ETV Bharat / city

વાવાઝોડામાં નુક્શાનગ્રસ્ત જિલ્લાઓમાં માલધારીઓને સમાજ દ્વારા સહાય અર્પણ

author img

By

Published : Jun 1, 2021, 4:26 PM IST

વાવાઝોડામાં નુક્શાનગ્રસ્ત જિલ્લાઓમાં માલધારીઓને સમાજ દ્વારા સહાય અર્પણ
વાવાઝોડામાં નુક્શાનગ્રસ્ત જિલ્લાઓમાં માલધારીઓને સમાજ દ્વારા સહાય અર્પણ

કોરોના મહામારી વચ્ચે ગત 17મીના રોજ ત્રાટકેલા તૌક્તે વાવાઝોડાથી ગામડાઓમાં લોકોએ મોટી નુકશાની વેઠવી પડી છે. કુદરતના પ્રકોપને કારણે લોકો બેઘર બન્યાં છે. અબોલ પશુ તો માણસના ભરોસે છે. ત્યારે આવા અબોલ પશુઓ અને ગીરના નેસમાં રહેતા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની વ્હારે માલધારી સમાજના આગેવાનો આવ્યાં છે.

  • માલાભાઈ ભડીયાદર એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોને સહાય
  • બાવળયારી ખાતેથી વાવાઝોડા અસરગ્રસ્તગામોને મોકલાવી સહાય સામગ્રી
  • ગીરગઢડા, અમરેલી અને જૂનાગઢ સહિતના જિલ્લા માટે સહાયનું કરાયું આયોજન
  • 500 સોલાર લાઈટ-બેટરી, 100 ટ્રક ઘાસચારો અને 1500 અનાજ કિટ તૈયાર
  • વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને સહાય સામગ્રીનું વિતરણ કરશે


    ભાવનગર- ભાવનગરના નગાલાખાના ઠાકર બાવળીયાળી ખાતે માલધારી સમાજના સંત રામબાપુ તેમજ સંતો મહંતોની પ્રેરણાથી માલધારી સમાજ અને સામાજિક અગ્રણી માલાભાઈ સારાભાઈ ભડીયાદરા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સહાયરૂપે, અનાજકીટ, પશુધન માટે ઘાસચારો તથા સોલાર બેટરીનું વિતરણ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરણાથી આજરોજ ટ્રકોને રવાના કરવામાં આવ્યાં હતાં. આ રાહત સામગ્રી તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીરસોમનાથ, અમરેલી અને જૂનાગઢ સહિતના જિલ્લામાં 100થી વધુ ટ્રક ઘાસચારો અને જીવન જરૂરિયાતની વસ્તુની 1500 થી વધુ કિટો, સોલાર ફાનસ સહિતની વસ્તુઓનું પહોંચાડવા આવશે.
    500 સોલાર લાઈટ-બેટરી, 100 ટ્રક ઘાસચારો અને 1500 અનાજ કિટની સહાય

આ પણ વાંચોઃ જંગી અને વાંઢિયા વચ્ચેના સીમાડામાં બંદૂકના ભડાકે નીલગાયનો શિકાર

શું કહી રહ્યાં છે માલાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ

વિજયભાઈ ભડીયાદરાએ જણાવ્યું હતું કે આ સખાવત ગીરમાં વસતા માલધારી સુધી પહોંચશે. લગભગ 54 નેશ છે, વાવઝોડાને લીધે અસંખ્ય જે લોકોને રહેવા માટે છાપરાં પણ રહ્યાં નથી, ઢોર માટે ઘાસચારો નથી, ખાવા માટે અનાજ નથી, એના માટે એક આયોજન કરવામાં આવ્યું છે.


શું કહી રહ્યાં છે માલધારી સમાજના ગુરુ

તૌકતે વાવાઝોડામાં ગીરસોમનાથ ,અમરેલી,જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં માલધારીઓને ઘણું નુકશાન થયું છે. તેને લઈ માલધારી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. બેઠકમાં નુકશાન પામેલા માલધારીઓને ફરી બેઠા કરવા અને ઉપયોગી વસ્તુઓ જેમ કે 100 ટ્રક ઘાસચારો 1500 અનાજ કિટ અને 500 સોલાર ફાનસ સહિતની ચીજવસ્તુઓ પહોંચતી કરવા માટે આજ રોજ બાવળીયારીથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ભાવનગરમાં અનોખી ખગોળીય ઘટના : લોકોનો પડછાયો એકથી બે મિનિટ માટે પડછાયો થયો ગુમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.