ETV Bharat / city

Union Home Minister Amit Shahએ અમદાવાદ ખાતે વૈષ્ણોદેવી ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

author img

By

Published : Jun 21, 2021, 1:00 PM IST

Updated : Jun 21, 2021, 1:13 PM IST

xx
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદ ખાતે વૈષ્ણોદેવી ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) 2 દિવસીય રાજ્યના પ્રવાસે છે. આજે અમિત શાહે (Amit Shah) અમદાવાદમાં 3 બ્રિજનું લોકાઅર્પણ કર્યું હતુ. અમિત શાહની ગુજરાત(Gujarat) મુલાકાત રાજકિય રીતે પણ ઘણી મહત્વની છે, કારણ કે 2022મા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે.

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની બે દિવસીય મુલાકાતે
  • જુદા-જુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ
  • રથયાત્રાને લઈને બેઠકની શકયતા


અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) ના હસ્તે તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Deputy Chief Minister Nitin Patel)ની ઉપસ્થિતિમાં આજે (21 જૂન) અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે રુપિયા 80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ, ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને છત્રાલ- પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

zzz
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદ ખાતે વૈષ્ણોદેવી ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

આ પણ વાંચો : દેશમાં આજથી કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ, રાજ્યોએ તૈયાર કર્યો એક્શન પ્લાન

બ્રિજનું મહત્વ

સરખેજ-ગાંધીનગર હાઇવે અમદાવાદના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનો એક માર્ગ છે. આ માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા તેમજ સરખેજથી સીધા ગાંધીનગર વગર રોકાયે પહોંચવા માટે બ્રિજ અતિ મહત્વનો સાબિત થશે. આ બ્રિજનું નિર્માણ કાર્ય કોરોના કાળ પહેલાથી ચાલી રહ્યું હતું. આવા અન્ય બ્રિજ પણ આ માર્ગ ઉપર બની રહ્યા છે. અગાઉ આ માર્ગ ઉપર પકવાન સર્કલ પાસે એક બ્રિજનું ઉદ્ઘાટન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કરી ચુક્યા છે. જ્યારે આ જ માર્ગ ઉપર સોલા ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદ ખાતે વૈષ્ણોદેવી ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

આ પણ વાંચો : પ્રધાન મંડળના વિસ્તરણની કોઇ વાત જ નથી: મુખ્યપ્રધાન રૂપાણી

અમિતશાહની મુલાકાતનું મહત્વ

કેન્દ્રીય ગૃહ પ્રધાન પોતાના લોકસભા વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યો ઉપર સતત દેખરેખ રાખે છે. તેમજ સીધા નિરીક્ષણ અને સંપર્કમાં પણ રહે છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી થયેલી રાજકીય ઘટનાઓને લઈને તેમની મુલાકાત મહત્વની છે. આગામી વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં મજબૂત થઈ રહી છે. બીજી તરફ કોરોના કાળમાં રથયાત્રા નીકળવાને લઈને પણ અલગ-અલગ મંતવ્ય આવી રહ્યા છે આવા સમયે કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા રાજ્ય સરકારના મંત્રીઓ સાથે બેઠક કરીને આ ઉપર ચર્ચા - વિચારણા કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

Last Updated :Jun 21, 2021, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.