ETV Bharat / city

કોરોનાને માત આપી ફરજ પર પાછા ફરતા પોલીસ કર્મચારીનું ફૂલોથી કરાયું સ્વાગત

author img

By

Published : Apr 28, 2020, 7:28 PM IST

અમદાવાદ
અમદાવાદ

અમદાવાદમાં કોરોનાને માત આપી ફરજ પર પાછા ફરતા પોલીસ કર્મચારીનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ:શહેરમાં વધુ એક પોલીસ કર્મચારીએ કોરોનાને માત આપી છે. સંદીપ પરમાર કાળુપુર પોલીસ સ્ટેશનના કર્મચારી છે જેમણે કોરોનાને હરાવી ફરજ પર હાજર થતાં ઉપસ્થિત અનેક પોલીસ કર્મચારીઓએ તેમનું ફૂલો વરસાવી તેમજ તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાણીપના એક પોલીસ કર્મચારી પણ કોરોનાને હરાવી સ્વસ્થ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર હાલ વર્તાઈ રહ્યો છે.સામાન્ય લોકોની સાથે જ પોલીસ જવાનોમાં કોરોના વાઇરસ કાળ બનીને આવ્યો છે. અમદાવાદમાં કુલ 50 SRPના જવાનોમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અગાઉ 17 જવાનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ આજે વધુ 33 જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમદાવાદમાં કોરોના વાઇરસના કારણે સ્થિતી કાબૂ બહાર જતાં ગોધરાથી બંદોબસ્તમાં આવેલા જવાનો કોરોનામાં સપડાયા છે. કુલ 50 એસઆરપી જવાનો કોરોનાગ્રસ્ત થતાં બીજા 59 જવાનોને ક્વોરન્ટાઈન કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ બંદોબસ્તમાં કુલ 109 જવાનો ફરજ પર હતા, એટલે કે, અડધો અડધો જવાનો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. કોરોનાની મહામારીમાં અમદાવાદમાં અગાઉ પોલીસ અધિકારી તથા કર્મચારી મળી કુલ 92 જણાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે તેમની સાથે ફરજ બજાવતા કુલ 479 પોલીસ કર્મચારીઓને હોમ ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. જો કે, 13 પોઝિટિવ પોલીસ કર્મચારીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. બીજી તરફ દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર તથા તેમના પત્ની અને બે દિકરીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતાં પરિવારના સભ્યો સારવાર હેઠળ છે.

જો કે 13 પોઝિટિવ પોલીસ કર્મચારીઓની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી છે, તેમને ફરજ પર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. દાણીલીમડા પોલીસ સ્ટેસનના પીઆઈ અને તેમના પત્ની તથા દિકરીને પોઝિટિવ રિપોર્ટ આવતાં પુરો પરિવાર એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જયારે પીઆઈ સાથે ફરજ બજાવતા ઓપરેટર અને તેમના ડ્રાઈવરને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.