ETV Bharat / city

Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, કરોડોના ખર્ચે વિકાસના કામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

author img

By

Published : Jul 11, 2021, 5:06 PM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે

દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah) ગુજરાતના પ્રવાસે છે. તે દરમિયાન આજે વહેલી સવારે બોપલ વિસ્તારમાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. બીજી તરફ 244 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

  • અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા
  • કાર્યકરોએ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું
  • એપીએમસી ખાતે અમિત શાહ પોતાના મત વિસ્તારના લોકોને સંબોધન પણ કરી શકે છે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ(Amit Shah) શનિવારે મોડી સાંજે ગુજરાતના ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ સહકાર મંત્રાલયની રચના કરી તેનો પદભાર સંભાળ્યા પછી પહેલી વખત અમદાવાદ આવેલા અમિત શાહ(Amit Shah)નું શહેર ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોએ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે

આ પણ વાંચોઃ jagannath rath yatra 2021 : રથયાત્રા પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે મંગળા આરતી

અમિત શાહ પોતાના મત વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે

રવિવાર અને સોમવાર એમ બે દિવસ અમિત શાહ(Amit Shah) પોતાના મત વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરનાર છે. અષાઢી બીજના દિવસે વહેલી પરોઢે પ્રસિદ્ધ પારંપરિક નીકળનારી જગન્નાથજીની રથયાત્રા(Rathyatra) પૂર્વે મંદીરમાં પરિવાર સાથે મંગળા આરતીમાં સામેલ થશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો રવિવારનો કાર્યક્રમ ક્યાં પ્રકારનો રહેશે

રવિવારે સવારે 10 વાગ્યે બોપલ વિસ્તારમાં સોબો ક્રોસ રોડ સીટી સિવિક સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવડા અને રેલવેના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. ત્યાંથી કેન્દ્રીય ગૃહપ્રધાન બોપલ ઘુમા રોડ પર સ્ટર્લિંગ સિટી નજીક ઓડા દ્વારા નવનિર્મિત લાઇબ્રેરીની મુલાકાત લેશે. અહીંથી અમિત શાહ વેજલપુર ડીમાર્ટ નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલ પાર્ટી પ્લોટનું લોકાર્પણ કરશે, જ્યારે સાંજે ચાર વાગે સાણંદ ખાતે સાણંદ અને બાવળા તાલુકાના વિવિધ પ્રોજેક્ટસના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. સાણંદ એપીએમસી ખાતે અમિત શાહ(Amit Shah) પોતાના મત વિસ્તારના લોકોને સંબોધન પણ કરી શકે છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે
ક્યાં લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રોજેક્ટ
  • સાબરમતી વોર્ડમાં અર્હમ ફ્લેટ સામે અંદાજિત 21.54 કરોડના ખર્ચે તૈયાર થયેલું વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર
  • નવાવાડજ વોર્ડમાં આવેલા શ્રીનાથ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરનું 12.04 કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ
  • ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતા વોર્ડમાં 9.81 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક કમિટી હોલનું લોકાર્પણ
  • દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વેજલપુરમાં ડીમાર્ટ પાસેના પ્લોટમાં 8.26 કરોડોના ખર્ચે બનાવેલા પાર્ટી પ્લોટ તથા હોલ અને વેજલપુર વોર્ડમાં 2.59 કરોડના ખર્ચે નવી બનાવેલી સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ
  • ઔડા દ્વારા ઘુમામાં ટીપી સ્કીમ 1,2,3 વિસ્તારમાં નર્મદાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે 98.09 કરોડના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમૂર્હત
  • ઔડા વિસ્તારના મણિપુર ગોધાવી સેલા તેલવા સનાથલ જીવનપુરા નવાપુરા અને વીસલપુર ગામમાં જલ જીવન મિશન અંતર્ગત પીવાનું પાણી પહોંચાડવા માટે 51.83 કરોડના ખર્ચે મેઇન ટ્રન્ક લાઇન નાખવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત
  • બોપલ ખાતે ઔડા ગાર્ડનની બાજુમાં કરોડના ખર્ચે બનનારા સીટી સિવિક સેન્ટર તથા ટીપી 3માં 6.90 કરોડના ખર્ચે નિર્માણ પામનારી લાઇબ્રેરીનું પણ ખાતમૂહૂર્ત
    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે
    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે

