ETV Bharat / city

શિવના અલૌકિક રૂપને કાગળ પર કંડારનાર અનોખા શિવભક્ત

author img

By

Published : Aug 26, 2019, 11:05 PM IST

Updated : Aug 26, 2019, 11:22 PM IST

અમદાવાદ: શિવના અલખ રૂપને નયનમાં વસાવી તેને વિવિધ સ્વરૂપે કાગળ પર કંડારનાર ચિત્રકાર તમે અનેક જોયા હશે. પરંતું આજે અમે માત્ર બે જ રંગ વળે શિવભક્તિની હારમાળા સર્જનાર કલાકારની વાત કરવાના છીએ. સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલીંગની કથા અને દર્શન તો આપે ખૂબ કર્યા હશે, પરંતુ આજે અમે આપને સ્વયંભૂ રીતે શિવની કૃપા મેળવનાર વ્યક્તિની મુલાકાત કરાવીશું.

etv bharat shiv

શિવ ભક્તિની દરેકની અલગ અલગ રીત હોય છે પરંતુ હસમુખભાઇની રીત સાવ અનેરી છે. નથી તેમણે કર્યો ચિત્રકલાનો કોઇ અભ્યાસ કે નથી લીધી કંઇ ખાસ તાલીમ...સ્વયંભુ રીતે ભગવાનની કૃપા થતાં તેમણે શિવજીના આ ચિત્રો બનાવાની શરૂઆત વર્ષ ૨૦૦૩માં કરી હતી. માત્ર કાળી અને લાલ રંગની પેનનો ઉપયોગ કરી તેઓ આ ચિત્રો બનાવે છે. ચિત્રો બનાવતા બનાવતા તેમને વધુ એક સ્ફૂરણા થઈ કે આ ચિત્રોનું સૌ કોઈ દર્શન કરી શકે તે માટે તમામ જ્યોતિર્લીંગ પર તેનું પ્રદર્શન કર્યું અને તેને નામ આપ્યું શિવદર્શન. 12 જ્યોતિર્લીંગના તિર્થસ્થાનો પર શિવદર્શન યોજ્યા બાદ હવે તેઓ શ્રાવણ પર્વમાં શીવના શણગાર કરી શિવભક્તિ કરી રહ્યા છે.

જુઓ અનોખી શિવ ભક્તિ

આ ચિત્રોની વિશેષતા એ છે કે તેઓ માત્ર કાળી અને લાલ પેનથી જ ચિત્ર બનાવે છે અને એક વખત પેન ઉપાડ્યા બાદ તે અટકતી નથી. ચિત્રો ભગવાન શિવના 12 જ્યોતિલીંગ પર બનાવ્યા છે, તે ઉપરાંત શિવ કથા પરના જુદા જુદા થીમ પર પણ ચિત્રો બનાવ્યા છે. આ કલાકૃતિઓ માટે મંદિરના મહારાજે તેમને પ્રેરણા આપી છે જેથી મહારાજને હસમુખભાઈ પોતાના ગુરુ માને છે.


શિવ ભક્તિના આ ચિત્રો આજે 17 વર્ષ સુધીની ધાર્મિક યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે અને હજુ પણ ગુજરાત અને દેશભરના શિવાલયોમાં શિવદર્શન યોજવાનું તેમનું આયોજન છે.
આ ચિત્રો...તેમની આસ્થાનો આકાર છે,, જ્યારે તેઓ આ ચિત્રો દોરે છે ત્યારે તેમને મહાદેવની સમીપ હોવાનો અહેસાસ થાય છે.


જીવ અને શિવનો અતુટ નાતો ત્યારે તાદ્રશ્ય થાય છે જ્યારે અમદાવાદના પોતાના પાન પાર્લર પર બેસીને હસમુખભાઇ શિવના ચિત્રો બનાવી શિવમય બની જાય છે. જેને પગલે જીવ-શિવના આ દિવ્ય અતુટ સગપણના આલેખનું, આ લાલ-કાળી રેખાઓમાં દર્શન થાય છે.

Intro:Body:Conclusion:
Last Updated :Aug 26, 2019, 11:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.