ETV Bharat / city

રાજયમાં 24 કલાકમાં કુલ 10 કોરોના પોઝિટિવ કેસ, 12 દર્દીઓ સાજા થયાં, એક પણ મૃત્યુ નહીં

author img

By

Published : Sep 2, 2021, 8:38 PM IST

રાજયમાં 24 કલાકમાં કુલ 10 કોરોના પોઝિટિવ કેસ, 12 દર્દીઓ સાજા થયાં, એક પણ મૃત્યુ નહીં
રાજયમાં 24 કલાકમાં કુલ 10 કોરોના પોઝિટિવ કેસ, 12 દર્દીઓ સાજા થયાં, એક પણ મૃત્યુ નહીં

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 01 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 03 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

  • રાજ્યમાં કોરોના પર કન્ટ્રોલ, છેલ્લાં 24 કલાકમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા
  • 12 દર્દીઓ કોરોનાને માત આપી
  • સમગ્ર રાજ્યમાં ફક્ત 4 જ કોર્પોરેશન વિસ્તારમાં કેસ
  • અમદાવાદમાં 01 વડોદરા 02 સુરતમાં 03 અને ગાંધીનગર 01 કેસ

    ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ આ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ત્યારે 2 સપ્ટેમ્બર રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત 10 જ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બીજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી ફક્ત 4 જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે અન્ય તમામ કોર્પોરેશન વિસ્તાર અને 31 જિલ્લાઓમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી..



7,23,980 ડોઝ આપવામાં આવ્યાં

02 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 7,23,980 કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 3,40,594 લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 1,59,958ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં કુલ 4,77,42,696 નાગરિકોને વેકસીનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 200થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 151 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 03 વેન્ટિલેટર પર અને 148 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,081 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,213 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં 32,803 કોરોના કેસ નોંધાયા

આ પણ વાંચોઃ આજથી રાજ્યમાં ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂં, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.