ETV Bharat / city

LIC સ્ટાફને ચૂંટણી ફરજમાં રાખવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો

author img

By

Published : Feb 17, 2021, 12:30 PM IST

LIC સ્ટાફને ચૂંટણી ફરજમાં રાખવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો
LIC સ્ટાફને ચૂંટણી ફરજમાં રાખવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો

લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના સ્ટાફને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજ ઉપર રાખવાના રાજ્ય ચૂંટણી પંચના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી પંચને આવો કોઈ જ અધિકાર નથી. જેને લઇ હાઇકોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટાકરી હતી. હવે 18 ફેબ્રુઆરીએ આ અંગે સુનાવણી કરવામાં આવશે.

  • LICએ ગુજરાત હાઇકોર્ટમાં કરી અપીલ
  • LICના સ્ટાફને ચૂંટણીની કામગીરીથી બાકાત રાખવા કરી અરજી
  • હાઇકોર્ટે ચૂંટણીપંચને ફટકારી નોટિસ

અમદાવાદઃ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના સ્ટાફને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજ ઉપર રાખવાના રાજ્ય ચૂંટણી પંચના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજદારના વકીલે હાઇકોર્ટ સમક્ષ રજૂઅત કરી હતી કે, જો લાઈફ ઇન્સ્યોરન્સના સ્ટાફને ચૂંટણીના કામોમાં લગાડવામાં આવશે તો LICનું કામ અટકી પડશે. વળી ચૂંટણી પંચને આવો કોઈ જ અધિકાર ન હોવાથી ગેરબંધારણીય નિર્ણયને રદ કરવો જોઈએ.

18 ફેબ્રુઆરીએ સુનાવણી થશે

હાઇકોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકાર્યા બાદ હવે 18 ફેબ્રુઆરીએ આ અંગે સુનાવણી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.