ETV Bharat / city

ભાવનગરના વોર્ડ નંબર-9માં ફલાય ઓવર સહિતના મુદ્દા અંગે નગરસેવક સાથે વોર્ડ ચોપાલ

author img

By

Published : Jan 4, 2021, 5:51 PM IST

ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નમ્બર 9 વિરોધપક્ષનો વોર્ડ તો સત્તામાં રહેલા ભાજપના ડેપ્યુટી મેયરનો વોર્ડ પણ છે. આ વોર્ડમાં કોંગ્રેસ પાસે ત્રણ બેઠક જ્યારે ભાજપ પાસે માત્ર એક બેઠક છે. હાલ ચૂંટણી નજીક છે, ત્યારે 10 વર્ષ પછી ફલાય ઓવર અને સિક્સલેન રોડનું કામ હાથ ધરવામાં આવતા ભાજપ તેને મુદ્દો બનાવી રહી છે, તો કોંગ્રેસ સામાં પ્રહારો કરવાનું ચૂકતી નથી, ત્યારે જાણો પ્રજાનો શું છે મત.

વોર્ડ નંબર-9માં ફલાય ઓવર સહિતના મુદ્દા અંગે નગરસેવક સાથે વોર્ડ ચોપાલ
વોર્ડ નંબર-9માં ફલાય ઓવર સહિતના મુદ્દા અંગે નગરસેવક સાથે વોર્ડ ચોપાલ

  • ETV BHARAT ની વોર્ડ નંબર 9માં લોકો અને નગરસેવક સાથે ચર્ચા
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ખાસ ચર્ચા
  • ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ પૈકી 9 નંબરનો વોર્ડ મહત્વનો માનવામાં આવે છે

ભાવનગરઃ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ETV BHARAT દ્વારા લોકચર્ચા કરવામાં આવી હતી.જેમાં ગત ટર્મના ચૂંટાયેલા નગરસેવકોએ હિસાબ આપ્યો છે.

વોર્ડ નંબર 9માં લોકો અને નગરસેવક સાથે ચર્ચા
વોર્ડ નંબર 9માં લોકો અને નગરસેવક સાથે ચર્ચા

ભાવનગરનો વોર્ડ નમ્બર 9 એટલે બોરતળાવ વોર્ડ

ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ પૈકી 9 નંબરનો વોર્ડ મહત્વનો માનવામાં આવે છે. કારણ કે વિરોધપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવેલા હતા. બોરતળાવની દુબની જમીનનો મુદ્દો હોઈ કે પછી સિક્સલેન કે ફલાય ઓવરનો મુદ્દો હોઈ વિરોધ પક્ષ ઉઠાવતું રહ્યું છે. સત્તામાં રહેલા ભાજપ હાલમાં શરૂ થયેલી ફલાય ઓવર અને સિક્સલેન કામગીરીને દર્શાવી રહ્યી છે. ત્યારે લોકોનો શું છે મત તે જુઓ નગરસેવકો સાથે ETV BHARATની લોકચર્ચામાં.

વોર્ડ નંબર-9માં ફલાય ઓવર સહિતના મુદ્દા અંગે નગરસેવક સાથે વોર્ડ ચોપાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.