ETV Bharat / city

અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક, જાહેરમાં તલવારો વડે કેક કાપવી પડી મોઘી

author img

By

Published : Jul 17, 2022, 7:37 PM IST

અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક, જાહેરમાં તલવારો વડે કેક કાપી પડી મોઘી
અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક, જાહેરમાં તલવારો વડે કેક કાપી પડી મોઘી

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ફરી કેટલાક અસામાજિક તત્વોએ આતંક (Terror Of Antisocial Elements Again In Ahmedabad) મચાવ્યો છે. કાયદો કે પોલીસનો ડર ન હોય તેમ જાહેરમાં તલવાર દ્વારા કેક કાપી જન્મ દિવસની ઉજવણી (Celebrated Birthday By Cutting Cake With Sword) કરવામાં આવી હતી. એટલું જ નહીં આસપાસમાં રહેતા નિવૃત પોલીસકર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓને જાતિ વિષયક શબ્દો બોલી તલવારથી ગાડીઓનાં કાચ તોડીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે અમરાઈવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ: અમરાઇવાડી વિસ્તારમાં ફરી કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો (Terror Of Antisocial Elements Again In Ahmedabad) છે. જાહેરમાં તલવાર દ્વારા કેક કાપી જન્મ દિવસની ઉજવણી (Celebrated Birthday By Cutting Cake With Sword) કરવામાં આવી હતી. આસપાસમાં રહેતા નિવૃત પોલીસકર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓને જાતિ વિષયક શબ્દો બોલી તલવારથી ગાડીઓનાં કાચ તોડીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે અમરાઈવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક, જાહેરમાં તલવારો વડે કેક કાપી પડી મોઘી

આ પણ વાંચો: કલ્પના પણ ન થાય એ વસ્તુમાં છુપાવીને થતી સોનાની દાણચોરી, અધિકારીઓ ચોંક્યા

જાહેરમાં તલવારો વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી: અમરાઈવાડી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ પિતા પુત્રના નામ રાજેશ રાજપૂત અને કિશન રાજપૂત છે. કાયદાનું ભાન ભુલેલા આરોપી કિશન રાજપૂતનો જન્મ દિવસ હોવાથી અમરાઈવાડી પારસનગર એપાર્ટમેન્ટ સામે જાહેર રોડ પર મિત્રો સાથે ભેગા થઈને જન્મ દિવસની પાર્ટી કરી હતી. હાથમાં તલવારો અને છરી સાથે અનેક યુવકોએ ઉજવણી કરી ફટાકડા ફોડ્યા હતા. જે સમયે પાસમાં જ રહેતા નિવૃત ASI જગજીવનભાઈ પરમારે આ પ્રકારે જન્મદિવસની ઉજવણી ન કરવાનુ જણાવતા કિશન રાજપૂત સહિતના તેનાં મિત્રોએ તલવાર અને ચપ્પુ દ્વારા ફરિયાદીની ગાડીના કાચ તોડી નાખ્યા હતા.

આ પણ વાંચો: માથા ફરેલા દીકરાએ માતાને શૌચાલયના ખાડામાં ફેંકી દીધી, હતો માત્ર આટલો જ વાંક

બે આરોપીઓની ધરપકડ કરી : યુવકોને સમજાવવા જતા તેઓએ ભેગા મળીને ફરિયાદીને જાતિ વિષયક શબ્દો બોલી ગાળાગાળી કરી હતી. જે સમયે કિશન રાજપૂતનાં પિતા પણ ત્યાં આવી પહોંચતા તેઓએ પણ દિકરાનું ઉપરાણું લઈને ફરિયાદીને હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સહિત 6 લોકો સામે વિરુદ્ધ જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપવા મામલે ગુનો ફરિયાદ નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ નાની વયનાં હોવાથી તેઓને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસે આ જન્મદિવસની પાર્ટીમાં જે પણ યુવકો સામેલ હતા તે તમામની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે આ ઘટનાથી પૂર્વ વિસ્તાર ફરી એક વાર કલંકીત થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.