- Bhavnagar Rathyatra માટે 100 કાર્યકર્તાનો RTPCR અને વેકસીનેશન થયાં
- સુભાષનગર જગન્નાથ મંદિરે કેમ્પ યોજાયો
- ભગવાનની નેત્રવિધિ પણ સંપન્ન થઈ
ભાવનગરઃ ભાવનગરમાં જગન્નાથજી રથયાત્રાને મંજૂરી મળી ગયા બાદ તંત્રના નિયમ પ્રમાણે રથયાત્રામાં જોડાનારા કાર્યકર્તાઓના કોવિડ ગાઈડલાઈનના પાલન માટે RTPCR અને વેકસીનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જગન્નાથજી મંદિરે આશરે 100થી વધુ કાર્યકરોએ ટેસ્ટ કરાવ્યાં છે તો બીજી બાજુ ભગવાનની નેત્રવિધિ પણ કરવામાં આવી હતી.
રથયાત્રામાં જોડાનારનું કોરોનાના નિયમ મુજબ ટેસ્ટ અને વેકસીનેશન કરાયું
ભાવનગર શહેરમાં ગત વર્ષે કોરોનામાં ભગવાનની રથયાત્રા મંદિર પરિસરમાં પૂર્ણ કરવામાં આવી હતી. ભગવાન બહાર નીકળ્યાં ન હતાં. ત્યારે આ વર્ષે બીજી લહેર પૂર્ણ થઈ અને ત્રીજીનો પ્રારંભ પણ નથી થયો ત્યારે સરકારે મંજૂરી આપી છે. મંજૂરી શરતોને આધીન આપવામાં આવી છે. RTPCR અને વેકસીનેશન જરૂરી બતાવ્યું છે તેથી જગન્નાથજી મંદિરે કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે RTPCR અને વેકસીનેશન માટે કાર્યકરો આશરે 100 થી વધુ સંખ્યામાં કેમ્પમાં જોડાયા હતા અને ટેસ્ટ કરાવ્યાં હતાં.
ભગવાનની નેત્રવિધિ કરી આંખે પાટા બંધાયાં
સુભાષનગર જગન્નાથ મંદિરે એક તરફ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં હતાં તો બીજી બાજુ ભગવાનના મંદિરમાં ભગવાનની નેત્રવિધિ કરવામાં આવી હતી. મોસાળમાં ગયા બાદ ભગવાનને ભાણીયા હોવાથી ખૂબ ખવડાવવામાં અને પીવડાવીને જલસા કરાવવામાં આવતાં ભગવાનને આંખો આવી હતી. આંખો આવી તેની સારવાર માટે નેત્રવિધિ દર રથયાત્રામાં થાય છે તેથી આજે પણ નેત્રવિધિ કરવામાં આવી હતી. હરુભાઈ ગોંડલીયા નેત્રવિધિમાં બેઠાં હતાં અને ભગવાનને આંખે પાટા બાંધવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચોઃ 36th Rathyatra approved in Bhavnagar: છેડાપોરા વિધિ કરીને 12 જુલાઈએ રથયાત્રા નીકળશે
આ પણ વાંચોઃ Dakor Rathyatra સુચારુ આયોજનને લઇ રથયાત્રાનું રિહર્સલ યોજાયું