તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની જામીન અરજી ફગાવતી કોર્ટ, અવલોકનમાં શું કહ્યું જૂઓ

author img

By

Published : Jul 30, 2022, 10:05 PM IST

Updated : Jul 30, 2022, 11:00 PM IST

તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની જામીન અરજી ફગાવતી કોર્ટ, અવલોકનમાં શું કહ્યું જૂઓ

અમદાવાદની સેશન્સ કોર્ટમાં આજે તિસ્તા સેતલવાડ (Teesta Setalvad bail application) અને આર બી શ્રીકુમારની જામીન અરજીનો (RB Shri Kumar bail application) ચૂકાદો જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે આ બંનેની જામીન અરજી ફગાવી (Ahmedabad Sessions Court rejected bail application) દીધી હતી.

અમદાવાદ - ગુજરાતની ચર્ચાસ્પદ બનાવનાર ગોધરાકાંડ અને બાદમાં થયેલ કોમી રમખાણોના પ્રકરણમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ તિસ્તા અને આર.બી.શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી હતી. બનાવટી દસ્તાવેજો બનાવવા મામલામાં ધરપકડ કરવામાં આવેલ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ (Teesta Setalvad bail application) અને ભૂતપૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારની જામીન અરજી (RB Shri Kumar bail application)પર અમદાવાદની સેશન્સ કોર્ટ આજે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. એડિશનલ ચીફ જસ્ટિસ ડી.ડી . ઠક્કરની કોર્ટ દ્વારા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારની જામીન અરજી રદ (Ahmedabad Sessions Court rejected bail application) કરવામાં આવી છે મહત્વનું છે કે બંને આરોપીઓ વિરુદ્ધ સોગંદનામાં રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં બંને વિરુદ્ધ તપાસમાં જે પુરાવા આવ્યા હતા તે ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે.

તિસ્તા સેતલવાડ

મુખ્ય સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું હતું કે, કોર્ટે બંને પક્ષોની તમામ દલીલો સાંભળી હતી અને એ તમામ દલીલોના પક્ષોને ધ્યાનમાં રાખીને આજે તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની એમ બંને આરોપીઓની જામીન અરજી (Bail application of Teesta Setalvad and RB Shri Kumar ) રદ કરી છે.

તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની જામીન અરજી ફગાવવા (Ahmedabad Sessions Court rejected bail application) માટે કોર્ટના અમુક મહત્વના અવલોકન સામે આવ્યાં હતાં. કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું છે કે...

1) એવું લાગે છે કે આરોપી તિસ્તાને રાજકીય જૂથ દ્વારા મોનિટરિંગ ફંડ પૂરું પાડવામાં આવ્યું હતું. જેથી કરીને આ ઘટનાને હાઈલાઈટ કરવામાં આવી હોય અને તે સરકાર દ્વારા પ્રેરિત હોય એવું લાગે.

2) તિસ્તા અને આર.બી. શ્રીકુમાર ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન, પ્રધાનો અને પોલીસ અધિકારીઓ તેમજ અમુક અમલદારો વિરુદ્ધ ષડ્યંત્ર કરવામાં શામેલ હતાં

3) ઝાકિયા જાફરીએ 8 /6 /2006 ના રોજ ફરિયાદ નોંધાવી હતી જે આરોપી તિસ્તાથી પ્રેરિત હતી.

4) તમામ મહત્વના દસ્તાવેજોની કાળજીપૂર્વક તપાસ કરતા એવું જણાય છે કે બને આરોપીઓની સક્રિય રુચિને કારણે તેઓ ગુજરાત રાજ્યને બદનામ કરવાના હેતુથી તેમજ તેમના ગુપ્ત હેતુ માટે તેઓ ગામ પાંડરવાળામાં ગયા હતાં.

5) અત્રે એ નોંધવું અગત્યનું છે કે અરજદાર આરોપી તિસ્તા એનજીઓ (સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ -સીજેપીના નામે ) ગોધરા ટ્રેનની ઘટના તેમજ ગોધરા રમખાણો પછીના કેસો પછી નોંધવામાં આવી હતી.

6) પોલીસના કાગળોને કાળજીપૂર્વક વાંચવા પર જોતાં જ એવું લાગે છે કે ઝાકિયા જાફરીનો અરજદાર આરોપીઓ અને અન્ય લોકો દ્વારા તત્કાલીન સીએમ (પીએમ નરેન્દ્ર મોદી) અને અન્ય લોકો પર લગાવવામાં આવેલા આરોપોને ધ્યાનમાં રાખીને એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ ઘટના મોટા ષડ્યંત્રની હતી.

7) આ ઉપરાંત જે ઘટનાઓ વાસ્તવિક ન હતી તેવી ઘટનાઓને તત્કાલીન સીએમને બદનામ કરવા માટે થઈને તેઓએ ખોટી સંખ્યામાં એફિડેવિટ અને દસ્તાવેજો તૈયાર કર્યા હતાં. આ ઉપરાંત નોકરિયાત અને પોલીસ વ્યક્તિઓ તેમજ દેશને દુનિયામાં બદનામ કરવા તેમજ અન્ય દેશો પાસેથી નાણાકીય લાભ મેળવવા માટે થઈને બંને આરોપીઓએ આવું કાર્ય કર્યું હતું.

8) કોર્ટે ખાસ મહત્વપૂર્ણ પોતાના ઓર્ડરમાં નોંધતા કહ્યું છે કે જો આવા અરજદારો આરોપીઓને જામીન પર છોડવામાં આવશે તો તેઓ ચોક્કસપણે સાક્ષીઓ સાથે છેડછાડ કરશે અથવા તો ચાલી રહેલી તપાસમાં તેઓ અવરોધ ઊભો કરશે.

9) અત્રે એ નોંધનીય છે કે જ ઝાકિયા જાફરીની ફરિયાદમાં હાલના અરજદાર શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને અન્યને સાક્ષી તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. તેથી જો અરજદારો આરોપીઓ જામીન આપવામાં આવે તો તેઓ તત્કાલીન સીએમ સામે આવા પ્રકારના આક્ષેપો કરવા છતાં તેઓ વધુ ખોટું કરવામાં માટે વધુ પ્રોત્સાહિત થશે.તેથી તમામ ઉપરોક્ત હકીકતો અને સંજોગોને ધ્યાનમાં રાખીને અરજદાર આરોપી મહિલા હોવા છતાં અને અન્ય નિવૃત્ત આઇપીએસ અધિકારી અને વૃદ્ધ વ્યક્તિ હોવા છતાં તેમણે જામીન આપવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે આ તમામ મહત્વના અવલોકન ધ્યાનમાં રાખીને કોર્ટે બંને(Bail application of Teesta Setalvad and RB Shri Kumar) આરોપીઓની નિયમિત જામીન અરજીને ફગાવીને (Ahmedabad Sessions Court rejected bail application) કોર્ટે પોતાનો મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે.

Last Updated :Jul 30, 2022, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.