Illegal selling of Syrup: નશા માટે ઉપયોગમાં લેવાતી કફ સીરપનો ક્યાં થઈ રહ્યો છે ખૂલ્લેઆમ વેપલો?

author img

By

Published : Apr 30, 2022, 9:18 PM IST

Illegal selling of Syrup: નશા માટે ઉપયોગમાં લેવાતી કફ સીરપનો ક્યાં થઈ રહ્યો છે ખૂલ્લેઆમ વેપલો?

ગુજરાત રાજ્યા નાશમાટેના ડ્રગના તત્વો વધી રહ્યા છે. એવામાં અમદાવાદમાં ગેરકાયદે સીરપનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદની SOG ક્રાઇમની ટીમે(SOG Crime Team) દાણીલીમડા લાલજી પરમાર હોલના(Danilimda Lalji Parmar Hall) ત્રણ રસ્તા પાસેથી બન્ને શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

અમદાવાદ: રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે ત્યારે પોલીસે પણ આવા શખ્સોની સામે સખ્ત કાર્યવાહી કરી એક બાદ એક આરોપીઓને પકડી રહી છે. આવા જ બે આરોપીઓને અમદાવાદની SOG ક્રાઇમની ટીમે(SOG Crime Team) દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપી નશાના ઉપયોગમાં લેવાતી કફ સીરપની 200 બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી છે. કોણ છે આ શખ્સો કેટલા સમયથી અમદાવાદમાં આવી કફ સીરપની બોટલ ગેરકાયદેસર રીતે વેચતા હતા જોઈએ આ અહેવાલમાં

બે આરોપીઓને અમદાવાદની SOG ક્રાઇમની ટીમે દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપી નશાના ઉપયોગમાં લેવાતી કફ સીરપની 200 બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદમાં ગેરકાયદેસર કફ સીરપનું વેચાણ - પોલીસ કસ્ટડીમાં રહેલા બંન્ને આરોપીઓ પર નશાના ઉપયોગમાં લેવાતી કફ સીરપની બોટલો(Illegal selling of Syrup) હેરાફેરી કરવાનો આરોપ છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આવી કફ સીરપ ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા. જેમાં પકડાયેલા આરોપીઓના નામ છે આરીફ બેગ મિર્ઝા અને યાસીન ઉર્ફે ઘાંચી શેખ.

આ પણ વાંચો: જૂનાગઢ પોલીસે ભારતીય બનાવટના 16 ગેરકાયદેસર હથિયાર અને 15 કારતૂસ ઝડપી પાડયા

200 નંગ જેટલી કફ સીરપની બોટલ જપ્ત - છેલ્લા થોડા સમયથી બહેરામપુરા અને જમાલપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોડિન કન્ટેન્ટ ધરાવતી સીરપને ડોક્ટરની પરમીશન વગર જ ગેરકાયદેસર(selling syrup without a doctor's permission) રીતે વેચતા હતા. આ અંગે પોલીસને ચોક્કસ માહિતી મળતા પોલીસે દાણીલીમડા લાલજી પરમાર હોલના ત્રણ રસ્તા પાસેથી બન્ને શખ્સોને અટકાવી તેમની પાસેથી 200 નંગ જેટલી કફ સીરપની બોટલ મળી આવી હતી.

કફ સીરપની બોટલનો જથ્થો અને રિક્ષા પોલીસે કરી કબજે - જ્યારે મહત્વનું છે કે પકડાયેલા બંન્ને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે છેલ્લા 6 માસથી ગેરકાયદેસર રીતે સફી નામનો વ્યક્તિ આરોપીઓને આ કફ સીરપનો જથ્થો પૂરો પાડતો હતો. જેને પગલે પોલીસે કફ સીરપની બોટલો અને રિક્ષા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પકડાયેલા આરોપીઓમાં યાસીન ઉર્ફે ઘાંચી શેખ વિરુદ્ધ અગાઉ પણ દાણીલીમડા પોલીસ સ્ટેશન હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. અને ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણ બે વખત યાસીન ને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.

કફ સીરપની 200 બોટલો સાથે બે આરોપીની ધરપકડ
કફ સીરપની 200 બોટલો સાથે બે આરોપીની ધરપકડ

આ પણ વાંચો: Syrup in Tapi : સોનગઢ પોલીસે ગેરકાયદેસર 1.50 લાખનો સીરપનો જથ્થો ઝડપી પાડ્યો

શું સફી જ ગેરકાયદેસર વેચાણ માટે જવાબદાર? - જેમાં પ્રાથમિક તબક્કે આ કેસમાં સફી નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. પરંતુ સવાલ એ થાય છે કે સફી મારફતે જ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે કફ સીરપનો વેપલો ચાલતો હતો? કે કોઈ ડ્રગ ફાર્માસ્યુટિકલ કંપની પણ તેના ગેરકાયદેસર વેચાણ માટે જવાબદાર છે. આ તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.