ETV Bharat / city

HCના હુકમનું ઉલ્લંઘન કરવું શાળાને પડ્યું મોંઘું, આચાર્ય સામે ચાર્જફ્રેમ કરવા આદેશ

author img

By

Published : Jun 23, 2022, 10:28 AM IST

HCના હુકમનું ઉલ્લંઘન કરવું શાળાને પડ્યું મોંઘું, આચાર્ય સામે ચાર્જફ્રેમ કરવા આદેશ
HCના હુકમનું ઉલ્લંઘન કરવું શાળાને પડ્યું મોંઘું, આચાર્ય સામે ચાર્જફ્રેમ કરવા આદેશ

અમદાવાદની સરસ્વતી વિદ્યા મંદિર શાળાએ ગુજરાત હાઈકોર્ટના હુકમનું ઉલ્લંઘન (Sarasvati Vidya Mandir School in Controversy) કરીને બાંધકામ આગળ વધાર્યું હતું. તેના કારણે શાળાના આચાર્ય સામે ચાર્જફ્રેમ કરવાની કાર્યવાહી હાથ (Chargeframe against the principal of Saraswati Vidya Mandir School) ધરવામાં આવી છે.

અમદાવાદઃ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળાએ (Sarasvati Vidya Mandir School in Controversy) ગુજરાત હાઈકોર્ટના હુકમનું પાલન (Violation of order of Gujarat High Court) ન કરતા હવે આ શાળા મુશ્કેલીમાં મુકાઈ છે. આ શાળાએ ગુજરાત હાઈકોર્ટના હુકમનું ઉલ્લંઘન કરીને શાળામાં બાંધકામ આગળ વધાર્યું હતું. એટલે ગુજરાત હાઈકોર્ટે શાળાના આચાર્ય સામે ચાર્જફ્રેમની (Chargeframe against the principal of Saraswati Vidya Mandir School) કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો છે.

મામલો પહેલા સિવિલ કોર્ટમાં હતો - આ સમગ્ર મામલો પહેલા સિવિલ કોર્ટમાં ચાલુ હતો. તેને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી નીચલી અદાલતનો ચૂકાદો ન આવે. ત્યાં સુધી શાળાનું બાંધકામ ન કરવું અને જો બાંધકામ કરવાનું થાય તો સક્ષમ અધિકારીની મંજૂરી લઈને અને તેમના નિર્દેશ પ્રમાણે શાળા સંચાલકો દ્વારા બાંધકામની પ્રક્રિયા આગળ ધરવામાં આવે, પરંતુ શાળાના અધિકારીઓ ગુજરાત હાઈકોર્ટના હુકમને ઘોળીને પી ગયા હતાં. શાળાએ અધિકારીની મંજૂરી વિના જ (Violation of order of Gujarat High Court) સ્કૂલનું બાંધકામ ફરી શરૂ કરતા હવે આ શાળાના આચાર્ય મુખ્ય ન્યાયધીશની ખંડપીઠ સમક્ષ હાજર રહેવા માટે ફરજ પાડવામાં આવી હતી.

આચાર્યએ કોર્ટમાં રજૂ કર્યો જવાબ - આ સમગ્ર મામલે ચીફ જસ્ટિસની ખંડપીઠે આચાર્યને સવાલ પૂછ્યા હતા અને કહ્યું હતું કે, કોર્ટના નિર્દેશ છતાં પણ બાંધકામ આગળ વધારવામાં કેમ આવ્યું. તો આ મામલે શાળાના આચાર્યની કોર્ટ સમક્ષ રજૂઆત હતી કે, શિક્ષણ વિભાગની સૂચના પ્રમાણે તેમણે ફાયરસેફ્ટીની તમામ કામગીરી કરી દીધી હતી અને ત્યારબાદ જ બાંધકામ આગળ વધારવામાં આવ્યું છે.

આ પણ વાંચો- રાજકોટ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં HCએ 140 પરિવારોને રાહત આપી

રહેવાસીઓએ સિવિલ કોર્ટમાં કર્યો હતો દાવો - આ કેસમાં મહત્વનું છે કે, પ્રહલાદનગરના રોયલ ઓર્ચિડના રહેવાસીઓ દ્વારા સિવિલ કોર્ટમાં એવો દાવો માંડવામાં આવ્યો હતો કે, શાળા સંચાલકોએ (Sarasvati Vidya Mandir School in Controversy) ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટ તોડીને આ શાળાનું બાંધકામ કર્યું હતું. આ મામલે રહેવાસીઓએ વર્ષ 2018માં સિવિલ કોર્ટમાં દાવો માંડ્યો હતો. તો આ મામલે વર્ષ 2018માં સિવિલ કોર્ટે વચગાળાનો હુકમ કરતાં શાળાના બાંધકામ પર સ્ટે આપ્યો હતો. ત્યારબાદ સિવિલ કોર્ટે 23 માર્ચ 2020ના દિવસે હુકમ કરતાં કૉર્પોરેશનને ગેરકાયદેસર જેટલું પણ બાંધકામ હોય તે તોડી પાડવા માટે હુકમ કર્યો હતો.

આ પણ વાંચો- ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા અને ઈ મેમો નહીં ભરનારા સામે શું કહ્યું હાઇકોર્ટે

શાળાએ મંજૂરી વગર કરી નાખ્યું બાંધકામ - જોકે સિવિલ કોર્ટના ચૂકાદાને શાળા (Sarasvati Vidya Mandir School in Controversy) દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં હાઈકોર્ટે વર્ષ 2021માં સક્ષમ અધિકારીની મંજૂરી વિના બાંધકામ થઈ શકશે એવો હુકમ કર્યો હતો. તેમ છતાં પણ હાઈકોર્ટના હુકમનું ઉલ્લંઘન (Violation of order of Gujarat High Court) કરીને શાળાના સંચાલકોની શાળાનું આગળનું બાંધકામ આગળ વધારી દીધું છે તેવી રજૂઆત અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરાતા શાળાના આચાર્ય સામે ચાર્જફ્રેમ કરવાની કામગીરી (Chargeframe against the principal of Saraswati Vidya Mandir School) હાથ ધરાઈ છે. હવે આ મામલે વધુ સુનાવણી 15 જુલાઈએ હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.