ETV Bharat / city

શું ખરેખર લઠ્ઠાકાંડમાં પોલીસ અને સરકારની મિલીભગત... જગદીશ ઠાકોરના ગંભીર આક્ષેપ

author img

By

Published : Jul 27, 2022, 10:23 AM IST

શું ખરેખર લઠ્ઠાકાંડમાં પોલીસ અને સરકારની મિલીભગત... જગદીશ ઠાકોરના ગંભીર આક્ષેપ
શું ખરેખર લઠ્ઠાકાંડમાં પોલીસ અને સરકારની મિલીભગત... જગદીશ ઠાકોરના ગંભીર આક્ષેપ

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર ભાવનગરની મુલાકાત (GPCC President Jagdish Thakor in Bhavnagar) લીધી હતી. અહીં સર ટી હોસ્પિટલમાં તેમણે લઠ્ઠાકાંડના દર્દીઓ (Botad Latthakand Case) અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમ જ તેમણે ભાજપ, પોલીસ અને સરકારને આડેહાથ (Jagdish Thakor attack on BJP) લીધી હતી.

ભાવનગરઃ બોટાદના લઠ્ઠાકાંડે (Botad Latthakand Case) સમગ્ર રાજ્યને ગજવી મૂક્યું છે. ત્યારે હવે કૉંગ્રેસ પણ આ લઠ્ઠાકાંડ (Botad Latthakand Case) મામલે સરકાર પર પ્રહાર કરવા આગળ આવી છે. તેવામાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર મંગળવારે ભાવનગર સર ટી હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે સરકાર અને પોલીસની મિલીભગતથી રાજ્યમાં દારૂના ધંધાર્થીઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ (Jagdish Thakor attack on BJP) કર્યા હતા.

સરકાર અને પોલીસ પર જગદીશ ઠાકોરના આક્ષેપો

ભાવનગરની હોસ્પિટલમાં નેતાઓનો જમાવડો - બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને (Botad Latthakand Case) પગલે ભાવનગરમાં સારવારમાં લાવેલા દર્દીઓને મળવા માટે સરકારના પ્રધાનો તેમ જ રાજકીય પક્ષના નેતાઓ આવી રહ્યા છે. ત્યારે ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ પણ હોસ્પિટલની મુલાકાત લઈ ભાજપ પર આકરા પ્રહાર (Jagdish Thakor attack on BJP) કર્યા હતા.

રાજકીય નેતાઓએ દર્દીઓઓ સાથે કરી મુલાકાત - ભાવનગરમાં મંગળવારે દિવસે બોટાદ લઠ્ઠાકાંડના (Botad Latthakand Case) દર્દીઓને મળવા માટે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી. તેમ જ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 5 વાગ્યાની આસપાસ મુલાકાત લીધી હતી. છેલ્લે ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ દર્દીઓની મુલાકાત લીધી હતી.

રાજકીય નેતાઓએ દર્દીઓઓ સાથે કરી મુલાકાત
રાજકીય નેતાઓએ દર્દીઓઓ સાથે કરી મુલાકાત

આ પણ વાંચો- બોટાદ લઠ્ઠાકાંડ બાદ પોલીસ જાગી, દેશીદારૂના અડ્ડાઓ પર છાપે મારી શરૂ કરી

સરકાર અને પોલીસ પર જગદીશ ઠાકોરના આક્ષેપો - દર્દીની મુલાકાતે આવેલા જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પ્રહાર (Jagdish Thakor attack on BJP) કરતા જણાવ્યું હતું કે, રોજિદ ગામના સરપંચ લેખિતમાં જાણ કરવા છતા અને પ્રજામાંથી પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પગલા ભરવામાં આવ્યા નહીં અને આ લઠ્ઠાકાંડની ઘટના સર્જાઈ. તેમાં 31 લોકોના મૃત્યુ નીપજયા છે. જેનો જવાબ ભાજપની સરકારે આપવો પડશે.

આ પણ વાંચો- Delhi CM Kejrival in Bhavnagar : દારૂબંધીમાં દારૂ પકડાય અને દારૂના નામે ઝેરી દવા પાય એ ગંભીર બાબત

કોરોનામાં લોકોને પકડવા ડ્રોન તો બુટલેગર માટે કેમ નહીં - કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, જે કોઈ પોલીસનો ખબરી હોય તેની બાદમાં બૂટલેગરો દ્વારા હત્યા થઈ જાય છે. તેની પાછળનું કારણ સરકાર અને પોલીસની મિલીભગત. તેના કારણે નિશ્ચિત કરેલા કેટલાક દારૂના બૂટલેગરો પોતાનો ધંધો ચલાવી રહ્યા છે અને જો કોઈ વિરોધ કરે તો તેની હત્યા કરી નાખવામાં આવે છે. આ સિવાય જગદીશ ઠાકોરે કોરોનામાં જો ડ્રોન ઉડીને લોકોને પકડવામાં આવતા હોય તો બુટલેગરોને કેમ નહીં? આવો પણ પ્રશ્ન ઊભો કરીને ભાજપ સરકાર અને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.