ETV Bharat / city

ધોલેરા: જમીન સંપાદન મામલે જાહેર હિતની અરજી હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસે 'નોટ બીફોર મી' કરી

author img

By

Published : Sep 8, 2021, 7:38 PM IST

સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડેવલપ કરવા માટેનો મહત્વકાંક્ષી પ્રોજેકટ છે 'સર'
સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડેવલપ કરવા માટેનો મહત્વકાંક્ષી પ્રોજેકટ છે 'સર'

ધોલેરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન માટે જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીને હાઇકોર્ટ એક્ટિંગ ચીફ જસ્ટિસ આર. એમ. છાયાએ નોટ બીફોર મી કરી.

  • ધોલેરા સર મુદ્દેની સુનાવણી આર. એમ. છાયાએ નોટ બીફોર મી કરી
  • હવે કેસની સુનાવણી અન્ય કોર્ટમાં કરવામાં આવશે
  • ખેડૂત જમીન સંપાદન માટે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી

અમદાવાદ: ધોલેરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન માટે જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીને હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આર. એમ. છાયાએ નોટ બીફોર મી કરી હતી.

અન્ય કોર્ટમાં અરજી પર સુનાવણી કરવામાં આવશે

કોર્ટે અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો. હવે આ અરજી મુદ્દેની સુનાવણી અન્ય કોર્ટમાં કરવામાં આવશે. મહત્વનું છે કે ધોલેરાને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન તરીકે ડેવલપ કરવા માટેનો પ્રોજેકટ હાથ ધરાતા ખેડૂતોની જમીન સંપાદિત કરવા સામે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડેવલપ કરવા માટેનો મહત્વકાંક્ષી પ્રોજેકટ 'સર'

અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ કોર્ટે ખેડૂતોની જમીન સંપાદિત કરવા સામે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. SIR પ્રોજેકટ દિલ્હી અને મુંબઇ વચ્ચે સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડેવલપ કરવા માટેનો મહત્વકાંક્ષી પ્રોજેકટ છે જે ધોલેરામાં ડેવલોપ કરવામાં આવશે.

વધુ વાંચો: ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે ધોલેરા સર ખાતે ESIC હૉસ્પિટલ સ્થાપવાની પ્રક્રિયા હાથ ધરી

વધુ વાંચો: ધોલેરા સર ખાતે કાર્યરત L&T કંપનીએ ઉભા પાકને નાશ કરી કામગીરી શરૂ કરી, ખેડૂતોમાં રોષ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.