ETV Bharat / city

રાહુ મંગળની ગૌચર યુતીએ સર્જ્યો અંગારક યોગ, આ રાશિના લોકોને થશે આ અસરો

author img

By

Published : Jun 27, 2022, 3:43 PM IST

રાહુ મંગળની ગૌચર યુતીએ સર્જ્યો અંગારક યોગ, રાશિના જાતકો અને દેશ વિદેશમાં શુ થશે શકે છે અસરો
રાહુ મંગળની ગૌચર યુતીએ સર્જ્યો અંગારક યોગ, રાશિના જાતકો અને દેશ વિદેશમાં શુ થશે શકે છે અસરો

રાહુ અને મંગલ એક રાશિમાં બે મહિના સુધી બિરાજમાન(Rahu Mars Gauchar Yuti) રહેવાના છે. અંગારક યોગના નિર્માણથી દેશ વિદેશમાં યુદ્ધ, તોફાનો અને પ્રદર્શનો સાથે પ્રાકૃતિક આપત્તિઓનું નિર્માણ(Creation of Natural Disasters) થવાના સંકેતો મળી રહ્યા છે. જાણો વધુ વિગતથી રાશિના જાતકોને અસરો શુ અને દેશ વિદેશમાં અસર વિશે.

ભાવનગર: જ્યોતિષમાં ગ્રહોનું મહત્વ અને ગ્રહોનું ગૌચરમાં ભરણ દરેક વ્યક્તિ પર અસર(Rahu Mars Gauchar Yuti) પાડે છે. મંગળ આકરો ગ્રહ(Mars is harsh planet) છે. ભ્રમનો રાજા રાહુ છે(Rahu the king of illusions). મંગળની રાશિ મેષમાં રાહુ ગૌચરમાં પહેલેથી બિરાજમાન છે અને હવે મંગળદેવ પણ પોતાની રાશિ મેષમાં પ્રવેશ કરી ચુક્યા છે. મંગલ રાહુની આ યુતિ અને કયો યોગ બનવાથી દરેક રાશિના જાતકો અને દેશ વિદેશ પર અસર વિશે જાણીએ.

આ પણ વાંચો: Rahu Shani Transit In 2022: રાહુ, ગુરુ અને શનિ બદલશે ચાલ, આ રાશીના લોકો રહે સાવધાન

મંગળનું પોતાની રાશિમાં પ્રવેશ અને રાહુ સાથે યુતિ - ગ્રહોમાં આકરો દેવ કહેવાય મંગળદેવ, મંગળ કરવાની સાથે અમંગળ પણ કરે છે. 27 જૂનના રોજ મંગળ મીન રાશિમાંથી નીકળીને પોતાની સ્વ રાશિ મેષમાં પ્રવેશ કર્યો છે. મેષમાં ગૌચરમાં પહેલેથી રાહુ બિરાજમાન છે અને હવે રાશિના સ્વામી ખુદ મંગળ પ્રવેશ કરવાથી મંગળ રાહુની યુતિ થઈ છે. આ યુતિથી અંગારક યોગનું નિર્માણ થાય છે. 15 ઓગસ્ટ સુધી અંગારક યોગ(Creating Angarak Yoga) રહેવાથી દેશ વિદેશ અને દરેક રાશિના જાતકો પર અસર પડશે.

અંગારક યોગ અગાઉ ક્યારે બન્યો અને કેવી અસરો થઈ શકે - 1985માં અંગારક યોગ બનવા પામ્યો હતો ત્યારે 37 વર્ષ પછી આ ફરી યોગનું નિર્માણ થયું છે. રાહુ પાપ ગ્રહ હોય અને મંગળ સાથે યુતિ થવાથી બનેલા અંગારક યોગની અસર નકારાત્મક હોય છે. અંગારક યોગથી દેવું થવું,ધનહાની,બીમારી,વિવાદ,પ્રાકૃતિક આપત્તિઓ જેમાં ખાસ કરીને ભૂકંપ,વાવાઝોડું,વીજળી પડવી,આગની ઘટનાઓ,તોફાનો,યુદ્ધ થવા અને પ્રદર્શનો વધવા જેવી ઘટનાઓનું નિર્માણ થઈ શકે છે.

આ પણ વાંચો: મંગળ અને બાદમાં ગુરુની બદલાશે ચાલ : બાર રાશિ અને રાષ્ટ્ર માટે કેવો સમય જાણો

અશુભ અસર કઈ રાશિને અને શું બચાવમાં કરવું જોઈ - યુતિ બનવાથી હમેશા રાશિના જાતકોને તેનું શુભ અને અશુભ ફળ મળતું હોય છે. આ યુતિથી મેષ રાશિના જાતકો એટલે અ,લ,ઇ નામના અક્ષરો વાળા જાતકોને ખૂબ સાવચેતી રાખવી જરૂરી બની જાય છે. હવે કઈ રાશિને અસર તે જોઈએ તો મેષ, વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને મીન રાશિના જાતકોને ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. આ બનેલા યોગની અસરથી બચવા માટે હનુમાન ચાલીસાનું રોજ પઠન કરવું, હનુમાનજીને સિંદૂર ચઢાવવું, લાલ ફૂલ ચડાવવા, લાલ ફળ,કપડા, ગોળ, કપૂર અર્પણ કરવા સાથે મંદિરમાં તેલનો દીવો કરવાથી ફાયદો થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.