ETV Bharat / city

કોરોના ગાઇડલાઇન્સ સાથે રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં નવલા નોરતાની તૈયારીઓ શરૂ

author img

By

Published : Oct 4, 2021, 10:19 PM IST

navratri 2021 started with corona guidelines
રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં નવલા નોરતાની તૈયારીઓ શરૂ

નવરાત્રી ( Navratri 2021) એટલે શક્તિની આરાધનાનું પર્વ અને સાથે ગરબે ઘુમવાની મજા. રાસ રમવાનો અનેરો આનંદ અને રાત્રે નાસ્તાની લહેજત માણવાની. આ વર્ષે આ મજા લૂંટવા મળશે. રાજ્ય સરકારે નવરાત્રી યોજવા અંગે છૂટ આપ્યા બાદ, કોરોના ગાઇડલાઇન્સ (Corona guideline) બહાર પાડી હતી. ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેને પગલે કોરોનાથી બચવા રાજ્યના અનેક શહેરોમાં તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીઘી છે.

  • ગુજરાતમાં ફરી નવરાત્રીનો રંગ જોવા મળશે
  • રાજ્યમાં નવરાત્રીને પગલે તૈયારીઓ થઈ શરૂ
  • સરકારે ગરબા ગાવાને લઈને બહાર પાડી હતી કોરોના ગાઇડલાઇન

ન્યૂઝ ડેસ્ક: નવરાત્રી ( Navratri 2021)ના આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ઉલ્લેખનીય છે કે, ગુજરાતની નવરાત્રી દેશભરમાં જગ પ્રખ્યાત છે. બોલીવુડ પણ નવરાત્રી માણવા ગુજરાત આવે છે. ગત વર્ષે તો કોરોના જેવી વૈશ્વિક મહામારી હતી, જેથી ગરબા ગાઈ શકયા ન હતા, પરંતુ આ વર્ષે કોરોનાના કેસ(Corona guideline) માં સંખ્યા નહિવત રહેતા ગુજરાત સરકારે ગરબા ગાવા માટેની થોડી છૂટ આપી છે, ત્યારે અનેક શહેરોમાં નવરાત્રીને લઈને ખેલૈયાઓ અને તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

નવરાત્રીને લઈને રાજકોટમાં તંત્ર બન્યું સજ્જ

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા દરરોજ 1500 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મામલે રાજકોટ મનપા કમિશ્નર અમિત આરોરાએ જણાવ્યું હતું કે, સદનસીબે મનપા વિસ્તારમાં હાલ કોરોના કેસ નથી આવી રહ્યા, આ ઉપરાંત કોરોના કેસ ધરાવતા વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ અથવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. આ વિસ્તારમાં માત્ર જરૂરી ચીજ વસ્તુઓ લેવાની જ છૂટ આપવામાં આવશે, આ ઉપરાંત બીજી કોઈ પણ પ્રવૃત્તિની છૂટછાટ આપવામાં આવશે નહિ. આ સાથે આવા વિસ્તારોમાં સરકારના નિયમ પ્રમાણે ગરબા પણ નહિ યોજાઈ શકશે નહીં.

રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં નવલા નોરતાની તૈયારીઓ શરૂ

ગત વર્ષે ગરબા પર પ્રતિબંધ હતો
ગત વર્ષે કોરોના વાયરસ ફેલાયો હતો, જેને કારણે ગુજરાત સરકારે ગાઈડલાઈન્સ(Corona guideline) બહાર પાડીને ગરબા રમવા પર પ્રતિબંધ મુક્યો હતો. માત્ર માતાજીની ગરબી અને ઘટ સ્થાપન કરવાની મંજૂરી આપી હતી. પૂજા અને આરતી કરીને રાત્રે 10 વાગ્યા પહેલા ઘેર જતું રહેવાનું. લાઉડ સ્પીકર, ડીજે કે ગરબા ગાવાની છૂટ હતી નહી. આમ પ્રજા ખૂબ કોરોનાથી ડરેલી હતી, જેથી કોઈએ ગરબા ગાયા નથી. માત્ર નવ દિવસ માતાજીની આરતી પૂજા કરી હતી. પ્રસાદ પણ વહેંચવાનો નહતો.

ભુપેન્દ્ર સરકારે ગરબા ગાવાની આપી છૂટ

આ વર્ષે કોરોનાની બીજી લહેર આવીને જતી રહી છે, હાલ ગુજરાતમાં દરરોજ માંડ 10થી 12 કેસ આવે છે. જેથી ગુજરાત સરકારે થોડી નવરાત્રીને પગલે થોડી છુટ આપતા ગાઇડલાઇડ બહાર પાડી છે.

નવરાત્રી અંગે સરકારની કોરોના ગાઇડલાઇન્સ

  • શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવમાં છૂટ અપાઈ
  • ગરબા કે કોઈ કાર્યક્રમને 400 વ્યક્તિની મર્યાદામાં યોજવાની છૂટ
  • ઘટ સ્થાપન કરી શકાશે
  • આરતી પૂજા અને પેકિંગવાળો પ્રસાદ વહેંચવાની છૂટ અપાશે
  • કલબ, પાર્ટી પ્લોટમાં ગરબાની છૂટ નહી મળે
  • શેરી ગરબામાં વેક્સિન લીધી હશે તે જ ગરબા કરી શકશે
  • ગરબા ગાનારે ફરજિયાત પણે માસ્ક પહેરેલું હોવું જોઈએ
  • રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા કરી શકાશે
  • ડીજે અને લાઉડ સ્પીકર રાત્રિના 12 વાગ્યા સુઘી વગાડી શકાશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.