ETV Bharat / city

કોરોના મુક્ત દમણમાં 85 વિદ્યાર્થીઓ અને 4 પ્રોફેસરોનો અનોખો સેવાયજ્ઞ

author img

By

Published : Apr 30, 2020, 11:45 AM IST

ETV BHARAT
કોરોના મુક્ત દમણમાં 85 વિદ્યાર્થીઓ અને 4 પ્રોફેસરોનો અનોખો સેવાયજ્ઞ

સમગ્ર દેશમાં COVID-19એ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સંઘપ્રદેશ દમણમાં હજૂ સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. દમણમાં પ્રશાસન આ ગંભીર મહામારી સામે સક્રિય પગલાં લઈ રહ્યું છે. જેમાં દમણ સરકારી કૉલેજના 85 વિદ્યાર્થીઓ અને 4 પ્રોફેસરો પોતાનો સહયોગ આપી રહ્યા છે. જેની પ્રસંશા પ્રશાસને પણ કરી છે.

દમણ: પર્યટન સ્થળ તરીકે જાણીતા અને માત્ર 72 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા સંઘપ્રદેશ દમણમાં હજૂ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. દમણમાં કોરોના મહામારી સામે પ્રશાસન સતત સતર્ક બની કામગીરી બજાવી રહ્યું છે, ત્યારે આ કામગીરીમાં દમણ સરકારી કોલેજના 85 NSS વિદ્યાર્થીઓ પણ પોતાની સેવા આપી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓ શહેરના મુખ્ય માર્ગો, બેન્ક, ATM સહિતના જાહેર સ્થળો પર અવર-જવર કરનારા લોકોમાં આરોગ્ય સેતુ એપ, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક અંગે જનજાગૃતિ ફેલાવી રહ્યાં છે.

કોરોના મુક્ત દમણમાં 85 વિદ્યાર્થીઓ અને 4 પ્રોફેસરોનો અનોખો સેવાયજ્ઞ

દમણ સરકારી કૉલેજના આ 85 વિદ્યાર્થીઓ ઉપરાંત કૉલેજના 4 પ્રોફેસરો પણ પ્રશાસનને સહયોગ આપી રહ્યા છે. આ પ્રોફેસરો સતત વોલેન્ટીયર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે. તેમજ જે સ્થળે વોલેન્ટીયર વિદ્યાર્થીઓ ફરજ બજાવી રહ્યા છે, ત્યાં તેમને માટે ફૂડ પેકેટ્સ, પાણી સહિતની વ્યવસ્થા પૂરી પાડી વિદ્યાર્થીઓના મનોબળને મજબૂત કરવામાં સહકાર આપી રહ્યા છે.

ETV BHARAT
વિદ્યાર્થીઓની સેવા

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના 30 દિવસથી દમણમાં આ કૉલેજીયન વોલેન્ટીયર વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પ્રશાસનને સહયોગ આપી રહ્યા છે. મહામારીમાં લોકોની સેવા અને પ્રશાસનને સહયોગ આપવાની તક જીવનની યાદગાર ક્ષણો હોવાનો એહસાસ કરે છે. જેનાથી પ્રભાવિત થઈ પ્રશાસને પણ વિદ્યાર્થીઓની આ સેવાને બિરદાવી છે. આશા રાખીએ કે, પ્રશાસન અને વિદ્યાર્થીઓની આ સેવા લેખે લાગે અને અત્યારસુધી કોરોના મુક્ત રહેલું દમણ આગામી દિવસોમાં પણ કોરોના મુક્ત રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.