ગણેશ ઉત્સવ માથે પણ મૂર્તિકારને ખીચડીના પૈસા નથી રહ્યાં : કેમ બન્યાં બેહાલ વિઘ્નહર્તાના સર્જનહાર

author img

By

Published : Sep 1, 2021, 6:07 PM IST

ગણેશ ઉત્સવ માથે પણ મૂર્તિકારને ખીચડીના પૈસા નથી રહ્યાં : કેમ બન્યાં બેહાલ વિઘ્નહર્તાના સર્જનહાર

ભાવનગર શહેરમાં ગણપતિનું સર્જન કરતા મૂર્તિકારના પરિવારોની હાલત બેહાલ થયા છે. બે વર્ષથી કોઈ રોજગારી હતી નહી અને હવે ગણેશ ઉત્સવ માથે છે. ત્યારે અનલોકમાં મૂર્તિકારોને ગ્રાહકો મળી રહ્યા નથી. વ્યાજે પૈસા લાવીને જીવન ચલાવતા મૂર્તિકારો પાસે કલરના પૈસા નહીં રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. ખીચડીના પૈસા ન હોવાથી સરકાર બાદ હવે ગ્રાહકો આવે તેવી આસ મૂર્તિકારો રાખે છે.

  • ગણપતિની મૂર્તિ બનાવનાર મૂર્તિકાર પરિવારો આર્થિક સંકટમાં મુકાતા સહાયની માગ
  • વાવાઝોડામાં અનેક માટીની મૂર્તિઓ તૂટી જતાં મોટું નુકસાન થયું
  • જગ્યા માટે સરકારને પૈસા ભર્યા બાદ હવે ગ્રાહકો મળતા નથી અને ખીચડી ખાવાના પૈસા નથી


    ભાવનગરઃ કોરોનાએ સારા સારા સારાની કમર તોડી નાખી છે. કોરોનામાં ગણપતિની મૂર્તિ બનાવતા કારીગરો અને તેના પરિવારોને વ્યાજે પૈસા લીધા બાદ પણ હવે ખીચડી ખાવાના પૈસા નથી રહ્યા. ત્યારે કોરોનાની ત્રીજી લહેરને ભયમાં ગત વર્ષે બનાવેલી મૂર્તિઓ લઈને કલાકારો બેઠા છે. પરંતુ ગણેશ ચતુર્થી નજીક હોઈ અને પચાસ ટકા ધંધો થઈ ચૂક્યો હોવો જોઈએ તેના બદલે કોઈ ડોકાતું નથી અને કારીગરો હવે વિઘ્નહર્તાના સર્જન બાદ તેના જ પાસે વિઘ્ન દૂર કરવા પ્રાર્થના કરી રહ્યા છે.


    80 વર્ષથી ગણપતિ મૂર્તિ બનાવતા પરિવારોને ખીચડીના પૈસા નથી

    ભાવનગરમાં રાજસ્થાનના મારવાડ તરફથી આવીને આશરે 80 થી 90 વર્ષ પહેલાં વસેલા મૂર્તિકારોની ત્રીજી પેઢી હજુ મૂર્તિઓ બનાવી રહી છે અને ગુનારાન ચલાવે છે. પરંતુ કોરોનાના બે વર્ષમાં આ પરિવારોની હાઓએટ કફોડી બની ગઈ છે. બે વર્ષથી કોરોનાને કારણે લોકડાઉન હોવાથી મૂર્તિઓ બનાવી શક્યા નહીં અને બીજા વર્ષે મૂર્તિઓ બનાવી તો વાવાઝોડાએ નુકશાન કરી દીધું છે. આણંદભાઈ ભાટી જણાવે છે કે સરકારે કોઈ સહાય કરી નથી. વાવાઝોડામાં માટીની બનાવેલી મૂર્તિઓ તૂટી ગઈ અને સરકારે બધાને ટ્રેનિંગ આપી,લાયસન્સ આપ્યા અને શીખવાડવાના પૈસા આપ્યા પણ અમે કારીગર હોઈ અને તંત્રને લેખિત માગ કોરોનાકાળમાં કરવા છતાં કોઈએ સામે જોયું નથી.


    જગ્યાના પૈસા ભર્યા અને ગ્રાહકો નથી

    ભાવનગરના જવાહર મેદાનમાં હાલમાં આશરે 10 જેટલા પરિવારોએ તબું તાણી દીધા છે. 1 હજાર ચોરસ મીટર જમીન માટે સરકારને ભાડા પેટે આશરે 45 થી 50 હજારની ચૂકવણી કરી છે. રોજનું દરેકનું 2500 જેટલું ભાડું ચડી રહ્યું છે અને બીજી બાજુ ગ્રાહકો જોવા મળતા નથી. આજદિન સુધીમાં મૂર્તિકારોનું કહેવું છે કે તેમનો પચાસ ટકા ધંધો થઈ ગયો હોય અને લોકોની ખરીદી થઈ ગઈ હોય છે. સંસ્થા કે મંડળવાળા અગાઉ ઓર્ડર આપતા હોઇ અને આજદિન સુધીમાં લઈ જતા હોય છે પણ હજુ સુધી ગ્રાહકો એક પણ આવ્યા નથી. જો એવું ચાલશે તો દિવસો વિતાવવા મુશ્કેલ થશે. આથી સરકાર અમારી સામે જોવે તેવી માગ કરી રહ્યા છે.
    મૂર્તિકારોને ગ્રાહકો મળી રહ્યા નથી



    કફોડી હાલત થતા ખીચડીના નથી પૈસા

    ભાવનગરમાં છેલ્લા બે વર્ષથી કોરોનામાં ઉત્સવો બંધ હતાં ત્યારે ગણપતિની મૂર્તિ બનાવતા કલાકારો બેરોજગાર બન્યા છે. બે વર્ષથી વ્યાજે પૈસા લાવીને ગુજરાન ચલાવતા પરિવારોએ આ વર્ષે નવી મૂર્તિઓ નથી બનાવી, પણ ગત વર્ષની વાવાઝોડામાં નુકશાન બાદ બનાવેલી માટીની અને POP ની મૂર્તિઓ લઈને બેઠા છે. હાલમાં ગ્રાહકો ન મળતા હવે ખીચડી ખાવી પણ મુશ્કેલ લાગી રહી છે. આશરે 100થી વધુ સંખ્યા આ પરિવારોની છે. ત્યારે સરકાર સામે જોવે તેવી માગ પણ કરી છે. હાલમાં 100 રૂપિયાથી લઈને 10 થી 15 હજાર સુધીની મૂર્તિઓ વેચાણમાં લઈને બેઠા છે પરંતુ વિઘ્નહર્તાના સર્જન બાદ તેમના જીવનમાં રોજગારીનું વિઘ્ન હવે ગણપતિ દૂર કરે તેવી અપેક્ષા તેવો સેવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ ભાવનગર શહેર-જિલ્લામાં સિઝનનો કુલ 43.37 ટકા વરસાદ: ઘોઘા-ગારીયાધારમાં સારો વરસાદ

આ પણ વાંચોઃ ભાવનગરના મહુવામાં પડ્યો ધોધમાર વરસાદ, માલણ નદી બે કાંઠે વહેતી થઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.