ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો

author img

By

Published : Mar 15, 2021, 10:47 PM IST

ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ ક્ષેત્રમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત સહિત અનેક રાજ્યો અને વિદેશમાંથી લોકો અભ્યાસ માટે આવે છે. આ અગાઉના વર્ષ કરતાં આ વર્ષે યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં 2.5 ગણો વધારો નોંધાયો છે.

  • ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓમાં 2.5 ગણો વધારો
  • કુલ 35 દેશોના 151 વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ
  • વર્ષ 2019માં 51 વિદેશી વિદ્યાર્થીઓ હતા

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની અલગ-અલગ વિદ્યાશાખામાં વિદેશના અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ મળ્યો છે, ત્યારે વાત કરવામાં આવે તો વર્ષ 2018-19માં 35 વિદ્યાર્થીઓ વિદેશના હતા. વર્ષ 2019માં 51 વિદ્યાર્થીઓ વિદેશના હતા અને વર્ષ 2020-21માં એટલે કે ચાલુ વર્ષ દરમિયાન 151 વિદ્યાર્થીઓ વિદેશના છે. આમ 2018થી 2020 સુધી સતત વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો

આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફાયર સેફટીને લગતો NOC પરિપત્ર જાહેર

વિદેશી વિદ્યાર્થીઓમાં 50 ટકા વિદ્યાર્થિનીઓ

કુલ 35 દેશોના 151 વિદ્યાર્થીઓએ હાલ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી 50 ટકા જેટલી યુવતીઓ પણ છે. યુનિવર્સિટીના અલગ-અલગ કોર્સ જેમ કે, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ જેવા અત્યાધુનિક કોર્ષમાં વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે. જેના કારણે યુનિવર્સિટી પ્રતિભા વિકસી રહી છે. ત્યારે આવનારા સમયમાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત યુનિવર્સિટીમાં આવે તેવા પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રંથોનું પ્રદશન યોજાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.