ETV Bharat / city

Chaitri Chhath Puja 2022 : દમણગંગા નદીના ઘાટે બુંલદ જયજયકાર સાથે સૂર્યદેવને અર્ધ્ય આપી છઠ્ઠી મૈયા પૂજા

author img

By

Published : Apr 8, 2022, 1:32 PM IST

Chaitri Chhath Puja 2022 : દમણગંગા નદીના ઘાટે બુંલદ જયજયકાર સાથે સૂર્યદેવને અર્ધ્ય આપી છઠ્ઠી મૈયા પૂજા
Chaitri Chhath Puja 2022 : દમણગંગા નદીના ઘાટે બુંલદ જયજયકાર સાથે સૂર્યદેવને અર્ધ્ય આપી છઠ્ઠી મૈયા પૂજા

વાપીમાં મોટી સંખ્યામાં બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા વાપીના દમણગંગા નદી કિનારે ચૈત્રી છઠ પૂજાનું (Chaitri Chhath Puja 2022) આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત છઠ વ્રતધારીઓ ડૂબતા સૂર્યને અર્ધ્ય આપી છઠ્ઠી મૈયાની (Chhathi Maiya puja 2022) પૂજા કરી હતી.

વાપી : વાપીમાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા ગત વર્ષે કોરોના કાળને કારણે છઠ્ઠી મૈયાની છઠ પૂજાનું (Chaitri Chhath Puja 2022) આયોજન કરી શકાયું નહોતું. વર્ષમાં 1 વાર કારતક મહિનામાં અને બીજી ચૈત્ર મહિનામાં છઠ પૂજાનું (Chhathi Maiya puja 2022) આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગુરુવારે 7 મી એપ્રિલે વાપીની દમણગંગા નદી કિનારે ચૈત્રી છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત છઠ વ્રતધારીઓએ ડૂબતા સૂર્યને પહેલું અર્ધ્ય અર્પણ કર્યું હતું.

દમણગંગા નદીના ઘાટે બુંલદ જયજયકાર સાથે સૂર્યદેવને અર્ધ્ય આપી છઠ્ઠી મૈયા પૂજા

25 વર્ષથી છઠ્ઠ પૂજાનું આયોજન - બિહાર-ઉત્તર પ્રદેશમાં છઠ્ઠી મૈયાની પૂજાનું કઠોર વ્રત ગણાતા છઠ પૂજાનું અનેરું મહત્વ છે. જેમાં પ્રથમ દિવસે ઢળતી સાંજે નદી કિનારે જઈ વ્રતધારીઓ સૂર્યદેવને અર્ધ્ય આપે છે. જ્યારે બીજા દિવસે વહેલી સવારમાં ઉગતા સૂર્યને અર્ધ્ય આપી વ્રતના પારણા કરે છે. વાપી સહિત આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તેમજ વેપાર ધંધા માટે સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય પરિવારો તેમની કર્મભૂમિ વાપીમાં જ છઠ પૂજા કરી શકે તેવા ઉદેશ્યથી વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા દમણગંગા નદીના કાંઠે વિશેષ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગુરુવારે ચૈત્રી છઠની સંધ્યાએ દમણગંગા નદી કિનારે મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ તેમના પરિવાર સાથે નદી કાંઠે આવી હતી. નદીના પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાનો જયજયકાર કર્યો હતો.

દમણગંગા નદીના ઘાટે પૂજા
દમણગંગા નદીના ઘાટે પૂજા

દમણગંગા નદી કિનારે મોટી સંખ્યામાં વ્રતધારીઓએ પૂજા કરી - વ્રતધારીઓએ જણાવ્યું હતું કે, છઠ પુજાનું ઉત્તર ભારતીય સમાજમાં ખૂબ જ મહત્વ છે. આ વ્રત દરમિયાન વ્રતધારીઓ આખો દિવસનો ઉપવાસ કરી સાંજે અને સવારે સૂર્યદેવને (Chhathi Maiya Puja on banks River Damanganga) અર્ધ્ય અર્પણ કરી પૂજા કરે છે. નદી કિનારે ટ્રસ્ટ દ્વારા તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા કોઈ અગવડ ન પડે તે માટે ખાસ તૈયારીઓ કરી છે. અને તમામે નદીકાંઠે પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી સૂર્યદેવને ઢળતી સાંજનું પહેલું અર્ધ્ય આપી છઠ પૂજા વિધિ કરી હતી.

