રવિ-સોમની આગાહી વચ્ચે વરસાદનો વિરામ, ભાવનગરમાં ઝરમર વરસાદથી વાતાવરણ ઠંડુ

author img

By

Published : Sep 15, 2021, 8:05 PM IST

ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતીને મોટો ફાયદો થયો

વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં દિવસ દરમિયાન સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ કટકે કટકે વરસતો રહ્યો તો દરિયાઈ પટ્ટી પર વરસાદ થોડા અંશે પડ્યો છે. જો કે ખેડૂતોને વરાપ નીકળતા પાકને 2 દિવસ મળતા પાક સારો થવાની આશા બંધાઈ છે.

  • વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમા ઝરમર વરસાદ, વાદળછાયું વાતાવરણ રહ્યું
  • ડેમોમાં પાણીનો સ્ત્રોત 90 ટકા તો ક્યાંક 100 ટકા થઈ ગયો
  • વરસાદ થંભી જતા ખેડૂતોને ખેતરમાં વરાપ નીકળતા આનંદ
  • હજુ વરસાદ આવે તો બાકી રહેલા ડેમોમાં નીર આવવાની શક્યતા

ભાવનગર: શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ 2 દિવસથી વિરામ પામેલો વરસાદ ઝરમર વરસ્યો હતો. શહેર જિલ્લામાં દરિયાઈ પટ્ટી ઉપર વરસાદ છુટ્ટો છવાયો વરસ્યો છે. દિવસ દરમિયાન વરસાદ સંતાકૂકડી રમતો હોય તેવી સ્થિતિ રહેવા પામી હતી. જો કે ધમાકેદાર વરસાદ છેલ્લે 10 તાલુકામાંથી 5 તાલુકામાં સોમવારે નોંધાયો હતો.

ભાવનગરમાં વરસાદી માહોલ યથાવત

દિવસ દરમિયાન વરસાદ સંતાકૂકડી રમતો હોય તેવી સ્થિતિ રહી
દિવસ દરમિયાન વરસાદ સંતાકૂકડી રમતો હોય તેવી સ્થિતિ રહી

ભાવનગર જિલ્લામાં વરસાદ 69.04 ટકા નોંધાયો છે, ત્યારે પાછોતરો વરસાદ અંતમાં આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકા પૈકી 5 તાલુકામાં 1 ઇંચથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ છેલ્લે સોમવારે નોંધાયો હતો. ભાવનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતીને ખૂબ મોટો ફાયદો થયો છે. કપાસનું 2 લાખ હેકટર કરતા વધુ વાવેતર છે, જ્યારે 1 લાખ કરતા વધુ મગફળીનું વાવેતર છે. ખેડૂતોને પાક સારો ઉપજવાની આશા બંધાઈ છે.

ખેડૂતો વરાપ નીકળતા ખૂબ ખુશ જોવા મળ્યા
ખેડૂતો વરાપ નીકળતા ખૂબ ખુશ જોવા મળ્યા

શહેર જિલ્લામાં ડેમોની સ્થિતિ યથાવત શેત્રુંજીથી લઈ દરેક ડેમ ફૂલ

ભાવનગર શહેર અને જિલ્લામાં 69 ટકા વરસાદ બાદ અને ઉપરવાસના વરસાદના પગલે શેત્રુંજી સૌથી મોટો ડેમ મંગળવાર સવારે બીજીવાર ઓવરફ્લો થયો હતો. જિલ્લાનો સૌથી મોટો અને સૌરાષ્ટ્રનો બીજા નંબરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો એક વખત થયા બાદ બીજી વખત થવાથી હાલની સપાટી 36 ફૂટ છે. ડેમોની સપાટી જોઈએ તો નીચે મુજબ 15 સપ્ટેમ્બર મુજબ રહેવા પામી છે

દિવસ દરમિયાન વરસાદ સંતાકૂકડી રમતો હોય તેવી સ્થિતિ રહી
દિવસ દરમિયાન વરસાદ સંતાકૂકડી રમતો હોય તેવી સ્થિતિ રહી
ડેમ ઓવરફ્લો મીટરમાં હાલની સપાટી
શેત્રુંજી 55.5355.53
રજાવળ56.75 54.09
ખારો54.1254.12
માલણ104.25 103.54
રંઘોળા62.0561.23
લાખણકા44.22 40.01
હમીરપરા87.0883.02
હણોલ90.01 89.65
બગડ60.4158.66
રોજકી99.0197.77
જસપરા40.2530.95
પિંગળી51.03 50.08

જળાશયોમાં પણ નવા નીર આવ્યા

ખેડૂતોની ચિંતા ક્યાંક દૂર થઇ
ખેડૂતોની ચિંતા ક્યાંક દૂર થઇ

ભાવનગર શહેર જિલ્લામાં 5 તાલુકામાં સારા એવા વરસાદથી જળાશયોમાં પણ નવા નીર આવ્યા છે. ત્યારે ખેડૂતોની ચિંતા ક્યાંક દૂર થઇ છે કારણ કે સપ્ટેમ્બર માસના અંત બાદ મગફળી અને કપાસનો પહેલો ફાલ લેવામાં આવતો હોય છે. જો કે વરસાદ થવાથી ગરમીથી લોકોને રાહત મળવા પામી છે અને ખેડૂતો વરાપ નીકળતા ખૂબ ખુશ જોવા મળ્યા છે.

વધુ વાંચો: શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં વરસાદથી પાણી આવક વધી, સપાટી 32 ફૂટ 10 ઈંચે પહોચી

વધુ વાંચો: કોળિયાકનો સૌથી મોટો ભાદરવી અમાસનો મેળો કોરોનાના પગલે રદ: અસ્થિ વિસર્જન માટે મંજૂરી પણ કેટલાને ? જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.