જાણો શુ છે ગરૂડા એપ્લિકેશન અને શુ છે ચૂંટણી શાખાનો જવાબ

author img

By

Published : Sep 10, 2021, 8:10 PM IST

શિક્ષક સંઘ

ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષકોની આઠ કલાક મામલે પીછેહઠ બાદ શિક્ષક સંઘે ક્યાંક કોલ્ડ ફાઈટની શરૂઆત કરી છે. ચૂંટણી શાખાની ગરૂડા એપ્લિકેશન મામલે BLOને સોંપવામાં આવી છે તે ફિઝિકલી સંભવ નહિ હોવાથી કલેક્ટરને જૂની પદ્ધતિ પ્રમાણે કામગીરી કરવા માંગ કરતી રજૂઆત કરવામાં આવી છે.

  • ગરૂડા એપમાં ફેરબદલ ચૂંટણીકાર્ડ ધારકને હવે ઓનલાઇન ભરવાના ફોર્મ
  • શિક્ષક સંઘે ફિઝિકલી શક્ય નહિ હોવાથી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી
  • આઠ કલાકના દાવ બાદ સરકારના દાવ લેવા શિક્ષક સંઘનો મીઠી અસરથી દાવ લેવાનું શરૂ

ભાવનગર- ગુજરાતમાં શિક્ષકોને ફરજીયાત આઠ કલાક કાર્ય કરવાનો પરિપત્ર પાછો લીધા બાદ હવે શિક્ષકો પણ ક્યાંક મીઠી રીતે સરકાર સામે દાવપેચ રમવાનો પ્રારંભ કર્યો છે. ભાવનગર શિક્ષક સંઘે રાષ્ટ્રીય કામગીરી ચૂંટણીની ગરૂડાની અમલવારીમાં હવે રાહતની માંગ અને સરકારને તેમજ ચૂંટણી શાખાને અન્ય વિકલ્પ શોધવા પણ ભલામણો કરી રહ્યું છે.

શિક્ષક સંઘ

ભાવનગરના આઠ કલાકના કડક વલણ બાદ શિક્ષકોનો મીઠી ભાષામાં દાવપેચ

ચૂંટણી શાખા દ્વારા શિક્ષકો જે BLO છે તેમને ઘરે-ઘરે જઈને કામગીરી કરવાની છે એ BLOને હવે ટેકનોલોજી પ્રમાણે ફિઝિકલી ગરુડ એપ્લિએક્શનમાં ઘરે-ઘરે જઈને ચૂંટણી કાર્ડની સમસ્યાઓ હલ કરવાની છે, ત્યારે મહાનગરપાલિકા શિક્ષક સંઘે કલેક્ટરને રજૂઆત કરી છે કે, આઠ કલાક કામ તો પણ કરવાનું છે, ત્યારે ફિઝિકલી કામ શક્ય નથી તો પહેલાની જૂની સિસ્ટમ પ્રમાણે રજાના દિવસે અરજદાર ખુદ ફોર્મ ભરી આપી જાય તે શરૂ રાખવાની માંગ કરી છે.

શિક્ષક સંઘે ચૂંટણી શાખાની ગરૂડા એપ કામગીરીમાં રાહત માટે કરી રજૂઆત
શિક્ષક સંઘે ચૂંટણી શાખાની ગરૂડા એપ કામગીરીમાં રાહત માટે કરી રજૂઆત

ઘરે-ઘરે ચૂંટણી કાર્ડની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન ચૂંટણી શાખા કરી રહ્યું છે

ભાવનગરમાં BLO મારફતે ઘરે-ઘરે ચૂંટણી કાર્ડની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન ચૂંટણી શાખા કરી રહ્યું છે. ચૂંટણી શાખાના ચૂંટણી અધિકારી ભૂમિકાબેને જણાવ્યું હતું કે, શહેર અને જિલ્લામાં કામગીરી BLOને સોંપી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં કામગીરી પૂર્ણ થઈ જશે. ચૂંટણી શાખાને ખ્યાલ નથી કે BLO દ્વારા કામગીરી અધૂરી કરવામાં આવી છે. ગરૂડા એપ્લિકેશન BLO જ રજીસ્ટર્ડ કરાવી નંબર ડાઉનલોડ કરી શકશે. બાદમાં ઘરે-ઘરે જઈને ચૂંટણી કાર્ડના કે મતદાર યાદીના ફેરફાર ગરૂડા એપમાં ઓનલાઇન કરાશે. જેમાં સરનામું બદલવું અથવા અન્ય કોઈ ફેરફાર કરવો હોય તો નિયત કરેલા ફોર્મ ઓનલાઇન ભરીને બદલાવ કરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.