ETV Bharat / city

મહાનગરપાલિકાની ઇમારતોમાં પ્રવેશ માટે રસી લીધી હશે તો જ પ્રવેશ : સર્ટિફિકેટ બતાવવું પડશે

author img

By

Published : Sep 18, 2021, 10:48 AM IST

મહાનગરપાલિકાની ઇમારતોમાં પ્રવેશ માટે રસી લીધી હશે તો જ પ્રવેશ : સર્ટિફિકેટ બતાવવું પડશે
મહાનગરપાલિકાની ઇમારતોમાં પ્રવેશ માટે રસી લીધી હશે તો જ પ્રવેશ : સર્ટિફિકેટ બતાવવું પડશે

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ વેકસીન માટે કડક ફરમાન કર્યું છે. મહાનગરપાલિકાના કમિશનર એમ એ ગાંધીએ જાહેર કર્યું છે કે મહાનગરપાલિકા કે અન્ય 18 ઇમારતોમાં પ્રવેશ માટે વેકસીન સર્ટિફિકેટ દર્શાવવું પડશે તોજ પ્રવેશ આપવામાં આવશે નહિ તો પ્રવેશ આપવામાં આવશે નહિ.

  • મહાનગરપાલિકાનું કોરોના રસી ફરજીયાતનું ફરમાન જાહેર કરવામાં આવ્યું
  • મહાનગરપાલિકાએ પોતાના વિભાગની કચેરી અને જાહેર સ્થળોમાં ફરમાન જાહેર કર્યું
  • મહનગરપાલિકાની હસ્તકની 18 જગ્યાઓ પર રસી લેનારને જ પ્રવેશ


ભાવનગર: મહાનગરપાલિકાએ રસી ડોઝ દરેક લોકોમાં લાગે માટે કડક પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. મહાનગરપાલિકાના 18 ઇમારતોમાં પ્રવેશ હવેથી તેમને જ મળશે જે વ્યક્તિએ રસી લિધી હશે.

મહાનગરપાલિકાનો કડક નિર્ણય રસીકરણ માટે કરાયો

ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા રસી માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં 84 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે ત્યારે બાકી રહેતા લોકો પણ રસી લગાવે માટે કડક નિર્ણય અમલમાં મુક્યો છે. મહાનગરપાલિકાએ પોતાની 18 ઇમારતોમ પ્રવેશને માટે વેકસીન ફરજિયાત કરી છે આ ઇમારતો નીચે મુજબ છે જેમાં રસી લેનારને જ પ્રવેશ મળશે.

મહાનગરપાલિકાની ઇમારતોમાં પ્રવેશ માટે વેકસીન લીધી હશે તો જ પ્રવેશ : સર્ટિફિકેટ બતાવવું પડશે

18 કચેરીઓ

1) મહાનગરપાલિકા મુખ્ય કચેરી
2) ઝોનલ કચેરી ,તરસમિયા
3) ઝોનલ કચેરી, આખલોલ જકાતનાકા
4) તમામ વોર્ડની કચેરીઓ
5) અકવાડા લેઈક ફ્રન્ટ
6) બાલવાટીકા, બોરતળાવ
7) સરદાર બાગ ( પિલ ગાર્ડન)
8) કૈલાશ વાટીકા, બોરતળાવ
9) બંને સ્વિમિંગ પુલ
10) ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ
11) અલત બિહારી વાજપેયી ઓડિટોરિયમ
12) તખ્તસિંહજી હોલ, બોરતળાવ
13) કોમ્યુનિટી હોલ, અલિલેશ સર્કલ
14) મલ્ટી લેવલ પાર્કિંગ ,ગંગાજળિયા તળાવ
15) ગંગાજળિયા તળાવ અને નારી તળાવ
16) પરશુરામ પાર્ક ગાર્ડન, સુભાષનગર
17) કોમ્યુનિટી હોલ, વાલકેટ ગેટ
18) UCD વિભાગના નાઈટ સેલ્ટર અને CLC સેન્ટર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.