- જૂના વાડજમાં ભેખડ ધસી પડતાં એક મજૂર દટાયો
- 10 ફૂટ અંદર મજૂર દટાયો હતો
- ફાયરબ્રિગેડ દ્વારા મજૂરને બહાર કાઢવામાં આવ્યો
અમદાવાદઃ આ ઘટનાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ ફાયર વિભાગના જવાનોએ ઈજાગ્રસ્ત મજૂરને હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે સારવાર દરમિયાન જ મજૂરનું મોત નિપજ્યું હતું. એએમસી વોટર પ્રોજેકટની કામગીરી દરમ્યાન આ સમગ્ર ઘટના બની હતી.
ચાલુ કામમાં જ ભેખડ ધસી પડતા મજૂર 10 ફૂટ ઉંડે દટાયો
મહત્ત્વનું છે કે, પાણીની પાઈપલાઇન નાખવાની કામગીરી દરમિયાન એક માણસ અંદર કામ કરી રહ્યો હતો. અને તે દરમિયાન બહાર ખોદીને રાખેલી માટી તેના ઉપર પડી હતી. માટી પડતા જ મજૂર 10 ફૂટ જેટલો અંદર દટાઈ ગયો હતો. બાદમાં મજૂરને બહાર કાઢવા માટે સ્થાનિકોને ફાયરબ્રિગેડની મદદ લીધી હતી.