ETV Bharat / city

પહેલા વરસાદ માટેનો આનંદ પરીવાર માટે ફેરવાણો શોકમાં

author img

By

Published : Jun 8, 2022, 10:32 PM IST

પહેલા વરસાદ માટેનો આનંદ પરીવાર માટે ફેરવાણો શોકમાં
પહેલા વરસાદ માટેનો આનંદ પરીવાર માટે ફેરવાણો શોકમાં

ભાવનગરમાં સિહોરના ખારી ગામે(Khari village of Sihor in Bhavnagar) ગાજવીજ સાથે પડી રહેલા વરસાદમાં વીજળી પડતા(lightning strikes in Bhavnagar) 15 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. તે યુવક પોતાની વાડીએ કડબની હેરફેર કરી રહ્યો હતો, તે દરમિયાન તેના પર વીજળી પડતા ઘટના સ્થળે મોત થયું હતું.

ભાવનગર: ચોમાસાની સીઝનની(Monsoon Season 2022) શરૂઆત થવા જઈ રહી છે. તેવા સમયે છેલ્લા બે દિવસથી(Climate Change recently) વાદળ છાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદી સીઝનની શરૂઆત થતા, વીજળી પડવાના બનાવો બની રહ્યા છે. આ દરમિયાન આજરોજ(બુધવારે) શિહોર તાલુકાના ગામોમાં વરસાદ સાથે વીજળી પડતા(lightning strikes in Bhavnagar) એક વ્યક્તિનું મૃત્યું નીપજતા પરિવારનાં સભ્યોમાં વરસાદી માહોલમાં શોકનું વાતાવરણમાં ફેરવાઈ ગયું.

વીજળી પડતા 15 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.
વીજળી પડતા 15 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: દ્વારકા મંદિર પર વીજળી પડવાની ઘટના બાદ સાંભળો ધજાના મહાત્મ્ય વિશે મંદિર પૂજારીએ શું કહ્યું?

15 વર્ષીય યુવકનું મોત - ઉનાળાની સીઝન બાદ ચોમાસાની સીઝનની શરૂઆત થવા જઈ રહી છે તેવા સમયે છેલ્લા બે દિવસથી ભાવનગર જીલ્લામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ(Cloud shadow atmosphere in Bhavnagar) જોવા મળી રહ્યો છે તેવા સમયે જીલ્લાના કેટલાક તાલુકામાં વરસાદી વાતાવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે. તેવા સમયે આજ રોજ વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભાવનગર જીલ્લાના શિહોર તાલુકાના જાંબાલા, દેવગણા, સર, ખારી, બોરડી જેવા ગામોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થતા વીજળી પડવાના બનાવો બની રહ્યા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં બે અલગ અલગ જગ્યાએ વીજળી પડી, એકનું મોત, 26 ઘાયલ

પરિવારજનોમાં વરસાદી માહોલની જગ્યાએ શોકનું મોજું ફરી વળ્યું - શિહોરમાં પડી રહેલા વરસાદી વાતવારણ વચ્ચે શિહોર તાલુકાના ખારી ગામે આજરોજ ખુલ્લા ખેતરમાં કામ કરી રહેલા યુવક પર વીજળી પડતા ઘટના સ્થળ પર જ યુવકનું મોત નીપજેલું હતું. તેમજ વીજળી પડતા ખેતરમાં પડેલ સુકા ઘાસમાં આગનો બનાવ(Incident of fire in dry grass) પણ બનેલો હતો. આ યુવક પર વીજળી પડતા ઘટના સ્થળ પર મોત નીપજતા પરિવારજનોમાં વરસાદી માહોલની જગ્યાએ શોકનું મોજું ફરી વળતા સમગ્ર વાતાવરણ શોકમાં જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.