વડાપ્રધાન દ્વાર જરૂરિયાત મંદોને નિશુલ્ક અનાજ વિતરણની યોજનાનો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ માન્યો આભાર

કોરોના વાયરસ સામે લડવા 23 હજાર કરોડની વડાપ્રધાન યોજના છે. લોકડાઉન દરમિયાન બેરોજગાર બનેલા માટે સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી સુધી જરૂરિયાતમંદોને નિશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અંગે થઈને ભાજપના સાંસદ તરીકે મારી પણ સંપૂર્ણ જવાબદારી છે કે, જરૂરિયાતમંદ નાગરિક સુધી નિશુલ્ક અનાજ પહોંચાડવું.

વડાપ્રધાને વાવેલા બીજ આજે વડલો બની ગયા છે

ભાજપના બુથના કાર્યકર કે ધારાસભ્ય અથવા તો કાઉન્સિલરની પણ સંપૂર્ણ જવાબદારી છે કે, પોતાના વિસ્તારમાં જરૂરિયાતમંદ નાગરિકોને સીધું નિશુલ્ક મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવાની તો બીજી તરફ કોરોના સામે આપણે મજબૂતાઈથી લડ્યા છે. 45થી વધુ ઉંમરના 86 ટકા લોકોનું રસીકરણ થઈ ગયું છે. તેમણે એ પણ જણાવ્યું કે, રસીકરણને લઇ ફેલાઈ રહેલી અફવાઓ પર ધ્યાન ન આપવું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) એક એવા નેતા છે કે, તેમના ગયા પછી પણ વ્યવસ્થા સુવ્યવસ્થિત ચાલે તેની પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને વાવેલા બીજ આજે વડલો બની ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 14 વર્ષના શાસનની વ્યવસ્થાઓ હજુ સુધી ચાલી રહી છે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 14 વર્ષના શાસનની વ્યવસ્થાઓ હજુ સુધી ચાલી રહી છે. આંબલી બોપલ શરૂઆતમાં અમદાવાદ સાથે જોડાયા ત્યારે લાગતું હતું કે, આ ધુળીયા રસ્તાઓ ત્યારે સારા બનશે, પરંતુ આજે તો ખબર જ નથી પડતી કે અમદાવાદ ક્યાં પૂરું થાય છે અને આમલી બોપલ ક્યાં શરૂ થઈ જાય છે.

કોરોનામાં લોકોને સાવચેત અને સલામતી રાખવા કરી વિનંતી

કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. દેશમાં અનેક પરિવારો હેરાન પરેશાન થઇ ગયા હતા. વિકાસના કાર્યોની ગતિ ધીમી થાય નહી. રસી લેવા માટે તત્પરતા જરૂરી છે. કોવિડની રસી માટે લોકોને પ્રોત્સાહન કરવા ખૂબ જરૂરી છે. ગુજરાતને સમગ્ર સુરક્ષા કવચ જ બનાવવામાં આવશે, જ્યારે સંપૂર્ણ ગુજરાતના નાગરિકોએ બીજો ડોઝ રસીનો લઇ લીધો હશે.

આ પણ વાંચોઃ અમિત શાહ ગુજરાત પ્રવાસે, ભુજ એરપોર્ટ પર કરાયું સ્વાગત

લોકસભા મતવિસ્તારમાં અમિત શાહે વિકાસલક્ષી કામોનું કર્યું લોકાર્પણ

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આજે બોપલમાં પુસ્તકાલય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કર્યું હતું. અમદાવાદનો બોપલ વિસ્તાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં આવેલો છે. આ સિવાય તેઓ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં જળવિતરણ યોજના નવીની કોમ્યુનિટી હોલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા એક વોર્ડના કાર્યાલય સહિત અનેક યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.