Vegetables Pulses Price in Gujarat : શાકભાજી-કઠોળના ભાવમાં મહદઅંશે ફેરફાર

author img

By

Published : Jun 21, 2022, 7:49 AM IST

Vegetables Pulses Price in Gujarat : શાકભાજી - કઠોળના ભાવમાં મહદંશે ફેરફાર

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત (Vegetables Pulses Price in Gujarat) વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર (Vegetable Pulses Price on 21 June) એક નજર કરીએ.

અમદાવાદ : રાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 21 June) આવ્યો છે.

શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)

શાકભાજીભાવ
કાચી કેરી400-650
લીંબુ300-700
બટેટા85-240
ટમેટા700-750
કોથમરી500-900
રીંગણા100-200
કોબીજ200-500
ફલાવર400-500
ભીંડો600-1200
ગુવાર800-1000
કારેલા500-600

કઠોળના ભાવ (Pulses Prices in Gujarat)

શાકભાજી સાથે કઠોળની સ્થિતી - રાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે ચોમાસાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ ચોમાસમાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળી સાથે અનેક વસ્તુઓમાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં તો ધણા સમયથી લીંબુના ભાવ માંથુ કાઠી ગયા છે.

કઠોળભાવ
ઘઉં ટુકડા435-496
બાજરી280-461
તૂવેર989-1200
અડદ1000-1432
તલી1970-2174
વાલ950-1775
એંરડા 1400-1483
રાય1120-1220
મગ1130-1330

આ પણ વાંચોઃ Gold Silver Price in Gujarat: સોનાનો ભાવ 55,000ની નજીક પહોંચ્યો, ચાંદીમાં નજીવો વધારો

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું : વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય (Vegetables Today Market Price) બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી (Vegetables Pulses Price) ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.