જેસર તાલુકા પંચાયમાં બહુમતી ભાજપની પણ પ્રમુખ AAPના બનશે

author img

By

Published : Mar 5, 2021, 1:44 PM IST

જેસર તાલુકા પંચાયમાં બહુમતી ભાજપની પણ પ્રમુખ AAPના બનશે

ભાવનગરની 10 તાલુકા પંચાયત પૈકી જેસર તાલુકા પંચાયતમાં બહુમતી ભાજપની છે પણ આવનાર નવી બોડીમાં પ્રમુખ પદ માટે અનુસૂચિત જાતિની બેઠક રિઝર્વ હોવાથી આમ આદમી પાર્ટી (AAP)ના એક માત્ર વિજેતા ઉમેદવાર અનુસૂચિત જાતિના હોવાથી AAPને બગાસું ખાતા પતાસું મળ્યું છે. જો કે કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા પણ પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે રિઝર્વ છે તેમ જણાવ્યું હતું.

  • તાલુકા પંચાયતના ચૂંટાયેલા 16 પૈકી અતુલકુમાર એક માત્ર અનુસૂચિત જાતિના વિજેતા ઉમેદવાર
  • જેસર તાલુકા પંચાયતમાં ભાજપને બહુમતી
  • નવી બોડીમાં પ્રમુખ પદ માટે અનુસૂચિત જાતિની બેઠક રિઝર્વ
  • આમ આદમી પાર્ટીએ બે બેઠક મેળવી હતી
  • જેસર તાલુકા પંચાયતમાં એન્ટ્રી અને પ્રમુખનો તાજ પણ AAPના ઉમેદવારના શિરે

ભાવનગરઃ જિલ્લાના જેસર તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી આમ આદમી પાર્ટીએ બે બેઠક મેળવી છે. જેમાં જેસર 01 અને જેસર 02 બંને બેઠક પર AAPના ઉમેદવારોએ જીત મેળવી છે. હવે પ્રમુખ માટેની બેઠક આવનાર નવી બોડીની ટર્મમાં અનુસૂચિત જાતિના જીતેલા ઉમેદવારના શિરે જાય છે. એટલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી AAPના વિજેતા ઉમેદવાર પૈકી આમ આદમી પાર્ટીના એક માત્ર ઉમેદવાર અનુસૂચિત જાતિમાંથી આવે છે. જેમણે ચૂંટણીમાં જીત મેળવતા તેઓ પ્રમુખ પદ માટે દાવેદાર બન્યા છે.

અ પણ વાંચોઃ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતીબેન શિયાળે મથાવડા બેઠક પરથી મતદાન કર્યું

AAPના કોણ નેતા જીત્યા ?

આમ આદમી પાર્ટી (AAP)એ જેસર 01 બેઠક વોર્ડ નંબર 08માં અતુલકુમાર ભીખાભાઇ નૈયારણ આશરે 45 વર્ષીયને ટિકિટ આપી અને તેમણે 963 મતે જીત પણ મેળવી લીધી હતી. તાલુકા પંચાયતના ચૂંટાયેલા 16 પૈકી એક માત્ર અનુસૂચિત જાતિના અતુલભાઈ છે અને આવનાર પ્રમુખ પદ અનુસૂચિત જાતિ અનામત હોવાથી તેઓ પ્રમુખ પદ માટે દાવેદાર છે. અતુલભાઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં કામ કરે છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને પાટા પિંડી કરીને બે પૈસા કમાઈ છે. તેમને એક દીકરો અને બે દીકરી છે જેમાં દીકરો અભ્યાસ કરે છે અને બે દીકરી પૈકી એક દીકરી રાજકોટ સરકારી હોસ્પિટલમાં નર્સ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ મહુવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મેદાન માર્યું

પ્રમુખ પદના એક માત્ર AAPના દાવેદારને ભાજપ-કોંગ્રેસ તેની તરફેણમાં લાવવા કોશિશ કરી શકે છે

આપ(AAP)ના જીતેલા ઉમેદવાર અનુસૂચિત જાતિમાંથી આવે છે અને પ્રમુખ પદના એક માત્ર દાવેદાર હોવાથી ભાજપ-કોંગ્રેસ તેની તરફેણમાં લાવવા કોશિશ કરી શકે છે. આમ આદમી પાર્ટી (AAP)એ અતુલભાઈ પર નજર રાખી છે અને AAPના કેટલાક નેતાઓને તેમની સાથે રાખવામાં આવી રહ્યા છે. બગાસું ખાતા મળેલા પતાસા બાદ મળેલો લાભ ઝુટવાય જાય નહીં તેથી AAP બાજ નજર રાખી રહ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.