આ પણ વાંચો : પ્રખ્યાત લોકગાયિકા માલિની અવસ્થી સાથે છઠ્ઠ પૂજા અને ભોજપુરી ભાષા વિશે વિશેષ વાત

"ઘાટ પર વધુ સુવિધા ઉપલબ્ધ થાય તેવી માંગ કરી" - આવનારા દિવસોમાં દમણગંગા નદી કાંઠે (Puja banks of River Damanganga) છઠ વ્રતધારીઓ માટે L ટાઇપનો ઘાટ બને તે માટે બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા સ્થાનિક ધારાસભ્ય કનુ દેસાઈને રજુઆત કરી છે. જે રજુઆતને વહેલી તકે પુરી કરવા ખાતરી પણ મેળવી હતી. આ ઉપરાંત નદી કિનારે વહીવટીતંત્ર દ્વારા પણ ચુસ્ત તકેદારીના પગલાં લેવાયા અને કોઈ અનિચ્છનીય ઘટના નહિ બનતા સૌ કોઈએ છઠ્ઠી મૈયાનો આભાર માન્યો હતો.

કેવી રીતે કરી છઠ્ઠપૂજા - વાપી, દમણ સેલવાસમાં ઔદ્યોગીકરણ થતાં અનેક ઉત્તર ભારતવાસીઓ અહીં આવીને વસ્યા છે. જોકે તેઓ તેમના સંસ્કારો અને રીતરિવાજો (Importance of Chhathi maiya puja) ભૂલ્યા નથી. કહેવાય છે કે રામ અને સીતા, કુંતી અને દ્રૌપદીએ પણ આ વ્રત કર્યું હતું. વાપી સહિત સેલવાસ , દમણની આસપાસના વિવિધ વિસ્તારોમાં નદી તળાવમાં અને દરિયાકિનારે મોટી સંખ્યામાં આવેલા લોકોએ ગુરુવારે સાંજે ચૈત્રી છઠ નિમિતે છઠ્ઠી મૈયાની જય બોલાવી સૂર્યદેવને જળ સાથેનું અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠ પૂજા કરી હતી.

ઉત્તર ભારતીય લોકો આ વ્રતની આસ્થાભેર ઉજવણી કરે છે
ઉત્તર ભારતીય લોકો આ વ્રતની આસ્થાભેર ઉજવણી કરે છે

આ પણ વાંચો : વાપીમાં ઉત્તર ભારતીય સમાજે સૂર્યદેવને અર્ધ્ય અર્પી છઠ્ઠપૂજા કરી...

નદીકાંઠે દીવો પ્રગટાવી હાથમાં જળ લઈને ડૂબતા સુર્યને અર્ધ્ય અર્પણ કરે છે - સૂર્યનો જન્મ થયા બાદ દેવતાઓએ છઠ્ઠા દિવસે તેમની ઉપાસના(Chaitri Chhath fasting) કરી હતી. ત્યારબાદ સૂર્યનું અસલ તેજ પ્રકાશિત થયું હતું. ત્યારથી આ પર્વનો પ્રારંભ થયો હોવાની લોકકથા પ્રવર્તે છે. આ પર્વ અંતર્ગત મહિલાઓ ત્રણ દિવસ કઠોર અનશન રાખે છે. રાત્રે ગોળની ખીરનો પ્રસાદ આરોગે છે. અને મહિલાઓ સવારે સાંજે સૂર્યને અર્ધ્ય આપે છે માથે શણગારેલી ટોપલીમાં કેળા, પપૈયા સહિતના ફળો કંકુ - ચોખા, શેરડી વગેરે નદીકાંઠે લઈને આવે છે. નદીકાંઠે દીવો પ્રગટાવી હાથમાં જળ લઈને ડૂબતા સુર્યને અર્ધ્ય અર્પણ કરી ઘર - પરિવાર સમાજ અને દેશમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે સૂર્ય દેવ સમક્ષ પ્રાર્થના કરે છે. તો કેટલાક નિસંતાન દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે છઠ પર્વની ઉપાસના કરી હતી.

માતા કુંતીએ આ વ્રત કરી પુત્ર રૂપે કર્ણની પ્રાપ્તિ કરી હતી - લોકવાયકા મુજબ માતા કુંતીએ આ વ્રત કરી પુત્ર રૂપે કર્ણની પ્રાપ્તિ કરી હતી. ત્યારથી આ વ્રત દરેક ઉત્તર ભારતીય સમાજના લોકો ઉજવે છે. તેમના મતે આ કઠોર વ્રત છે અને સૌથી મોટું મહાપર્વ છે. હાલમાં દેશના તમામ રાજ્યોમાં અને વિદેશમાં સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય લોકો આ વ્રતની (Chaitri Chhath Puja in Gujarat) આસ્થાભેર ઉજવણી કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.