Corona Virus Precaution Dose: અમદાવાદમાં કોરોના પ્રિકોશન ડોઝ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલનું નિવેદન

author img

By

Published : Jan 10, 2022, 4:01 PM IST

Updated : Jan 10, 2022, 7:14 PM IST

અમદાવાદ ખાતે યોજાયેલ "કોરોના પ્રિકોશન ડોઝ" રસીકરણ કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાને આપી હાજરી

રાજ્યભરમાં આજથી શરૂ કરાયેલ "કોરોના પ્રિકોશન ડોઝ" રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદમા સોલા સિવિલ હોસ્પિટલમાં આ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે 22 મહિનાથી કોરોના સામેની લડતમાં અડીખમ હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વોરિયર્સના જુસ્સાને 'બુસ્ટ અપ' કર્યો હતો.

અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઈવર, સફાઈકર્મી, નર્સિંગ સ્ટાફ, તબીબો અને વયસ્ક નાગરિકોને ''કોરોના પ્રિકોશન ડોઝ'' આપવામાં આવ્યો હતો. કોરોના કાળ દરમિયાન કોરોના અને ફ્રન્ટલાઈન વોરિયર્સ દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓની કરવામાં આવેલી સેવા, સારવાર અને ફરજોને પણ આરોગ્યપ્રધાને બિરદાવી હતી.

અમદાવાદ ખાતે યોજાયેલ "કોરોના પ્રિકોશન ડોઝ" રસીકરણ કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાને આપી હાજરી

રાજ્ય સરકાર પાસે રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે - આરોગ્ય પ્રધાન

આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના સહકારથી રાજ્યભરમાં 97 ટકા નાગરિકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને 95 ટકા નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં સફળતા મળી છે. તાજેતરમાં 15થી 18 વર્ષના તરુણો માટે શરૂ કરાયેલ કોરોના રસીકરણ કાર્યક્રમમાં પણ 19 લાખ જેટલા કિશોરોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. રાજ્ય સરકાર પાસે રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું પણ તેમને જણાવ્યું હતું.

અમદાવાદ ખાતે યોજાયેલ
અમદાવાદ ખાતે યોજાયેલ "કોરોના પ્રિકોશન ડોઝ" રસીકરણ કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાને આપી હાજરી

રાજ્યમાં સંભવિત ત્રીજી લહેરના ભણકારા

કોરોનાની સંભવિત ત્રીજી લહેર શરૂ થઈ છે ત્યારે અગાઉ રસીકરણ કરાવ્યું હોય તેવા નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષા મળી છે. ત્રીજી લહેરમાં કોરોના વાયરસ અને ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓ કે જેણે કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય તેવા દર્દીઓમાં વાયરસના અતિ ગંભીર પ્રકારના લક્ષણો ઓછા જોવા મળ્યા છે, હાલ કોરોના ગ્રસ્ત દર્દીઓમાં હોસ્પિટલાઇઝેશન અને ગંભીર પ્રકારની કોરોના સારવારની જરૂરિયાત ઓછી જણાઇ રહી છે.

અમદાવાદ ખાતે યોજાયેલ
અમદાવાદ ખાતે યોજાયેલ "કોરોના પ્રિકોશન ડોઝ" રસીકરણ કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાને આપી હાજરી

ત્રીજી લહેર સામે લડવા તંત્ર સજ્જ

રાજ્ય સરકાર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અગાઉથી જ એક લાખ જેટલા બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્રીજી લહેરમાં ઓક્સીજનની જરૂરિયાત વર્તાય તે માટે પણ સબ ડીસ્ટ્રીક હોસ્પિટલમાં, P.H.C, C.H.C, સહિતની અન્ય સરકારી હોસ્પિટલમાં PSA પ્લાન્ટ, સિલિન્ડર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા ઉભી કરાઇ છે. અત્યારે કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેસન હેઠળ સારવાર મેળવી રહ્યા છે, આ દર્દીઓ માટે પણ આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ જિલ્લાઓ દ્વારા ટેલિમેડીસીનની સેવા કાર્યરત કરવામાં આવી છે.

અમદાવાદ ખાતે યોજાયેલ
અમદાવાદ ખાતે યોજાયેલ "કોરોના પ્રિકોશન ડોઝ" રસીકરણ કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાને આપી હાજરી

"પ્રિકોશન ડોઝ" લેવા માટે કરાઇ અપીલ

કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા "પ્રિકોશન ડોઝ" અતિ મહત્વનું હોવાનું જણાવી રાજ્યના મહત્તમ વયસ્કો, હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને આ પ્રિકોશન ડોઝ લેવા માટે પ્રધાને અનુરોધ કર્યો હતો. કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્યના નાગરિકોને કોરોના સંલગ્ન સરકારી દિશાનિર્દેશોનો ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: કોરોના વેક્સિનેશન અભિયાન ફેઝ-2નો પ્રારંભ, કલેક્ટર સહિતના અધિકારીઓને અપાઇ રસી

આ પણ વાંચો: મહીસાગરમાં 18 થી 44 વય જૂથના લોકો માટે રસીકરણ ઝુંબેશનો પ્રારંભ

Last Updated :Jan 10, 2022, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.