચાર ગાડીઓ લઈ ફરાર થયેલા આરોપીની ધરપકડ

author img

By

Published : Jul 1, 2021, 8:08 AM IST

ભાડે મુકવાના બહાને ચાર ગાડીઓ લઈ ફરાર થયેલા આરોપીની ધરપકડ
ભાડે મુકવાના બહાને ચાર ગાડીઓ લઈ ફરાર થયેલા આરોપીની ધરપકડ

ગાંધીનગર(gandhinagar)માં ફરિયાદીના ઓળખીતાની જુદી-જુદી 4 ફોરવ્હીલર ગાડીઓ ભાડા પેટે હજીરા મુદ્રા પોર્ટ પર મુકવાનું કહી તમામ ગાડીઓ લઈ ગઠિયો ફરાર થઇ ગયો હતો. ગાડીઓ લઇ ફરાર થઈ ગયેલા ગઠિયાની અડાલજ પોલીસ(adalaj police) દ્વારા મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી.

  • ડેપ્યુટી સેક્શન ઓફિસર સાથે કરી છેતરપિંડી
  • પોલીસે ચાર ગાડીઓ કબ્જે કરી પરત મેળવી
  • સગાઓની ગાડીઓ ભાડે ફેરવવા માટે આપી હતી

ગાંધીનગરઃ સચિવાલય ખાતે ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતી મહિલાને વિશ્વાસમાં લઇ છેતરપિંડી કરનાર સંજય પટેલે ભાડા પેટે ચલાવવા માટે ચાર ગાડીઓની ડિમાન્ડ કરી હતી. તેઓ સંજયને ત્રણ વર્ષથી ઓળખતા હોવાથી ડેપ્યુટી સેકશન ઓફિસર રિદ્ધિ ગઢવીએ તેમના સગાઓની ગાડીઓ ભાડે મુકવા માટે આપી હતી. પરંતુ આ ગાડીઓ પોર્ટ પર મૂકી નહોતી.

આ પણ વાંચોઃ અંકલેશ્વરમાં ગાડીનો કાચ તોડી 2.50 લાખ રૂપિયાના મત્તાની ચોરી કરી ગઠિયો ફરાર

નક્કી કર્યા મુજબ પૈસા ના આપતા સક્સે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું

સંજય પટેલે નક્કી કર્યા મુજબ પૈસા ના આપતા ગાડીઓ પરત માંગી હતી, પરંતુ સંજય પટેલે ફોન ઉપાડવાનું બંધ કરી દેતા શંકા જતા, તપાસ કરતા જાણવા મળ્યું કે, હાજીરા મુદ્રા પોર્ટ પર આ પ્રકારની ગાડીઓ મૂકવામાં આવી નથી. જેથી સરગાસણમાં રહેતા રિદ્ધિ પટેલે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે (police)પણ આ દિશામાં કામગીરી હાથ ધરી હતી. વાપીનો રહેવાસી સંજય મુંબઈમાં રહેતો હોવાથી પોલીસે(police) તેને પકડવા ત્યાં ચક્રો ગતિમાન કર્યા હતા અને ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ સંસ્કારી નમસ્કાર કરી વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની કડીની ચિલઝડપ કરી ગઠિયો ફરાર

અડાલજ પોલીસે મુંબઈથી સક્સની ધરપકડ કરી 4 ગાડીઓ પરત મેળવી

સંજય પટેલ મુંબઈ-મહારાષ્ટ્ર(mumbai-maharastra) ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી અડાલજ પોલીસ સ્ટેશન(adalaj police station)ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ.સિંધવ, PSI વી.બી વર્મા અને ASI નિલેશ પ્રજાપતિએ આરોપીને ધરપકડના આદેશ આપ્યા હતા. અડાલજ પોલીસે (adalaj police)જોગેશ્વરી નગર મુંબઈ ખાતેથી આ ગુનાના આરોપી સંજયને પકડી, છેતરપિંડીમાં ગયેલી 4 ગાડીઓ સહિતનો 26 લાખ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.