ETV Bharat / city

શક્તિ વંદનાઃ જાણો, કોરોના મહામારીના કારણે સ્મશાનમાં પહેલી વખત પગ મૂકનારાં સમાજ સેવિકા આરતીબેન સોની વિશે

author img

By

Published : Oct 14, 2021, 6:59 PM IST

કોરોના મહામારીના કારણે સ્મશાનમાં પહેલી વખત પગ મૂકનારાં સમાજ સેવિકા આરતીબેન સોની વિશે
કોરોના મહામારીના કારણે સ્મશાનમાં પહેલી વખત પગ મૂકનારાં સમાજ સેવિકા આરતીબેન સોની વિશે

ETV BHARATએ નવરાત્રિમાં નવદુર્ગાની પૂજા અલગ રીતે કરી છે. સમાજ માટે કોરોના મહામારીમાં પણ નવદુર્ગા બનેલી મહિલાઓને શક્તિ વંદના (Shakti Vandana Prgoram) કાર્યક્રમ હેઠળ સન્માનિત કરી છે. પ્રથમ વખત સ્મશાનમાં ગયેલા આરતીબેન કનાડા સોની સાથે Etv Bharatએ ખાસ વાતચીત કરી. તે દરમિયાન એવા કેટલાક કિસ્સાઓ જાણ્યા, જેમાં ખુદ આરતીબેન કહે છે કે, "કોઈ કોઈનું નથી" છતાં જીવનભર તેઓ સમાજ સેવા કરશે.

  • સમાજ સેવા કરતા આરતીબેન સોની કનાડાએ પ્રથમ વખત કોરોનાને (Corona) કારણે સ્મશાનમાં પગ મૂક્યો
  • કોરોનાની પ્રથમ લહેરમાં (Corona First Wave) આરતીબેન કોરોના સંક્રમિત થયા છતાં બીજી લહેરમાં કરી સમાજ સેવા
  • આરતીબેને જણાવ્યા અદભુત કિસ્સા "કોઈ નથી કોઈનું" કોરોના કાળમાં જાણવા મળ્યું
  • ગર્ભવતી મહિલાનો કિસ્સો અને બે સગાં ભાઈના કિસ્સા જણાવ્યા આરતીબેને
  • કોરોના મહામારીમાં (Corona epidemic) લોકોને હેરાન થતા જોઈ સમાજ સેવિકાના મોઢામાંથી એક જ વાક્ય નીકળ્યું, કોઈ કોઈનું નથી હોતું

ભાવનગરઃ નવરાત્રિનો આજે છેલ્લો (નવમો) દિવસ છે. ત્યારે નવરાત્રિના મહાપર્વમાં Etv Bharatની ટીમે શક્તિ વંદના (Shakti Vandana Prgoram) અંતર્ગત અનોખી રીતે નવરાત્રિની ઉજવણી કરી છે. આ નવે નવ દિવસ સમાજમાં નવદુર્ગા સમાન બનેલી મહિલાઓની સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. ત્યારે આજે અને છેલ્લા દિવસે વાત કરીશું ભાવનગરના આરતીબેન સોની કનાડાની કે, જેમણે પોતાના જીવનમાં પ્રથમ વખત સ્મશાનમાં પગ મૂક્યો અને એક ગર્ભવતી મહિલા કોરોનામાં કેટલી એકલી બની હતી. ચાલો જાણીએ સમાજ સેવા અને કોરોનાકાળમાં બનેલા નવદુર્ગા સમાન આરતીબેનને.

પ્રશ્નઃ તમને સમજ સેવાની પ્રેરણા ક્યાંથી મળી અને કેમ મળી?

જવાબઃ સમાજ સેવાનો વિચાર મને મારા પિતા તરફથી આવ્યો હતો. મારા પિતા રજનીભાઈ કનાડા જ મારી પ્રેરણા છે. મેં તેમના નામે એક ટ્રસ્ટ ખોલીને સમાજ સેવા શરૂ કરી છે. અમારું ટ્રસ્ટ મેડિકલ કેમ્પ યોજીને પણ લોકોની સેવા કરે છે.

કોરોના મહામારીના કારણે સ્મશાનમાં પહેલી વખત પગ મૂકનારાં સમાજ સેવિકા આરતીબેન સોની વિશે

પ્રશ્નઃ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં તમે એવું શું કર્યું, જેનાથી તમે ગર્વ લઈ શકો?

જવાબઃ કોરોના કાળમાં (Corona period) અમે ખૂબ જ ડરની વચ્ચે ઘણું કામ કર્યું છે. કોરોનાની પહેલી લહેરમાં અમે અનાજની કિટનું પણ વિતરણ કર્યું હતું. જોકે, અમને પણ ડર લાગતો હતો અને પહેલી લહેરમાં અમે પણ કોરોનામાં સપડાયા હતા, પરંતુ કોરોનાની બીજી લહેરમાં તો સામે આવ્યું કે, લોકોમાં કોરોનાના કારણે તાકાત નથી. ઘરમાં લોકો ભોજન બનાવી શકે તેમ નથી ત્યારે અમે ટિફિન સેવા શરૂ કરી અને જ્યાં જરૂર હોય ત્યાં ટિફીન પોહચાડ્યા હતા. સાથે જેના ઘરમાં કોઈ કોરોના દર્દીને હોસ્પિટલ લઈ જનારું ન હોય તેમને હોસ્પિટલ પોહચાડ્યા છે. કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને સ્મશાન લઈ જનારું કોઈ નહતું ત્યારે અમારા ગૃપના ચારથી પાંચ લોકો સ્મશાનમાં ગયા હતા, જે સ્ત્રી કોઈ દિવસ સ્મશાનમાં ન ગઈ હોય તેમ હું પહેલી વખત સ્મશાનમાં ગઈ છું.

પ્રશ્નઃ સ્મશાન સુધી પહોંચ્યા, સમાજમાં શું એવું કર્યું, જે સમાજનું ઋણ ચૂકવ્યા સમાન હોય અને આગળ શું કરવા માગો છો ?

જવાબઃ કોરોનાએ ઘણું શીખવ્યું છે. કોઈ કોઈનું નહતું ત્યારે એક કિસ્સો છે, જેમાં એક ફ્લેટમાં 2 ભાઈઓ ઉપર નીચે રહેતા હતા. ઉપરના માળના ભાઈના બધા ઘરના પોઝિટિવ હતા અને નીચેના ઘરના ભાઈના કોઈ નહીં ત્યારે સગા ભાઈએ પોતાના સગા ભાઈના ઘરે ટિફિન આપવાની ના પાડી દીધી હતી. જ્યારે બીજા કિસ્સામાં એક ગર્ભવતી મહિલા હતી. તેને કોરોનાથતા પરિવાર તેને હોટેલમાં મુકી આવ્યો હતો. મહિલા એકલી રડતી હતી. તેને મેં ફોન કરીને હિંમત આફી હતી. એટલે કોરોના સમયમાં કોઈ કોઈનું નથી તે સાબિત થઈ ગયું હતું. તે દરમિયાન અમને ઘણું શીખવા મળ્યું હતું. આ સિવાય મારા ટ્રસ્ટથી હું મેડિકલ કેમ્પ સહિત સમાજને લગતી સેવાઓ કરું છું અને જીવનભર હવે કરતી રહીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.